________________
શુદ્ધ ઉપયોગ
૯૫
પ્રયત્ન અને પ્રવૃત્તિરૂપે બને ત્યારે જ દર્શન અને જ્ઞાનનો ઉપયોગ કહેવાય છે.
- રેય પદાર્થનું ભાન થવામાં જીવન દર્શનગુણરૂપ અને જ્ઞાનગુણરૂપ યોગ્યતા જ કામ કરતી હોવા છતાં જીવને ક્રિયાશીલ પણ બનવું જ પડે છે. આ કારણે ઉપગ પ્રવર્તનમાં આત્માને સહકાર દેનાર જીવના વીર્યગુણની પણ જરૂર પડે છે. આત્મા, જેમ જ્ઞાનદર્શનથી યુક્ત છે તેમ વીર્યથી પણ યુક્ત છે. આ વીર્યગુણની સહાય વિના આત્મ-પ્રયત્ન થઈ શકતો નથી. આ રીતે આત્માના વીર્ય ગુણ વડે ચૈતન્યશક્તિનું યને જાણવામાં કરાતું પ્રવર્તન તે ઉપગ છે.
ચેતનાને મૂળ સ્વભાવ માત્ર જાણવા-દેખવાને છે; એટલે કે ચેતનામાં જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવ છે. આપણે જ્યારે આપણા સ્વભાવમાં કે અસ્તિત્વમાં હોઈએ ત્યારે કેવળ જણવા–દેખવાનું જ બને છે. બીજી રીતે કહીએ તો ચૈતન્યતા જ્યારે શેયપદાર્થના માત્ર (રાગાદિ રહિત) જ્ઞાનમાં જ વર્તે છે ત્યારે આત્મા શુદ્ધ ઉપગી કહેવાય છે, અને રાગાદિ સહિત વર્તે છે ત્યારે અશુદ્ધ ઉપયોગી કહેવાય છે.
ઉપયોગ શુદ્ધિ એ જ આત્માની સ્વભાવદશા છે. જ્યારે માત્ર જ્ઞાન-વ્યાપાર હોય છે ત્યારે સમતારસ–શાંતરસ જ હોય છે. સમતારસ – શાંતરસ – ઉપશમરસ-પ્રશમરસ -એ બધા પર્યાયવાળી શબ્દ છે.
- સાધકનું નિશાન શુદ્ધ ઉપગનું છે એટલે શુદ્ધ ઉપયોગના લક્ષે આપણે પ્રથમ દર્શન-ઉપયોગ અને ત્યારબાદ જ્ઞાન-ઉપગના રહસ્યમય અર્થ જાણવા અંગે વિચારણું કરીશું.
() દશન-ઉપયોગ દર્શન-ઉપગને રહસમચ અર્થ સમજવા માટે હવે જરા વિસ્તારથી વિચારણા કરીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org