________________
પ્રકરણ ૧૦માં સમકિતના પ્રકારે, ૧૧માં સમક્તિનાં લક્ષણ,. ૧૨માં સમકિતના અંગ, ૧૩માં સમતિની રુચિ અને ૧૪માં સમ-- ક્તિના ૬૭ બેલ અંગે જરૂરી માહિતી આપવામાં આવી છે.
આ ગ્રંથમાં જે જે ગ્રંથને આધાર લીધે છે અગર જે જે ગ્રંથમાંથી પદ્યન ટાંચણ કરેલ છે તેઓને નિર્દેશ સામાન્ય રીતે
જ્યાં ત્યાં કરેલ છે, તે તે સર્વ ગ્રંથકારોને અંતઃકરણ પૂર્વક ઉપકાર માનું છું. વળી, અપરિચિત કે વિચારને અપનાવતાં શ્રદ્ધાળવર્ગ અચકાય તે સ્વાભાવિક છે, એટલે તેઓને શાસ્ત્ર પ્રમાણ મળી રહે, તે પણ એક હેતુ છે. અભ્યાસીઓને આ દિશામાં મૂળ શાસ્ત્ર વાંચવું હોય તો આધાર અને સ્થાન બતાવેલ હોવાથી, મૂળ શાસ્ત્ર વાંચવાની અનુકૂળતા રહે અને સ્વયં વધુ ચિંતન-મનન કરવા પ્રેરાય. શાસ્ત્રપાઠની સાક્ષી વિના, સળંગ નિરૂપણ આમજનતાની દષ્ટિએ કદાચ વધુ રેચક બનત, પરંતુ શ્રુત-અભ્યાસી જીવોની સુગમતા નજરમાં રાખી આધાર અને સ્થાન જ્યાં ત્યાં સામાન્ય રીતે બતાવેલ છે.
આ ગ્રંથમાં આધાર લીધેલ ગ્રંથો તેમજ તેના જેવા ઉચ્ચ કેટિના અન્ય ગ્રંથમાંથી આવું પાથેય મળી શકે છે, પરંતુ આવા મળ ગ્રંથ વાંચવાનું સામાન્ય સાધક-જિજ્ઞાસુ માટે કઠિન છે. વળી, આજની પરિસ્થિતિમાં આવા વાંચન માટે તેટલો સમય મેળવ તે પણ કઠિન છે. આવા સાધકે ટૂંકા સમયમાં સરળતાથી સમ્યગુદર્શન જે ગહન અને સૂક્ષમ વિષય સમજી શકે તે આ ગ્રંથ પાછળ શુભ આશય છે. વિષયની ગહનતાના કારણે સરળ ભાષા. વાપરવાની મર્યાદા રહી છે અને નાછૂટકે પારિભાષિક શબ્દ પણ વાપરવા પડયા છે. વળી, આગળ પાછળ જવાની તકલીફ લીધા. વગર કારણકાર્ય સંબંધ વાચક એક જ સ્થળે મેળવી શકે અને ઓછા સમયમાં સરળતાથી સમજી શકે તેવા શુભ આશયથી કોઈ કેઈ સ્થળે પુનરુક્તિ કરી છે અને પુનરુક્તિ દેષ પણ વહેરી લીધો છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org