SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્યપાદ પાદલિપ્તસૂરિજી મહારાજાએ જાપના મુખ્ય ત્રણ પ્રકાર બતાવ્યા છે. (૧) માનસ જાપ : સહજ ભાવે હોઠ બંધ રાખી, દાંત એક બીજાને ન સ્પર્શે તેમ રાખી, માત્ર પોતે જ જાણી શકે તેમ‘મન’ની અંદર જાપ કરવો તે. ઉત્તમકાર્ય અને શાંતિ માટે ઉપયોગી જાપ કહેવાય છે અને શ્રેષ્ઠ પણ છે. (૨). ઉપાંશુ જાપ : હોઠનો ફફળાટ વ્યવસ્થિત રાખવા સાથે બીજાને ન સંભળાય તેમ મૌનપૂર્વક મનમાં જાપ કરવો તે, મધ્યમકક્ષાના કાર્ય માટે ઉપયોગી અને મધ્યમજાપા કહેવાય છે. (૩) ભાષ્ય જાપ : તાલબદ્ધ, શુદ્ધ ઉચ્ચાર સાથે, બીજા સાંભળી શકે, તે રીતે બોલીને જાપ કરવો તે, પોતાના કાર્ય માટે ઉપયોગી જાપ કહેવાય છે. જાપ કરવાની અન્ય ત્રણ રીતો. (૧) પૂર્વાનુપૂર્વી : ક્રમ પ્રમાણે પદ ગણવાં. દા.ત. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં ઈત્યાદિ... (૨) પશ્ચાનુ પૂર્વી : ઉલટા ક્રમથી ગણવું અર્થાત ઉત્ક્રમથી ગણવું. તે બે પ્રકારે ગણાય છે. (૧) પદના ઉત્કમથી અને ૨. અક્ષરના ઉતકમથી. દા.ત. (૧) પદનો ઉત્ક્રમપઢમં હવઈ મંગલં, મંગલાણં ચ સવ્વસિં... ઈત્યાદિ (૨) અક્ષરનો ઉત્ક્રમ-લંગમં ઈવહ મંઢપ...સિંઘેસ ચ Íલાગમ... ઈત્યાદિ (3) અનાનુ પૂર્વી : પદ્ધતિ વિશેષથી ગોઠવીને ગણાય તે. દા.ત. ૮ આંક હોય ત્યાં સવ્વપાવપણાસણો, ૨ અંક હોય ત્યારે નમો સિદ્ધાણં જાપ ક્રવાની રીતના મુખ્ય ત્રણ પ્રકાર નવપદાવર્ત જાપ શંખાવર્ત જાપ સાદો આવર્ત જાપ છે. (૧) ધારણા જપ: હાથ કે માળાની સહાયતા વગર માનસિક સંકલ્પના પૂર્વક કરતો જાપ તે. દા.ત. ધ્યાનસ્થ મુદ્રામાં બેસીને પરમાત્માનું ધ્યાન કોઈપણ દ્રવ્યના સહાય વગર કરે તે. 000 C000 નંદાવર્ત ઓમકાર વતી હું કાર આવતી સિદ્ધાવત છી (૨) કર જાપ: આંગળીના વેંઠામાં જુદાં-જુદાં આવર્તાના સહારે જાપ કરવો તે. ધારણા જાપ કરવાની અસમર્થતા હોય ત્યારે કર જાપ (કર=હાથ) કરી શકાય છે. તેમાં બન્ને હાથની આંગળીઓના વેંઢાના સહારે સંખ્યાનું પરિમાણ કરી જાપ કરાય છે. વેંઢાના સહારે બન્ને હાથના અંગૂઢાથી ગણવાનું વિધાન છે. તેમાં કહેલાં આવર્ત અનુસાર ગણવાથી શ્રેષ્ઠ ફળદાયક છે. જમણા હાથે ૧૨ અને ડાબા હાથે ૯ ની સંખ્યા હોય છે. ૯ વાર ૧૨ ની સંખ્યા ગણવાથી ૧૦૮ થાય છે. આ આવર્ત નંદાવર્ત, શંખાવર્ત, ૐ કારાવર્ત, હીં કારાવર્ત, શ્રીં કારાવર્ત, સિદ્ધાવર્ત, નવપદાવર્ત વગેરે અનેક પ્રકારના છે. આવર્તમાં અંગૂઠો ફેરવતાં અંગૂઠાનો નખ કોઈપણ વેઢામાં ન લાગે અને ૧ થી ૧૨ જમણા હાથે અને ૧-૯ ડાબા હાથે ક્રમશ ગણતાં અખંડ - સળંગ અંગૂઠો ફરવો જોઈએ. અંગૂઠો વચ્ચેથી ઉઠાવવો ન જોઈએ. સુચના: કર જાપ અનંતગણું ફળ આપે છે. (આવર્તના ચિત્રોમાં ક્રમાંક મુજબ જાપ કરી શકાય) ૩િ૮ Jain Education International a lavate & Rersone www.aline
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy