________________
શ્રી આચાર્ય ભગવંતોનું સ્વરૂપ શ્રી અરિહંત પરમાત્માના વિરહમાં “શુદ્ધ પ્રરૂપક ગુણ થકી, અરિહા સમ ભાખ્યા રે...” (નવપદજીની પૂજાની ઢાળ)ના વચન અનુસાર અરિહંત સમાન અને ધર્મના નાયક એવા શ્રી આચાર્ય ભગવંતો ૩૬ ગુણોથી અલંકૃત હોય છે. “શ્રી પંચિંદિય સૂત્ર' માં તેનું વિસ્તારથી વર્ણન કરવામાં આવશે છતાં ખૂબ ટુંકમાં અત્રે બતાવાયા છે.(૧ થી ૫) પાંચ ઈન્દ્રિયના વિષયોનું નિગ્રહ કરે, (૬ થી૧૪) નવ પ્રકારની બ્રહ્મચર્યગુણિને ધારણ કરે, (૧૫ થી ૧૮) ક્રોધ, માન, માયા, અને લોભરૂપી ચાર કષાયથી મુક્ત, (૧૯ થી ૨૩) પાંચ મહાવ્રતથી યુક્ત, (૨૪ થી ૨૮) પાંચ પ્રકારના આચારનું પાલન કરે, (૨૯ થી ૩૩) પાંચ સમિતિનું પાલન કરે અને (૩૪ થી ૩૬) ત્રણ ગુપ્તિથી ગુપ્ત એમ કુલ ૩૬ ગુણો થાય છે અને અન્ય શાસ્ત્રગ્રન્થો અનુસાર છત્રીશ
છત્રીશી (૩૬ x ૩૬ = ૧૨૯૬) થી પણ શોભે છે. શ્રી ઉપાધ્યાય ભગવંતોનું સ્વરૂપ પાઠક અને વાચકના ઉપનામથી સુપ્રસિદ્ધ એવા શ્રી ઉપાધ્યાય ભગવંતો સિદ્ધાંતને ભણે અને ભણાવે તેમજ શરણે આવેલાં સંયમીને સંયમમાં સ્થિર કરવાનું મહાન કાર્ય કરતા હોય છે. યુવરાજ અને મંત્રીની ઉપમાને વરેલા એવા શ્રી ઉપાધ્યાય ભગવંતો ગચ્છ-સમુદાયની અત્યંતર પર્ષદાને સ્વાધ્યાય-વિનય-વૈયાવચ્ચ આદિની શિક્ષા આપનારા હોય છે. તેઓ ૨૫ ગુણોથી અલંકૃત હોય છે.
' (૧) શ્રી આચારાંગ સૂત્ર (૨) શ્રી સૂયગડાંગ સૂત્ર (3) શ્રી ઠાણાંગ સૂત્ર (૪) શ્રી સમવાયાંગ સૂત્ર (૫) શ્રી ભગવતી સૂત્ર (૬) શ્રી જ્ઞાતા-ધર્મકથા સૂત્ર (૭) શ્રી ઉપાસક દશાંગસૂત્ર (૮) અન્તઃકૃત દશાંગ સૂત્ર (૯) શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર (૧૦) શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (૧૧) શ્રી વિપાક સૂત્ર..., એ અગ્યાર અંગ અને (૧) શ્રી ઉવવાઈ સૂત્ર (૨) શ્રી રાયપણેણી સૂત્ર (૩) શ્રી જીવાભિગમસૂત્ર (૪) શ્રી પન્નવણા સૂત્ર (૫) શ્રી જંબૂદ્વીપપન્નત્તિ સૂત્ર (૬) શ્રી ચંદપન્નત્તિ સૂત્ર (૭) શ્રી સૂરપન્નત્તિ સૂત્ર (૮) શ્રી કપ્રિયા સૂત્ર (૯) શ્રી કષ્પવડિંસયા સૂત્ર (૧૦) શ્રી પુફિયા સૂત્ર (૧૧) શ્રી પુચૂલિયા સૂત્ર અને (૧૨) શ્રી વહિદશાંગ સૂત્ર એ બાર ઉપાંગને ભણે અને ભણાવે, તેથી ૨૩ ગુણ થયા, (૨૪) ચરણસિત્તરિ અને (૨૫) કરણસિત્તરિને પાળે, એમ કુલ ૨૫ ગુણો થયા.
શ્રી સાધુ ભગવંતોનું સ્વરૂપ જેઓ મોક્ષ મેળવવા માટે સતત સાધના કરે અને બીજા જીવોને મોક્ષમાં જવા માટે સહાય કરે, તેઓ સાધુભગવંત કહેવાય છે. તેઓ ૨૭ ગુણોથી અલંકૃત હોય છે.
(૧) સર્વથા પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત (૨) સર્વથા મૃષાવાદ વિરમણ મહાવ્રત (૩) સર્વથા અદત્તાદાન વિરમણ મહાવ્રત (૪) સર્વથા મૈથુન વિરમણ મહાવ્રત (૫) સર્વથા પરિગ્રહ વિરમણ મહાવ્રત (૬) સર્વથા રાત્રિભોજન વિરમણ વ્રત (૭ થી ૧૨) પૃથ્વીકાય, અપકાય, તેઉકાય વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયની રક્ષા કરે (૧૩ થી ૧૭) પાંચ ઈન્દ્રિયના વિષયોનો નિગ્રહ કરે (૧૮) લોભનો નિગ્રહ કરે (૧૯) ક્ષમાને ધારણ કરે (૨૦) ચિત્તની નિર્મળતા રાખે (૨૧) વિશુદ્ધ રીતે વસ્ત્રની પડિલેહણા કરે (૨૨) સંયમયોગમાં પ્રવૃત્ત રહે એટલે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરે. (નિદ્રા-વિકથા અને અવિવેકનો ત્યાગ કરે.) (૨૩) અકુશળ મનનો સંરોધ એટલે અવળા માર્ગે જતાં મનને રોકે (૨૪) અકુશળ વચનને સંરોધે (૨૫) અકુશળ કાયાને સંરોધે (૨૬) શીત-ઊષ્ણાદિ ૨૨ પરિષહને સમભાવે સહન કરે અને (૨૭) મરણાદિ ઉપસર્ગ ને પણ સમભાવે સહે = એમ કુલ ૨૭ ગુણો થયા.
| સતત મોક્ષમાર્ગની સાધના કરતાં અનેકવિધ કષ્ટોને સહન કરતા હોવાથી, તેઓનો વર્ણ કાળો હોય છે. પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતોનો સંયમથી પવિત્ર દેહ મેલ-પસીના આદિના કારણે મલીન દેખાય, ત્યારે દુર્ગછા (અરૂચિ) કરવાથી વિચિકિત્સા અતિચાર લાગે અને તેઓનું બહુમાન-અનુમોદન કરવાથી નિર્વિચિકિત્સા આચારનું પાલન થાય છે.
આ પ્રમાણે શ્રી અરિહંત ભગવંતના ૧૨, શ્રી સિદ્ધ ભગવંતના ૮, શ્રી આચાર્ય ભગવંતના ૩૬, શ્રી ઉપાધ્યાય ભગવંતના ૨૫ અને શ્રી સાધુ ભગવંતના ૨૦ ગુણોનો સરવાળો કરીએ, તો પંચપરમેષ્ઠિના ૧૦૮ ગુણ થાય છે.
૩૬
Jan Educ
a
tional
For Private 3
AT LIBEOnly
www.jainelibretot