________________
૮૪
સમક્તિ વિચાર
(૩) આજ્ઞા રૂચિ : જેનાં રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન દૂર થઈ ગયાં છે એવા જિનેશ્વર કે મહાપુરુષની આજ્ઞાના નિમિત્તથી ઉપરોક્ત પ્રકારની શ્રદ્ધા પ્રાપ્ત થાય તે આજ્ઞા રુચિ છે. (૨૮/ર૦) (૪) સૂત્ર રુચિ : શ્રુતના માધ્યમથી સમકિત પ્રાપ્ત થાય તે.
(૨૮/૨૧) (૫) બીજ રુચિ : પાણીમાં નાંખેલ તેલના બિંદુની માફક જે એક પદમાં શ્રદ્ધા ઉત્પન્ન થતાં, પોતાની પ્રતિભાના બળે અનેક પદે જાણી લે છે અને સમગ્ર સિદ્ધાંતમાં શ્રદ્ધાવાન થાય છે એવા અધિકારી પુરુષની શ્રદ્ધાને બીજ રુચિ કહેવાય છે. (૨૮/૨૨)
દાતે ત્રિપદીરૂપ એક પદ ભગવાનના શ્રીમુખેથી ગણધર ભગવતો સાંભળે છે અને ત્યારબાદ તેઓ અનેક પદો રચી, અધ્યાત્મશાસ્ત્રની રચના કરે છે.
(૬) અભિગમ રુચિ : સમગ્ર શ્રુતજ્ઞાન અર્થ સાથે યથાર્થ રીતે મેળવી–તેના પ્રભાવથી યથાર્થ શ્રદ્ધા થવી તે અભિગમ રુચિ છે. (૨૮૨૩)
(૭) વિસ્તાર રુચિ : જીવ-અછવાદિ તના સર્વ ભાનું, સર્વ ને અને પ્રમાણથી વિસ્તારપૂર્વક જ્ઞાન થતાં શ્રદ્ધા-રુચિસમકિત ઉત્પન્ન થાય છે તે (૨૮/૨૪)
(૮) ક્રિયા રુચિ : દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સમિતિ અને પ્તિ વિષયક ધર્માનુષ્ઠાને ભાવપૂર્વક આચરવાથી કેઈને શ્રદ્ધારુચિ ઉત્પન્ન થાય છે તે કિયા રુચિ છે. (૨૮/૨૫)
(૯) સક્ષેપ રુચિ : શાસ્ત્રગ્રંથામાં પૂરી નિપુણતા નથી, અન્ય દર્શનને પણ જાણતો નથી, પરંતુ મિથ્યામતને ગ્રહણ કર્યો નથી એવા કેઈને સંક્ષેપથી રુચિ થવાનું કારણ સંક્ષેપરુચિ છે. (૨૮-૨૬) માસતુષ મુનિવરનું સંક્ષેપ રૂચિનું ઉત્તમ પ્રસિદ્ધ દષ્ટાંત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org