________________
૨૯
કથાનુયોગના દૃષ્ટિકોણથી પણ છેડી દે અને અંતરંગમાં સ્વસ્વરૂપમાં સ્થિર થાય, નિર્વિકલ્પ થાય ત્યારે સમ્યગ્દર્શન પ્રગટ થયું તેમ કહેવાય. વળી, અહંતદેવની શ્રદ્ધા વગર સમકિત કદાપી હેતું નથી એટલે અહંતદેવની શ્રદ્ધાને ઉપચાર કથનથી સમકિત કહેલ છે.
વળી, આગમ તે આસવચન છે, આગમમાં શ્રદ્ધા એટલે આગમમાં કહેલ છ દ્રવ્ય, સાત તત્વ, તથા નવ પદાર્થમાં શ્રદ્ધા. એટલે તત્વાર્થ શ્રદ્ધાનનું અર્થઘટન કરીને તેને સમકિત કહેવું તે પણ ઉપચાર કથન છે અને કથાનુગ અનુસારી સમક્તિ છે.
તેવી જ રીતે, ગુરુશ્રદ્ધા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પંચપરમેષ્ઠીપદમાં આવે છે. તે સ્વરૂપના જ્ઞાતા છે અને પિતાના આત્માને શુદ્ધ ઉપયોગ વડે અનુભવી રહ્યા છે. આવા સદ્દગુરુની શ્રદ્ધા થતાં, શ્રદ્ધા કરનાર આત્મા પણ પિતાના ગુણેના નિર્મળ પર્યાયે પ્રગટ કરવાને અભિલાષી થાય છે અને મેહ નાશ કરવા સમર્થ બને છે, એટલે આને ઉપચારથી સમકિત કહેવાય છે.
અનાદિકાળથી જીવોને મિથ્યાદર્શનાદિક ભાવ હોય છે અને કુદેવ, કુગુરુ અને કુધર્મ-સેવનથી તે ભાવને પોષણ મળેલ છે, કુદેવ, કુગુરુ અને કુધર્મ તેમજ કપિત તનું શ્રદ્ધાન કરવું એ ગૃહીત મિથ્યાદર્શન છે. તેના ચાર ભેદ છેઃ અજ્ઞાન, વિપરીત, એકાન્ત અને વિનય. આ ચાર પ્રકારે ગૃહીત મિથ્યાત્વપરિણમે છે. પરમાર્થભૂત સુદેવ, સુગુરુ અને સુધર્મના સેવનથી ગૃહીત મિથ્યાત્વને અભાવ થાય છે અને તે અપેક્ષાએ પણ ઉપચાર કથનથી સમકિત કહેવાય છે.
શ્રદ્ધાને નિર્દોષ રાખવા માટે ત્રણ મૂઢતાઓ–લેકટતા, દેવમૂઢતા, અને ગુરુમૂઢતા-થી અને આઠ મદ-જાતિ, કુળ, અશ્ચર્ય, રૂપ, જ્ઞાન, તપ, બળ અને શિલ્પ-થી દૂર એવું તે આવશ્યક મનાય છે એટલે પણ મૂઢતા અને આઠ પ્રકારના મદથી રહિત રહેવાનું વિધાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org