________________
સમકિત વિચાર આગમ ગ્રંથ વિચ્છિન્ન થયાના મતભેદ ઉપરાંત મહાવીર સ્વામીના જીવનની કેટલીક હકીકતો વિશે પણ બે સંઘ વચ્ચે મતભેદ રહેલ છે. તે ઉપરાંત આ બંને સંપ્રદાયો વચ્ચે મતભેદના નાના નાના મુદ્દાઓ બાદ કરતાં મુખ્ય મુદ્દાઓ સામાન્ય રીતે પાંચ ગણાય છે જે નીચે મુજબ છે : દિગંબર માન્યતામાં (૧) સાધુઓ વસ્ત્ર ન પહેરે (૨) તીર્થકરની પ્રતિમા નગ્ન-અવસ્થામાં, આભૂષણ વિનાની તેમજ નીચે ઢાળેલી આંખે વાળી (૩) સ્ત્રીઓ મેક્ષ ન પામી શકે-(૪) મહાવીર સ્વામીએ લગ્ન કરેલ નહોતું અને (૫) કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી કેવળજ્ઞાની સ્થૂલ આહાર લેતા નથી.
અંતિમ શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુ સ્વામી મનાય છે. તે સમય સુધી દ્વાદશાંગ શાસ્ત્રોને પ્રમાણભૂત મનાયાં હતાં, પરંતુ કાલદેષના કારણે ધીમે ધીમે આગમ ગ્રંથે વિચ્છિન્ન થઈ ગયાની માન્યતા દિગબર સંપ્રદાયની રહી છે.
ભદ્રબાહુ આચાર્યની પરિપાટીમાં દિગંબર મતે બે મહા સમર્થ ધરસેન આચાર્ય અને ગુણધર આચાર્ય થયા.
ધરસેન આચાર્ય પરંપરાના આચાર્યોએ પખંડાગામ, ધવલ, મહા ધવલ, જય ધવલ, ગમ્મદસાર, લબ્ધિસાર, ક્ષપણસાર આદિ શાસ્ત્રોની રચના કરી છે તેને દિગંબર સમાજ પ્રથમ શ્રુતસ્કંધ માને છે.
ગુણધર આચાર્ય પરંપરામાં આચાર્ય શ્રી કુંદકુંદાચાર્યું પંચાસ્તિકાય, પ્રવચનસાર, સમયસાર, નિયમસાર, અષ્ટપાહુડ આદિ શાસ્ત્રો રચ્યાં, એ દ્વિતીય શ્રુત–સ્કંધ ગણાય છે. '
કુંદકુંદાચાર્યને સમય વિક્રમ સંવતના પ્રારંભ મનાય છે. દિગંબર જૈન પરંપરામાં તેમનું સ્થાન સર્વશ્રેષ્ઠ મનાય છે. દિગંબર સમાજમાં શાસ્ત્ર અધ્યયનના પ્રારંભમાં મંગલાચરણની પ્રાણાલિકા છે તે મંગલાચરણ નીચે મુજબ છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org