________________
આગમમાં દશન
- શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજ ૪૫ આગમને સ્વીકાર કરે છે, તે એ રીતે કે ૪ મૂળ સૂત્રોમાં આશ્યક સૂત્ર અને પિંડનિર્યુક્તિ ઉમેરીને છ મૂળ સૂત્રો તેમજ મહાનિશીષ અને પંચકલ્પ-બંને ઉમેરીને છ છેદસૂત્રો–એ રીતે ૩૧+૨+૨=૩૫ સૂત્રો તેમજ વધારાના દશ પ્રકરણ ગ્રંથે તેમ ૪૫ સૂત્રોને આગમ તરીકે માન્ય કરે છે. આ છે તેઓને શ્રુત-સ્ત્રોત.
ગણધર ભગવંતોએ સંપૂર્ણ દ્વાદશાંગીની રચના અર્ધમાગધિ ભાષામાં કરી છે. માગધ અને બીજી ભાષાના શબ્દોનું મિશ્રણ તે અર્ધમાગધ ભાષા છે.
મહાવીર સ્વામી પછી સાતમા સંઘપતિ સંભૂતિવિજયના મૃત્યુ બાદ તેમના ગુરુભાઈ ભદ્રબાહુ સંઘપતિ બન્યા. જે છેલ્લા શ્રુતકેવળી હતા. જંબુસ્વામી પછીના સંઘપતિઓ શ્રુતકેવળી કહેવાય છે કારણ કે તેમને શ્રુત એટલે શાસ્ત્રો દ્વારા તેનું પરિપૂર્ણ જ્ઞાન હતું.
ચંદ્રગુપ્ત મૌર્યના વખતમાં મગધ દેશમાં બાર વર્ષનો ભારે દુકાળ પડેલ. તે સમયે ભદ્રબાહુ પિતાના કેટલાક અનુયાયીઓ સાથે નેપાળ ગયા હતા, અન્ય મતે દક્ષિણમાં કર્ણાટક તરફ ચાલ્યા ગયા હતા. બાકી રહેલા કેટલાક સાધુએ નાયક સંભૂ વિજયના શિષ્ય સ્થૂલભદ્રના શિષ્ય બન્યા અને મગધમાં જ રહ્યા આ મત વેતામ્બરોનો છે.
ત્યારબાદ આ બંને સઘે વચ્ચે આગમ ગ્રંથ બાબત મતભેદ પડવો. મૂળ ગ્રંથ સમૂળગા નષ્ટ થઈ ગયા છે અને ભદ્રબાહુની ગેરહાજરીમાં એકત્રિત કરેલ ગ્રંથે પ્રમાણભૂત નથી તેમ દિગંબરેએ જાહેરાત કરી અને આગમ જેવી મુખ્ય બાબતમાં બે સ વચ્ચે મતભેદ પડડ્યો. મતભેદ વધતા વધતા વજસ્વામીના શિષ્ય વાસેનના સમયમાં એટલે કે મહાવીર સ્વામી પછી લગભગ ૬૦૦ વર્ષ બાદ તે બે સંઘ વેતાંબર અને દિગબર નામથી છૂટા પડી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org