________________
સમકિત વિચાર હવે આઠ અંગ સહિત ના વિધાનની વિચારણા કરીએ.
શ્રી જિનેશ્વર દેવનું ચિંતન-મનન અને ધ્યાન, શ્રી સદગુરુનો ઉપદેશ અને શ્રુતનું વાંચન, સાધકને પ્રભાવિત કરે છે અને ક્રમે ક્રમે સાધકની પ્રવૃત્તિ અને વૃત્તિમાં પરિવર્તન આવે છે. સાધકના જીવનમાં કષાયદે પાતળા પડતા જાય, કામલાલસા અંકુશમાં આવતી જાય,
સ્વાર્થ અને દુરાગ્રહ ઘટતા જાય, અનેકાન્ત અને સમન્વય દષ્ટિને વિકાસ થતો જાય અને સમગ્ર પ્રાણિષ્ટિ પ્રત્યે સાધકના અંતરમાં પ્રેમને નિર્મળ પ્રવાહ વહેતો થાય. આવા ઔચિત્યપૂર્વક જીવનના પ્રતાપે અને તત્વજ્ઞાનના પ્રભાવથી સાધકના જીવનમાં પાયાને ચિત્તગુણ શમ-પ્રશમ–કે ઉપશમ પાંગરે છે. ભેગરુચિ ઘટે અને સંયમરૂચિ વધે. આત્મ-કલ્યાણના સાધને પ્રાપ્ત કરવાની રુચિ વેગ પકડે. શાસ્ત્રમાં આ વૃત્તિને સંવેગ કહેવાય છે. ઔચિત્યપૂર્વક જીવનમાં અનુકંપાના ભાવ અને તાત્ત્વિક આસ્તિકતા પ્રગટે તે સ્વાભાવિક છે. આ રીતે પ્રશમ-સંગઅનુકંપા અને આસ્તિષ-એ ચાર ભાવો સાધકમાં પ્રગટ થાય છે, જેને શાસ્ત્રોમાં સમકિતના લક્ષણ કહ્યા છે.
સમકિતવાળા જીવમાં આઠ વિશિષ્ઠ ગુણે પ્રગટ થાય છે. આ ગુણને સમકિતના અંગ અગર આચાર કહે છે. આ ગુણના સદભાવથી સમ્યગદષ્ટિની ઓળખ થાય છે. નિઃશંકા, નિઃકાંક્ષા, નિર્વિચિકિત્સા, અમૂઢદષ્ટિ, ઉપગ્રહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના–એ પ્રકારના આ આઠ ગુણ છે. અંગ અંગે આપણે અન્યત્ર સવિસ્તર વિચારણા કરનાર છીએ.
ઉપર બતાવ્યા મુજબ સમકિતી જીવમાં વિવેકદ્રષ્ટિ અને આત્મવિકાસના પરિણામે ચાર-પ્રશમ, સંવેગ, અનુકંપા અને આસ્તિયપાયાના ભાવ પ્રગટે છે. ક્રમે ક્રમે પ્રશમભાવમાંથી નિઃશંકા અને ઉપગ્રહનના ગુણો ફલિત થાય છે તેવી જ રીતે સંવેગમાંથી નિઃકાંક્ષા અને સ્થિતિકરણ, અનુકંપામાંથી નિવિચિકિત્સા અને વાત્સલ્ય અને આસ્તિભાવમાંથી અમૂઢદ્રષ્ટિ અને પ્રભાવનાના ગુણો ફલિત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org