________________
સમક્તિ વિચાર
રીતે જૈન આગમના વિષયોની પ્રરૂપણા ચાર અનુગમાં વહેંચાયેલી છે. આ ચારેય અનુયોગનું સ્વરૂપ જવું જ છે, જીવની પાત્રતા લક્ષમાં લઈને જુદી જુદી રીતે ઉપદેશ આપવાની આ શેલી છે. ભાવશ્રુતજ્ઞાનના આધારભૂત દ્રવ્યશ્રતના આ ચાર ભેદ છે એટલે કે ચાર અનુયોગ છે. આ ચાર અનુયોગ એટલે (૧) પ્રથમ અનુયોગ અગર કથાનુગ (૨) ચરણનુગ, (૩) દ્રવ્યાનુગ અને (૪) કરણાનુગ–તે પ્રકારના ભેદથી જાણીતા છે. આ ચારેય અનુયોગનું સ્વરૂપ પ્રથમ આપણે ટૂંકમાં વિચારીએ.
(૧) પ્રથમાનુયોગ અગર કથાનુયોગઃ જે મહાન પુરુષે અથવા સ્ત્રીઓએ ધર્મને ધારણ કરી આત્માની ઉન્નતિ સાધી છે તેમના સંબંધી કથાને ચરિત કહે છે. ચોવીસ તીર્થકર, બાર ચક્રવર્તી, નવ બલદેવ, નવ નારાયણ, નવ પ્રતિનારાયણ એમ ત્રેસઠ શલાકા પુરુષોનાં જીવન ચરિત્રનું જેમાં વર્ણન હોય છે તેને પુરાણો કહેવાય છે. આવા ચરિત અને પુરાણેને પ્રથમાનુગ અગર કથાનુગ કહેવામાં આવે છે. પ્રથમ અવસ્થામાં અ૫ જ્ઞાનવાળા પ્રવેશક અલ્યાસીને આવી કથાના માધ્યમ દ્વારા તત્ત્વજ્ઞાનની રુચિ કરાવવા માટેનો આ ગ્રંથ-સંગ્રહ છે. પુણ્ય-પાપના ફળને બતાવી, બાળ બુદ્ધિવાળા ને ધર્મમાં રુચિ પેદા કરવાને અહીં મુખ્ય આશય છે. આવા જીવને સૂક્ષ્મ નિરૂપણ સમજાવવાનો આ અનુયેગને આશય નથી. આ રીતે આ અનુયાગનું ક્ષેત્ર અને મર્યાદા જાણી, બેટી ખતવણી ન થાય તે કાળજી રાખવાની જરૂર છે. સામાન્ય રાગી જીના મનમાં રહેલી કલ્પના શક્તિનો વિકાસ કરી, ભેગાદિ કથનના આશ્રયે વ્યવહાર ઘર્મમાં રુચિ ઉત્પન્ન કરાવવાનું આ અનુગનું પ્રજન છે.
જ્ઞાતાધર્મ, ઉપાસકદશા, પઉમચરિય, મહાપુરાણ, ઉત્તરપુરાણ, પદ્મપુરાણ, ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર, જબૂસ્વામિચરિત, પ્રદ્યુમ્નચરિત આદિ ગ્રંથે આ અનુગના આદરણય ગ્રંથ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org