________________
અનુયાગ અને સમક્તિ
૨૫
(૨) ચરણનુયોગ : આ અનુયોગમાં ચારિત્રવિષયક કથન હોય છે. મુનિ–આચાર અને શ્રાવકાચાર અંગે વિશેષ કથન હોય છે. આવા શાસ્ત્રના મનનપૂર્વકના વાંચનથી ધર્માચરણમાં લાગવાની રુચિ થાય છે. જીવ ધીમે ધીમે મંદકષાયી થઈ, ક્રમે ક્રમે આચારધર્મ તરફ વળી શકે છે.
આચારાંગ-સૂત્ર પ્રમુખ ગ્રંથ છે. તે ઉપરાંત દશવૈકાલિક, રત્નકરંદ્ર અને અન્ય શ્રાવકાચાર, મૂલાચાર, ભગવતી આરાધના, આચારસાર, ચારિત્રસાર, પ્રશમરતિ, ઉપદેશમાલા આદિ ગ્રંથે આ અનુચોગના આદરણીય ગ્રંથો છે.
(૩) દ્રવ્યાનુયોગ : આ અનુગમાં જીવાદિ સાત તત્ત્વ, નવ પદાર્થ, પંચાસ્તિકાય, છ દ્રવ્ય આદિ તનું નિરૂપણ હોય છે, દ્રષ્ટાંત, આગમ, અનુમાન, તર્ક, યુક્તિ, ન્યાય, પ્રમાણ, નય, ભંગ, નિક્ષેપ આદિથી આ અનુગના શાસ્ત્રો વસ્તુસ્વરૂપનું યથાર્થ જ્ઞાન ધરાવે છે.
આ અનુયેગને વિષય બહુ વિશાળ છે. વસ્તુસ્વભાવશાસ્ત્ર ઉપરાંત ધર્મશાસ્ત્રનો તેમજ નીતિશાસ્ત્રનો પણ આ અનુગમાં સમાવેશ થાય છે. વસ્તુસ્વભાવશાસ્ત્ર એ ખરેખર દ્રવ્યાનુગ છે.
દ્રવ્યાનુયોગના પટામાં અગત્યને વિષય તે અધ્યાત્મ શાસ્ત્રોને છે. આત્મા સંબંધિત અને તેને અનુલક્ષીને જે જ્ઞાન થાય તેને અધ્યાત્મ જ્ઞાન કહેવાય છે. વસ્તુસ્વભાવ બતાવી તે દ્વારા વૈરાગ્યભાવ પેદા કરે તેવા વૈરાગ્યના ગ્રંથ-સમૂહને પણ આમાં સમાવેશ થાય છે.
આ અનુગમાં મૌલિક તત્ત્વના નિરૂપણની પ્રધાનતા હોય છે. તત્ત્વાર્થસૂત્ર નવ તત્વ પ્રકરણ, બૃહદ્ દ્રવ્યસંગ્રહ, પંચાસ્તિકાય, જીવવિચાર, શાસ્ત્રવાર્તા સમુચ્ચય આદિ ગ્રંથે આ અનુગ દ્વારા ઉપદેશ આપે છે. શ્રી સમયસાર, પ્રવચનસાર, સમાધિશતક, ઇષ્ટોપદેશ આદિ દ્રવ્યાનુયેગના સારસ્વરૂપ એવા પરમ અધ્યાત્મશાસ્ત્રોને જ વ્યાસ કરવાથી જીવની પાત્રતા પ્રમાણે ઉત્તમ ફળ આપનારા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org