________________
૨૨
સમકિત વિચાર
જેને ધર્મ-અધર્મનું કે જીવ-અજીવનું કાંઈ પણ ભાન નથી એવા બાલવત્ કે અજ્ઞાની જીવો અનાભેગી મિથ્યાત્વી કહેવાય છે.
આચાર્ય હરિભદ્રસૂરિજીએ મિથ્યાદશ દાર્શનિક મતોની સંખ્યા ૩૬૩ બતાવી, તેઓએ પોતાના ગ્રંથમાં વિસ્તારથી વર્ણન કરેલ છે અને કથન કરેલ છે કે આનો પણ વિસ્તાર કરી શકાય તેમ છે. ગમ્મટ સાર-જીવકાંડમાં કથન કર્યા મુજબ મિયાત્વના અસંખ્યાત લોકપ્રમાણતક ભેદ થઈ શકે છે.
આવા મિથ્યાત્વની નિવૃત્તિ તે જ સમકિત છે.
શ્રી સકલકીર્તિ-શ્રાવકાચારમાં સમકિતનો મહિમા બતાવીને તેની આરાધનાને ઉપદેશ આપતાં કથન કરેલ છે કે :
“સમકિત તે સાર છે, તે સમયનું સવસથ છે; સિદ્ધાંતનું તે જીવન છે ને મોક્ષનું તે બીજ છે. વિધ જાણીને બહુમાનથી આરાધજે સમકતને, સહુ સુખ એવા પામશે, આશ્ચર્ય થાશે જગતને.”
આચાર્ય શ્રી કુંદકુંદ સ્વામી દર્શનપાહુડમાં કથન કરે છે કે ધર્મનું મૂલ દર્શન છે, અને જે દર્શનથી ભ્રષ્ટ છે તે ભ્રષ્ટ છે. દર્શન ભ્રષ્ટાઃ ભ્રષ્ટા' તેઓશ્રી મેક્ષપાહુડમાં સમકિતધારક જીવોને ધન્યવાદ આપતાં કહે છે કે – તે ધન્ય છે, કૃત્યકૃત્ય છે, શૂરવીર ને પંડિત છે.
સમ્યકત્વસિદ્ધિ કર અહો !” મિથ્યાત્વની નિવૃત્તિ કરનાર જીવોને કોટિ કોટિ પ્રણામ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org