________________
સમકિત વિચાર
નામથી જાણીતા છે. દિગંબર તત્વાર્થસૂત્રકાર ઉમાસ્વામીને કુંદકુંદ સ્વામીના શિષ્ય તરીકે માને છે.
જૈન સાહિત્યમાં આ ઉમાસ્વાતિ પ્રથમ સંસ્કૃત લેખક છે. જેના આગના બધા પદાર્થોને સંગ્રહ સારી રીતે કુશતાપૂર્વક તેઓએ તાવાર્થસૂત્રમાં કરેલ છે. તેઓશ્રી અગિયાર અંગેનું દઢ જ્ઞાન ધરાવતા હતા તેવી સર્વ સામાન્ય માન્યતા છે. શ્વેતાંબર આચાર્યોએ ‘પૂર્વવિત્' વિશેષણ અને દિગંબર આચાર્યાએ “શ્રુતકેવલિદેશીય જેવાં પ્રશંસાસૂચક વિશેષણ તેઓ માટે વાપરેલ છે. તેઓના સમય સંબંધમાં વિદ્વાનોમાં મતભેદ છે–તેઓશ્રી ઈ. સ. ની પ્રથમથી ચોથી શતાબ્દીના ગાળામાં થયા હશે તેમ સામાન્ય માન્યતા છે.
તત્ત્વાર્થસૂત્ર જેન આગના બધા પદાર્થોને શ્રેષ્ઠ સંગ્રહગ્રંથ છે. એમાં લગભગ સાડા ત્રણસો સંસ્કૃત સૂત્રો છે. આ સૂત્રો દસ અધ્યાયોમાં વહેચાયેલ છે. પ્રથમ અધ્યાયમાં જ્ઞાન-મીમાંસા છે, બીજાથી પાંચમામાં ય મીમાંસા છે અને બાકીના પાંચ અધ્યાયમાં ચારિત્ર મીમાંસા છે.
આપણે જોયું કે તાંબર અને દિગંબર-બંને સંપ્રદાયનું સાહિત્ય જુદું જુદું છે. આમ હોવા છતાં જૈન તત્વજ્ઞાનનું જે સ્વરૂપ સ્થિર થયેલું છે તે બંને સંપ્રદાયમાં ફેરફાર સિવાયનું એક જ જેવું છે. જૈનમતના તમામ ફાંટાઓ માત્ર આચારભેદ ઉપર સર્જાયેલા છે. તેમના તત્ત્વચિંતનની બાબતમાં કોઈ નોંધપાત્ર મૌલિક ભેદ નથી.
ભગવાન મહાવીરે પોતાની મીમાંસામાં ઝેય તત્વ અને ચારિત્રને સરખું જ સ્થાન આપેલ છે એટલે તેમની તત્ત્વમીમાંસામાં એક બાજુ જીવ-અજીવન નિરૂપણ દ્વારા જગતના સ્વરૂપનું વર્ણન છે અને બીજી બાજુ આસવ, સંવર આદિ તને વર્ણવી ચારિત્રનું કવરૂપ દર્શા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org