________________
૧૪
સમકિત વિચાર સામી બાજુ શ્વેતાંબર આચાર્યોએ મૂળ અને ભાષ્ય બંનેની ટીકા રચી છે.
તસ્વાર્થ સૂત્ર ઉપર ભાષ્ય રૂપે વ્યાખ્યા લખનાર સૂત્રકાર પિતે જ ઉમાસ્વાતિ છે. ત્યારબાદ તત્વાર્થ ભાષ્ય ઉપર સિદ્ધસેન ગણીએ આગમ અનુસારી ટીકા રચી છે. ત્યારબાદ યાકિનીસૂનુ હરિભદ્રસૂરિએ સાડા પાંચ અધ્યાય સુધી ભાષ્ય ઉપર વૃત્તિ લખી છે. આ વૃત્તિને પૂર્ણ કરનાર પ્રથમ યશેભદ્ર આચાર્ય અને ત્યારબાદ તેમના શિષ્ય આ વૃત્તિ પૂર્ણ કરેલ છે. દેવ ગુપ્તસૂરિએ ભાષ્યની સંબંધકારિકાઓ ઉપર જ વૃત્તિ રચી છે.
વિક્રમના બારમા-તેરમા સૈકામાં થઈ ગયેલા વિકૃત મલયગિરિએ તત્વાર્થ ભાષ્ય ઉપર લખેલી વ્યાખ્યા હાલ ઉપલબ્ધ નથી. વાચક શ્રી યશોવિજયજીએ ભાષ્ય પર લખેલી વૃત્તિને અપૂર્ણ પ્રથમ અધ્યાય એટલે જ ભાગ મળે છે.
ભાષ્યની વિચારણા સાથે સાથે સૂત્રપાઠ અંગે વિચારણા કરવાનું જરૂરી બને છે. અસલમાં એક જ છતાં પાછળથી સાંપ્રદાયિકભેદને કારણે બે સૂત્રપાઠે થઈ ગયા છે. એક તાંબરીય અને બીજે દિગબરીય, વેતાંબરીય સત્રપાઠનું સ્વરૂપ આચાર્યશ્રીએ પોતે રચેલ ભાષ્ય સાથે બંધબેસતું હોવાથી ભાગ્યમાન્ય પણ કહેવાય છે. દિગબરીય કહેવાતા સૂત્રપાઠનું સ્વરૂપ “સર્વાર્થસિદ્ધિ સાથે બંધબેસતું હોવાથી તેને સર્વાર્થસિદ્ધિમાન્ય કહેવાય છે. ભાગ્યમાન્ય સૂત્રપાઠની સંખ્યા ૩૪૪ અને સર્વાર્થસિદ્ધિ માન્ય સૂત્રપાઠની સંખ્યા ૩૫૭ ની છે.
સારાયે જૈન સમાજમાં આ તત્ત્વાર્થસત્ર શાસ્ત્ર અત્યંત પ્રસિદ્ધ છે. આ સૂત્રને વેતાંબર, દિગંબર આદિ સર્વ ફિરકાઓ જૈનમતના તત્ત્વજ્ઞાનના આધારભૂત ગ્રંથ તરીકે એકીઅવાજે સ્વીકાર કરે છે અને આ ગ્રંથ જનમતમાં સર્વસામાન્ય આદરણય ગ્રંથ તરીકે પ્રસિદ્ધ છે.
F
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org