________________
૧૦૨
સમકિત વિચાર
મલીન-અશુદ્ધ, વિપરીત તેટલું જ તેમાંથી પસાર થતું જ્ઞાન મલીન, અશુદ્ધ અને વિપરીત હોય છે.
જ્યારે આપણે ભર ઊંઘમાં પડ્યા હોઈએ ત્યારે આપણું મન પરિણામ પામતું નથી, એટલે અજ્ઞાનમાં લય પામ્યું છે એમ કહી શકાય. આવી જ રીતે જાગૃત દશામાં જે મન આત્મજ્ઞાનમાં લય પામે તો રાગદ્વેષરૂપ પરિણતિ અને તેથી ઉત્પન્ન થતાં હર્ષશેક વિગેરે આપણામાં થાય જ નહીં. અજ્ઞાન મનાયોગ હોય તો જ રાગ-દ્વેષ, અભિમાન, ઈચ્છા, આશા, હર્ષ, શેક વિગેરે ઉત્પન્ન થાય છે. આ રીતે જગત દુઃખરૂપ નથી પરંતુ જીવની અજ્ઞાનતા દુઃખરૂપ છે.
જૈનદર્શનની માન્યતા મુજબ મન મુગલોને પર્યાય હેવાથી જડ છે અને ઉપગ તે ચેતનને પર્યાય છે. મનગની શુદ્ધતા ભાવમનની શુદ્ધતાના આધારે છે. ભાવમનની શુદ્ધતા અગર અશુદ્ધતાને ઉદ્દભવ મેહનીય કર્મના ક્ષચક્ષપશમ-ઉપશમ કે ઉદયના નિમિરો છે. આ રીતે શુદ્ધતા-અશુદ્ધતાના આધારે ઉપગની શુદ્ધતા-અશુદ્ધતા રહે છે.
આ રીતે ભેદવિજ્ઞાન અંતરમાં ઉતરે, દર્શનમોહ છૂટે ત્યારે જ સમકિતનું બીજુ પાસુ–સત્ય સ્વરૂપ-સ્પષ્ટ થાય અને સત્યની સમજણ વ્યવસ્થિત થાય છે.
જ્યાં સુધી આપણે રાગ, દ્વેષ અને મેહની છાયાજન્ય વિકૃતિથી સર્વથા મુક્ત ન થઈએ ત્યાં સુધી ઉપગ કષાયની તરતમતાના પ્રમાણમાં આપણે ઉપગ આંશિક શુદ્ધ અને આંશિક અશુદ્ધ પ્રકારના હોય છે. જ્યારે કાષાયિક બળ એટલે સંકલેશનું બળ વધારે હોય ત્યારે શુદ્ધિની માત્રા ઓછી હોય અને અશુદ્ધિની માત્રા વધુ હોય છે. સંકલેશનું બળ જેમ ઘટે તેમ શુદ્ધિની માત્રા વધે અને અશુદ્ધિની માત્રા ઘટે છે. એ રીતે સંસારી જીવના એક જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org