________________
૧૫
શુદ્ધ ઉપયોગ
(૧) ઉપગ ઉપયોગ એ જૈનદર્શનને પારિભાષિક શબ્દ છે. જૈનદર્શન મુજબ આ સમગ્ર વિશ્વ તે જીવ અને અજીવ એટલે ચેતન અને જડ–એ બે તત્ત્વોથી ભરપૂર છે. જીવ કે જેને આત્મા અને ચેતન પણ કહેવાય છે તે અનાદિ સિદ્ધ સ્વતંત્ર દ્રવ્ય છે. તાત્ત્વિક દષ્ટિએ અરૂપી હોવાથી એનું જ્ઞાન ઇદ્રિ દ્વારા થતું નથી. જગત એ અનેક જડ તેમજ ચેતન પદાર્થોનું મિશ્રણ છે. આમાં જડ અને ચેતનને વિવેકપૂર્વક નિશ્ચય કરવો હોય તે જડ અને ચેતન–અને પદાર્થના લક્ષણ જાણવા જરૂરી બને છે, (ઘણા મળેલા પદાર્થોમાંથી કેઈ એક પદાર્થને જુદો કરવાવાળા સાધનને લક્ષણ કહેવાય છે.)
જેનદર્શન મુજબ જીવનું લક્ષણ ઉપગ છે. જીવ બાબત જ્ઞાનિઓએ કથન કરેલ છે કે “ઉપગ લક્ષણમ' એટલે કે ઉપયોગ એ જીવનું લક્ષણ છે. આ રીતે ચૈતન્ય ગુણ સાથે સંબંધ રાખવાવાળા જીવના પરિણામને ઉપયોગ કહેવાય છે. બધા જીવમાં ઉપગ એક સરખે અને એક પ્રકારનો હોતો નથી, પરંતુ બધા આત્માઓમાં તરતમભાવથી ઓછોવત્તો ઉપયોગ અવશ્ય હોય છે; જ્યારે કેઈ પણ જડ પદાર્થમાં ઉપયોગ બિલકુલ હોતો નથી.
ચેતનાશક્તિ માત્ર આત્મામાં જ છે. જેમાં ચેતનાશક્તિ હોય તેમાં જ બેધક્રિયા થઈ શકે છે; બેધનું કારણ ચેતનાશક્તિ છે. જડમાં ચેતનાશક્તિ નથી એટલે જડમાં બેધક્રિયા નથી. આ બેધરૂપ વ્યાપારને જૈનદર્શનમાં ઉપયોગ કહેલ છે એટલે ઉપગ એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org