________________
પ્રકરણ ૫ માં કથાનુગ અને ચરણાનુગના દષ્ટિકોણથી અને શૈલીથી, પ્રકરણ ૬ માં દ્રવ્યાનુયેગના દષ્ટિકેણ અને શૈલીથી તેમજ પ્રકરણ ૮ માં કરણનગના દષ્ટિકોણ અને શૈલીથી સમક્તિના સ્વરૂપની ચર્ચા-વિચારણા કરી છે. વચમાં પ્રકરણ ૭ માં કથાનુગ તેમજ દ્રવ્યાનુયોગની સમકિતની વ્યાખ્યાઓના અર્થ–વિકાસ અંગે અવલોકનરૂપે પણ ચર્ચા-વિચારણા કરી છે. આ વિચારણાના પરિણામે આપણે જોયું કે સમદષ્ટિ અને મિથ્યાદષ્ટિને અનુક્રમે તત્ત્વવિષયક શ્રદ્ધા કે અશ્રદ્ધા એ જ અર્થ વિકાસક્રમમાં ફલિત થાય છે.
વિષયનિરૂપણની સળંગતાના હેતુથી વચ્ચેના પ્રકરણે છોડી, આપણે સીધા પ્રકરણ-૧૫નો વિચાર કરીએ. આ પ્રકરણમાં આપણે શુદ્ધો પગની ચર્ચા-વિચારણા કરી છે. ઉપગ એ જૈનદર્શનનો પારિભાષિક શબ્દ છે. ચેતના-વ્યાપારને ઉપયોગ કહેવાય છે. જેના વડે આભા, દર્શન અને જ્ઞાનનું પ્રવર્તન કરવાની અભિમુખતાવાળા થાય એ જે ચેતના-વ્યાપાર તે ઉપગ છે. આત્માની અનુભૂતિરૂપી સંવેદના તે દર્શન-ઉપગ અને સત્ય સ્વરૂપની સમજણ તે જ્ઞાન-ઉપગ કહેવાય છે. આ બંને પાસાંઓની વિશુદ્ધ અવસ્થા પ્રાપ્ત થયે સમકિત કહેવાય છે અને આ શુદ્ધ ઉપગ અનંત અને સદાયે પ્રવર્તતુ આમાનું સુખ પરિણામે નિપજાવે છે.
આ વિકાસક્રમ જોતાં, તત્ત્વશ્રદ્ધા એ સમદષ્ટિને છેવટને અર્થ નથી. છેવટનો અર્થ તો તવસાક્ષાત્કાર છે. તવશ્રદ્ધા એ તે તત્ત્વસાક્ષાત્કારનું એક સોપાન માત્ર છે. દર્શન-ઉપગ અને જ્ઞાનઉપચોગ જ્યારે જીવનમાં વણાઈ જાય ત્યારે જ તત્વસાક્ષાત્કાર થાય છે અને એ જ સમ્યગદર્શનને અંતિમ અર્થ છે.
જૈનદર્શન અનેકાન્તવાદી-સ્યાવાદી છે, જ્યારે બીજા ભારતીય દર્શનો એકાન્તવાદી છે એટલે વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કરવાની જિનપદ્ધતિ અને જિનવાણીનું સ્વરૂપ બીજ દર્શનેથી જુદુ તરી આવે છે. પ્રકરણ ૯માં જિનવાણીના સ્વરૂપ અંગે વિચારણા કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org