________________
સમકિત વિચાર
ઇદ્રિયના વર્ણનમાં દર્શન શબ્દને અર્થ નેત્ર વડે દેખવા માત્ર થાય છે; અત્રે દર્શન શબ્દને અર્થે વસ્તુનું સામાન્ય ગ્રહણ માત્ર એ અર્થમાં દર્શન શબ્દ વપરાયેલ છે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ.”
(આત્મસિદ્ધિ, ગાથા-૮) સામાન્ય બોધ થયા પછી તેના રૂપ, રંગ, અવયવ વિગેરેનો વિશેષ બંધ થાય તેને જ્ઞાન કહેવાય છે. ઉત્પત્તિને ક્રમથી આ રીતે દર્શન પહેલું છે અને ત્યારબાદ જ્ઞાન થાય છે.
ચેતના વ્યાપારને ઉપયોગ કહેવાય છે એટલે વસ્તુના બેધપ્રતિ આત્માની પ્રવૃત્તિ અથવા વિષય તરફની અભિમુખતા એ ઉપયોગ શબ્દને અર્થ થયો. બીજી રીતે કહીએ તો જેના વડે આત્મા દર્શન અને જ્ઞાનનું પ્રવર્તન કરવાની અભિમુખતાવાળો થાય એ જે ચેતના વ્યાપાર તે ઉપગ કહેવાય છે.
છે જીવ જ્ઞાનસ્વભાવ ને, તન્યયુક્ત, ભાખ્યું જિને, એ જીવ છે જ્ઞાતવ્ય, કર્મવિનાશકરણ નિમિત્ત જે
(કુંદકુંદાચાર્ય-ભાવપાહુડ, ગાથા-૬૨) જીવ ચેતના સહિત, જ્ઞાન સ્વભાવી છે. આ પ્રકારની જીવની ભાવના કરતાં તે કર્મને ક્ષયનું નિમિત્ત બને છે.
દર્શન અને જ્ઞાનની શક્તિ એ તો દર્શનાવરણીય અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષોપશમ કે ક્ષયથી જીવમાં ખુલ્લી થાય છે. ખુલી થયેલ આ શક્તિને દર્શનલબ્ધિ અને જ્ઞાનલબ્ધિ કહેવાય છે. લબ્ધિવંત છવ આ લબ્ધિને દર્શન-ઉપયોગ અને જ્ઞાન-ઉપયોગ દ્વારા પ્રકાશિત કરે છે અને ત્યારે જ તે ય પદાર્થને જાણી શકે છે. લબ્ધિ (શક્તિ) હેવા છતાં ઉપગ વગર જીવ પદાર્થને જાણી શકે નહીં એટલે દર્શન અને જ્ઞાનની લબ્ધિ વડે જીવ જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org