________________
આગમમાં દર્શન
મંગલ ભગવાન વીરે, મંગલ ગૌતમે ગણિ,
મંગલ કુંદકુંદાચાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ છે કુંદકુંદાચાર્ય રચિત સમયસાર, પ્રવચનસાર અને પંચાસ્તિકાયત્રણે ગ્રંથ ઉપર આચાર્ય અમૃતચંદ્રજીએ સંસ્કૃત ભાષામાં ટીકા લખી છે. અમૃતચંદ આચાર્ય પરમ આધ્યાત્મિક સંત, રસસિદ્ધ કવિ અને સફળ ટીકાકાર તરીકે અદ્વિતીય સ્થાન ધરાવે છે.
આ છે દિગબર સમાજનો શ્રુત-સોત.
પંડિતવર્ય શ્રી સુખલાલજીએ કથન કરેલ છે કે શ્વેતાંબર અને દિગંબર અને સંપ્રદાયનું સાહિત્ય જુદું જુદું છે, તેમ છતાં જૈન તત્ત્વજ્ઞાનનું જ સ્વરૂપ સ્થિર થયેલું છે તે અને સંપ્રદાયમાં ફેરફાર સિવાયનું એક જ જેવું છે. જેના મતના તમામ ફાંટાઓ માત્ર આચારભેદ ઉપર સર્જાયેલા છે, તેમના તત્ત્વચિંતનની બાબતમાં કઈ નેધપાત્ર મૌલિક ભેદ નથી. જે કાંઈ થડે પણ ભેદ છે તે તદ્દન સાધારણ જેવી બાબતોમાં છે અને તે પણ એ નથી કે જેમાં સમન્વયને અવકાશ જ ન હોય.
આ અવલોકનના અનુસંધાને આગોત્તર દર્શન સાહિત્યમાં પ્રથમ કેટિનું આગવું સ્થાન ધરાવતા આચાર્ય શ્રી ઉમાસ્વાતિ અને તેમની રચના તત્ત્વાર્થ સૂત્ર અંગે હવે વિચારણા કરીશું.
આગમેત્તર સાહિત્યમાં ‘તત્વાર્થસૂત્ર જેનમતના દાર્શનિક શાસ્ત્ર તરીકે પ્રથમ કેટિનું પિતાનું આગવું સ્થાન ધરાવે છે. તત્ત્વાર્થ સૂત્રકાર આચાર્યશ્રી ઉમાસ્વાતિ જૈન સંપ્રદાયના બધા ફિરકાઓમાં એકી અવાજે આદરણીય છે. તેઓને દિગંબરે પોતાની શાખામાં થયેલા અને તાંબરે પિતાની શાખામાં થયેલા માનતા આવ્યા છે. દિગબર પરંપરામાં એ ઉમાસ્વામી અને ઉમાસ્વાતિ નામથી જાણીતા છે, જ્યારે વેતાંબર પરંપરામાં તેઓ ફક્ત ઉમાસ્વાતિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org