________________
આગમમાં દેશન
વેલ છે. આ કારણથી જનદર્શનમાં પાયાની વાત નવ અગર સાત તત્ત્વની વિચારણા રહેલ છે.
ઉત્તરાધ્યયનસૂત્રમાં નવ તત્ત્વના ઉલ્લેખ છે. આચાર્ય શ્રી ઉંમા સ્વાતિએ ‘તત્ત્વાર્થ સૂત્ર'માં સાત તત્ત્વની વિચારણા કરીને અને ત્યારમાદ ‘પ્રશમરતિ’માં નવ તત્ત્વ દ્વારા આગમના સાર તેમજ જૈન તત્ત્વજ્ઞાન સપૂર્ણ પણે આવી જાય તેવી રૂડી રીતે ગ્રંથરચના કરી છે. વિષયને પરિપૂર્ણ કરવા જૈનદર્શનની જ્ઞાનમીમાંસાને પણ તેઓએ તેમની કૃતિમાં રાગ્ય સ્થાન આપેલ છે.
વળી, તે સમયમાં બ્રાહ્મણ વિદ્વાનેાએ સંસ્કૃત ભાષામાં સૂત્રો રચવાની જે શૈલી અપનાવી તે પ્રતિષ્ઠિત થઈ ગયેલ હતી. તે શૈલીનુ' આક શુ જોઈ ને વાચક ઉમાસ્વાતિએ તે શૈલી અને ભાષા અપનાવી છે. આ રીતે જન સ`પ્રદાયમાં સંસ્કૃત ભાષામાં ટૂંકાં ટૂંકાં સૂત્રો રચનાર તરીકે સૌથી પહેલા તેઓ જ ગણાય છે.
૧૩
આ મૂળ સૂત્રેા ઉપર આચાર્યશ્રીએ પેાતે જ ભાષ્ય લખ્યુ છે. ત્યારબાદ ગિબર આચાર્ય પૂજ્યપાદ સ્વામીએ સર્વાર્થ સિદ્ધિ નામની ટીકા રચી છે. તેના પછી દિગંબર આચાર્ય ભટ્ટ અકલ કે રાજવાર્તિક નામની ટીકા રચી છે અને સર્વાસિદ્ધિનું વિવરણ કરેલ છે. ત્યારખાદ વિદ્યાનન્દે તત્ત્વા લેાકવાર્તિક નામની ટીકા રચી છે. પતિશ્રી સુખલાલજીએ કથન કરેલ છે કે “તત્ત્વાર્થી ઉપરના ઉપલબ્ધ શ્વેતાંખરીય સાહિત્યમાંથી એકે ગ્રંથ ‘રાજવાર્તિક’ કે શ્ર્લોકવાર્તિક”ની સરખામણી કરી શકે તેવા દેખાયા નથી. ભાષ્યમાં દેખાતા આછા દાનિક અભ્યાસ સર્વાર્થસિદ્ધિમાં કંઈક ઘેરા અને છે અને તે રાજવાર્તિકમાં વિશેષ ઘટ્ટ થઈ, છેવટે શ્લેાકવાર્તિકમાં ખૂબ જામે છે.” (શ્રી પૂંજાભાઈ જૈન ગ્ર ંથમાલામાં પ્રસિદ્ધ થયેલ ‘તત્ત્વાર્થ સૂત્ર’-વિવેચક પતિવયં સુખલાલજીના ‘પરિચય' વિભાગમાં પાતુ ૧૦૧).
મૂળ સૂત્રેા ઉપર આચાર્યશ્રીએ પેાતે જ લખેલ ભાષ્ય સિવાયની બીજી બધી મહત્ત્વની વ્યાખ્યાઓ દિગ ંબર આચાર્યની જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org