________________
મિથ્યાત્વ મીમાંસા
૧૯
મિથ્યાત્વ કહેલ છે. આ પ્રકારના મિથ્યાત્વના ઘણા ભેદે થઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે આચાર્યોએ પાંચ ભેદે કર્યા છે: (૧) એકાંત (૨) સંશય (૩) વિનય (૪) અજ્ઞાન અને (૫) વિપરીત મિથ્યાત્વ.
પદાર્થનું સ્વરૂપ અનેકાંતમય હેવા છતાં તેને સર્વથા એક જ ધર્મવાળો માનવે તે અકાંત મિથ્યાત્વ છે; સુતત્ત્વ અને કુતત્વને નિર્ણય ન કરવો અને સંશયમાં રહેવું, કયું યથાર્થ છે અને કયું યથાર્થ નથી એવો એક નિશ્ચય ન કરે તે સંશય મિથ્યાત્વ છે; ધર્મના તરની પરીક્ષા કર્યા વગર કુતત્ત્વ અને સુતત્ત્વને-બંનેને
એક સરખાં માનીને બંનેને આદર કરે તે વિનય મિથ્યાત્વ છે; તને જાણવાને પરિશ્રમ લીધા વગર દેખાદેખીથી કેઈપણ તત્ત્વને માની લેવું તે અજ્ઞાન મિથ્યાત્વ અને જેમાં ધર્મ હોઈ શકતો નથી તેને ધર્મ માની લે તે વિપરીત મિથ્યાત્વ છે.
શ્રી ઠાણાંગ સૂત્રના દશમાં સ્થાનમાં દશ પ્રકારના મિથ્યાત્વ ટાળાનો ઉલ્લેખ છે તે નીચે મુજબ છે : (૧) અધર્મમાં ધર્મસંજ્ઞા (૨) ધર્મને અધમ માનવે તે (૩) કુમાર્ગને સુમાર્ગ માનવો તે (૪) સુમાને કુમાર્ગ માનવે તે (૫) અજીવને જીવ માનવો તે (૬) જીવને અજીવ માનવો તે
અસાધુને સાધુ માનવા તે (૮) સાધુને અસાધુ માનવા તે (૯) અમુક્તને મુક્ત માનવા તે (૧૦) મુક્તને અમુક્ત માનવા તે
સમ્યગદર્શન એ વસ્તુનું તાવિકશ્રદ્ધાન હેવાથી, વિપરીત દર્શન બે પ્રકારનું ફલિત થાય છેઃ (૧) વસ્તુના યથાર્થ શ્રદ્ધાનો અભાવ અને (૨) વસ્તુનું અયથાર્થ શ્રદ્ધાન. આ બેમાં ફેર એ છે કે પહેલામાં મૂઢ દશાવાન જીવે છે જ્યારે બીજામાં વિચાર દશાવાન જીવ છે. વિચાર શક્તિને વિકાસ છે પરંતુ હઠાગ્રહના કારણે એક જ દૃષ્ટિને વળગી રહે છે; વિચારદશા હોવા છતાં અતત્વના પક્ષપાતને લીધે એ દષ્ટિ મિથ્યાદર્શન કહેવાય છે. પહેલામાં અનાદિ
(૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org