________________
સમકિત વિચાર
કાલીન આવરણના ભારને લીધે માત્ર મૂઢતા હોય છે એટલે તત્ત્વનું શ્રદ્ધાન નથી તેમ અતત્ત્વનું પણ શ્રદ્ધાન નથી. આ તત્વનું અશ્રદ્ધાન નૈસર્ગિક-ઉપદેશ નિરપેક્ષ હોવાથી અગ્રહીત કહેવાય છે. બીજામાં દષ્ટિ કે પંથના એકાંતિક બધા જ કદાગ્રહ હેવાથી અને ઉપદેશજન્ય હોવાથી તે ગૃહીત મિથ્યાત્વ કહેવાય છે. આ વિચારસરણી એક પરંપરાની છે. હવે આપણે બીજી પરંપરાની વિચારસરણી અંગે વિચારણા કરીએ.
જીવાદિ પદાર્થોની નિશ્ચયાત્મક તત્ત્વબુદ્ધિ-એ સમકિત છે; અને જીવાદિ પદાર્થોની તેવા પ્રકારની તત્ત્વબુદ્ધિને અભાવ-એ છે મિથ્યાત્વ. આ મિથ્યાત્વના મુખ્ય બે ભેદ છેઃ (૧) વિષર્યાસાત્મક અને (૨) અનધિગમાત્મક જીવાદિ પદાર્થોને તત્ત્વ તરીકે માનવાં નહિ તે વિપર્યાસાત્મક અને જીવાદિ પદાર્થો તત્વ છે એવા પ્રકારના નિશ્ચયના અભાવરૂપ અજ્ઞાન તે અનધિગમાત્મક મિથ્યાત્વ છે.
જીવાદિ પદાર્થોનું અસ્તિત્વ હોવા છતાં એના અસ્તિત્વને સ્વીકારવું નહિ. એ પણ મિથ્યાત્વ છે અને જીવાદિ પદાર્થોના અસ્તિત્વને સ્વીકારવા છતાં પણ જીવાદિ પદાર્થો જેવા સ્વરૂપે છે તેવા જ સ્વરૂપે તે પદાર્થોને નહિ માનવા અને નહિ જાણવા રૂપ જે અજ્ઞાન-એ પણ મિથ્યાત્વ છે.
આ રીતે બીજી પરંપરામાં વિપર્યાસાત્મક અને અનધિગમાત્મક એમ બે ભેદેથી મિથ્યાત્વની ઓળખ અપાયેલ છે.
(પ્રશમરતિ-શ્લોક ૨૨૪)
(૧) આભિગ્રહિક (૨) અનાભિગ્રહિક (૩) અભિનિવેશિક (૪) સાંશયિક અને (૫) અનાગ–એવા મિથ્યાત્વના પાંચ પ્રકારથી શાસ્ત્રોમાં મિથ્યાત્વનું વર્ણન કરાયેલ છે. મિથ્યાત્વના ઉપરોક્ત બે ભેદમાં આ પાંચેય પ્રકારનો સમાવેશ થઈ શકે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org