________________
શુદ્ધ ઉપયોગ
૧૦૩
ઉપગમાં એક જ વખતે તરતમતાથી શુદ્ધિ અને અશુદ્ધિ-બંને અંશે હોય જ છે.
આધ્યાત્મિક વિકાસ ક્રમને પાયે એ જ છે કે ઉપગની અશુદ્ધિ ઘટતી જાય અને શુદ્ધિ વધતી જાય; એટલે કે સંકલેશનું બળ ઉત્તરોત્તર ઓછું થતું જાય અને છેવટે ક્ષય થાય.
અશુદ્ધિ વખતે, આત્મા સ્વભાવથી જ્ઞાન-સ્વરૂપ હોવા છતાં અજ્ઞાન કેન્ટિને આશ્રય લે છે. તે વખતે પણ “હું હોય છે પરંતુ તે મન-શરીર આદિને “હું” પણે માને અને મન તથા શરીરમાં ભાન ભલીને તે રીતે પરિણમે. સ્વપ્રમાં જેમ મન વિવિધ પ્રકારની વાસનાઈચ્છાઓને લઈને વિવિધ આકારો ધારણ કરે છે પણ જાગૃત થતાં તે સર્વ લય પામી જાય છે તેમ વ્યવહારમાં અજ્ઞાન વખતે મન વિવિધ આકૃતિઓ ધારણ કરી, હર્ષ–શેકમાં લીન થાય છે. તે જ હું” આમાં પિતે પિતામાં ભેદવિજ્ઞાન પામતા, મનની બધી કલ્પનાઓ જાણે બીલકુલ હતી જ નહિ, પાયા વગરની હતી તેવી રીતે આપ- આપ વિલય પામે છે. આ સાચા હુંવિશુદ્ધ હું-ની જાગૃતિ થતાં હ દષ્ટા-પ્રકાશક છું, સર્વ મારાથી દશ્ય તથા પ્રકાશ પામનારાં છે તે પ્રતીતિ થતાં, સર્વ માનસિક-મનમય પ્રપંચ વિલય પામે છે.
હું જ્ઞાતા-દ્રષ્ટા છું.” તે પ્રતીતિ પણ એક ઊંચી વૃત્તિ છે. તે આખરી અવસ્થા નથી કારણ કે ત્યાં વિકલ્પ છે. તે પણ શાંત કરી, તેટલું પણ મન દ્વારા કરાતુ અભિમાન યા પરતંત્રપણું શાંત કરી, સ્વરૂપમાં વિશ્રાંતિ પમાય ત્યારે અને મન-વાણુના વિષયથી પાર જવાય ત્યારે તે જ શુદ્ધ સ્વરૂપ છે, તે જ સ્વભાવ રમણતા અને તે જ અભેદ સ્વરૂપ છે.
“શુદ્ધ, બુદ્ધ, રૌત ઘન, સ્વયંયોતિ સુખધામ, બીજુ કહિયે કેટલું કર વિચાર તો પામ.”
(શ્રીમદ્ રાજચંદ્રજી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org