________________
શુદ્ધ ઉપયોગ
૧૦૧
ઉપગ જે શુભ હય, સંચય થાય પુણ્યતણો તહી, ને પાપસંચય અશુભથી, જ્યાં ઉભય નહી, સંચય નહીં.”
(કબા આશ્રમ—દનિક ભક્તિક્રમ, પાન–૬૧) રાગ-દ્વેષ–મોહની છાયાને સ્પર્શ ન હોય, વિકારને સ્પર્શ ન હોય અને રેય વસ્તુના બોધ સમયે માત્ર જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવ જ હોય ત્યારે જ આત્મા શુદ્ધ ઉપયોગી કહેવાય છે. * પિતાનાથી અન્ય પદાર્થોમાં જીવનો જે મૂઠભાવ, જીવનું મમત્વ, તે મોહ કહેવાય છે. મોહયુક્ત જીવ અન્ય પદાર્થોમાં રાગ-દ્વેષ પામી શ્રુભિત થાય છે.
માયા, લોભ, હાસ્ય, રતિ એ ચાર તેમજ પુરુષ-સ્ત્રી-નપુંસક એ ત્રણ વિકાર તેમ સાત પ્રકૃતિ સાગરૂપ છે અને ક્રોધ, માન, અરતિ, શેક, ભચ, જુગુપ્સા એ છ ઠેષ પ્રકૃતિ છે.
મેહ, રાગ, દ્વેષના નિમિત્તથી આત્માને જ્ઞાન-દર્શન સ્વભાવ વિકારસહિત ક્ષોભરૂપ, ચલાચલ વ્યાકુલ થાય છે. આ વિકારોથી રહિત શુદ્ધદર્શન જ્ઞાનરૂપ નિશ્ચય તે જ આત્માનો ધર્મ છે. “છે ધર્મ ભાવે મોહ, લોભ વિહીન નિજ પારણામને.”
(કુંદકુંદાચાર્ય–ભાવ પાહુડ-ગા. ૮૩) બાહ્ય જગતમાં આપણે જ્યારે કઈ પણ વસ્તુને જોવાનું બને છે ત્યારે સાથે સાથે આપણે માનસિક કલપનાઓથી ઉત્પન્ન થયેલું, સૂક્ષમ આકારવાળું મનોમય જગત પણ સઈએ છીએ. મનોમય જગતને સર્જક અભિમાની બની, આ મનમય જગતના વિવિધ વિકારો જોઈને, ઈષ્ટ-અનિષ્ટમાં, રાગ-દ્વેષ કે હર્ષ-શેક કરી, મારું તારું માની. સ્વ-બનાવટી હિત-અહિત, શત્રુ-મિત્ર સમજી અજ્ઞાનભાવી બને છે; આ સર્વ મનોમય કાલ્પનિક જગત ઉત્પન્ન કરે છે. વળી, પાછો તેમાં જ વિલીન પણ થાય છે. આ મનોમય જગત બુદ્ધિ તથા મનના ચશ્માં દ્વારા પ્રકાશિત થાય છે. બુદ્ધિ-મન જેટલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org