________________
કથાનુયોગના દૃષ્ટિકોણથી
કથાનુયોગ અને ચરણનગના દૃષ્ટિકોણ અને લીવાળા ગ્રંથ-સમુદાયે સમકિતની જે શિલીથી વિચારણા કરી છે તે અંગે પ્રથમ આપણે ટૂંકમાં વિચારણું કરીએ. તે ગ્રંથ સમુદાયમાંથી સ્વામી સમન્તભદ્ર વિરચિત રત્નકરંડક શ્રાવકાચાર કે જે ચરણનુયેગને આદરણીય ગ્રંથ છે તેને આધાર લઈએ. તે ગ્રંથની ગાથા ૪ માં સમકિતનું સ્વરૂપ બતાવતા કથન કરેલ છે કે પરમાર્થભૂત દેવ, શાસ્ત્ર અને ગુરુની, ત્રણ મૂઢતા રહિત, આઠ અંગો સહિત, અને આઠ પ્રકારના મદ રહિત શ્રદ્ધા કરવી તે સમ્યગદર્શન છે.
આ શ્રદ્ધા કેવળ ગતાનગતિક એટલે કે આઘા-સંજ્ઞાવાળો નહીં, સમજ્યા વિના માની લીધેલી નહીં, પરંતુ અંતરના ઊંડાણમાંથી પ્રતીત થયેલી આપ્તજનના અનુભવથી ખાતરીબદ્ધ પ્રમાણભૂત શ્રદ્ધા એમ સમજવું ઘટે છે. સામાન્ય રીતે વ્યવહારમાં કહીએ છીએ તેવી શ્રદ્ધા નહીં પરંતુ બાલ્યભાવથી આદરપૂર્વક સદ્દદેવ, સદ્દગુરુ અને સધર્મને સેવતાં સેવતાં સુદઢ થયેલા સંસ્કારમાંથી પ્રમાણભૂત થયેલ, સત્યશ્રદ્ધા એમ સમજવું ઘટે છે.
જેઓ વીતરાગ અને સર્વજ્ઞ છે તેમને દેવ કહેવાય છે. શ્રી પ્રવચનસારમાં સ્પષ્ટતા કરી છે કે “જે ખરેખર અહ“તને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે, તે પોતાના આત્માને પણ જાણે છે અને તેને મેહ અવશ્ય નાશ પામે છે.” એટલે માત્ર દેવશ્રદ્ધાથી સમ્યગ્ગદશન હેતું નથી પરંતુ તે શ્રદ્ધા બાદ પિતાના દ્રવ્યગુણુ-પર્યાયને ભેદપૂર્વક જાણે, વિચારે અને ત્યારબાદ ભેદનો વિકલ્પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org