________________
શ્રી અરિહંત પરમાત્મા જગતકર્તા નથી
પરમાત્મા જ્યારે કેવળજ્ઞાન પામે છે, ત્યારે સંસારી ભવ્યજીવોને ધર્મનો ઉપદેશ આપીને સંસારનું સ્વરૂપ બતાવે છે. પરન્તુ સંસારને બનાવતા (સર્જન) નથી. આ સંસાર અનાદિકાળનો છે જ. તેનો કોઈ કર્તા નથી, જે કાંઈ રૂપાન્તરો થાય છે, તે કાલનો જ સ્વભાવ છે.
કદાચ કાલ્પનિક વિચારથી એવું એકવાર માની લઈએ કે પરમાત્મા જ જગતના સર્જનહાર છે. તો પરમદયાળુ અને સ્વતંત્ર સર્વશક્તિ સંપન્ન એવા પરમાત્મા કોઇ જીવને અત્યન્ત સુખી અને કોઈક જીવને દુઃખી શા માટે કરે. એટલે આ પ્રમાણે માનવું જ યોગ્ય છે કે સુખી-દુઃખી, ધનવાન-નિર્ધન, સ્વરૂપવાન કે કુરુપવાન ઈત્યાદિમાં મુખ્ય કારણ જીવાત્માએ પોતે કરેલા શુભ-અશુભ પાપ કર્મો જ છે.
શ્રી સિદ્ધભગવંતોનું સ્વરૂપ
ઘાતિ અને અઘાતિ એવા આઠ કર્મોથી સર્વથા મુક્ત હોવાથી આઠ ગુણથી અલંકૃત હોય છે. એક જીવાત્મા જ્યારે સિદ્ધ થાય ત્યારે અવ્યવહાર રાશિ નિગોદમાં અનાદિકાલથી રહેલો એક જીવાત્મા વ્યવહાર રાશિમાં આવે છે. તેમાં શ્રી સિદ્ધ ભગવંતોનો જ મહાન ઉપકાર છે.
શ્રી અરિહંત પરમાત્માની પંચપરમેષ્ઠિમાં પ્રધાનતાનું કારણ
શ્રી તીર્થની સ્થાપના કરવા દ્વારા જગતના જીવોને સન્માર્ગ બતાવવાવાળા હોવાથી અને તે તીર્થના આલંબનથી અનેક ભવ્યાત્માઓ મોક્ષ તરફ પ્રયાણ કરવા સમર્થ બનતા હોવાથી તેમજ અષ્ટકર્મમુક્ત શ્રી સિદ્ધભગવંતો પણ આ જ તીર્થના આલંબન થી કર્મમુક્ત બનેલા હોવાથી અઘાતિકર્મ સહિત એવા શ્રી અરિહંત પરમાત્માને પ્રાધાન્યતા આપવામાં આવી છે.
પંચ પરમેષ્ઠિના ક્રમનું કારણ
તીર્થ સ્થાપનાની પ્રધાનતાના કારણે શ્રી અરિહંત ભગંવતો પ્રથમ સ્થાને યાદ કરાય છે. તીર્થના આલંબનથી ધર્મોપદેશને સંપૂર્ણતયા સમર્પિત થઈ અષ્ટકર્મમુક્ત બનેલ હોવાથી શ્રી સિદ્ધભગવંતોને દ્વિતીય સ્થાને યાદ કરાય છે. પરમાત્માની ગેરહાજરીમાં પરમાત્મવચનને સમર્પિત એવી સુવિશુદ્ધ મોક્ષમાર્ગની દેશના આપવા દ્વારા ઉપકાર કરતા હોવાથી શ્રી આચાર્ય ભગવંતોને તૃતીય સ્થાને યાદ કરાય છે. વિનય-સ્વાધ્યાય અને સ્થિરીકરણ-ગુણથી વિશિષ્ટ યોગદાન આપનાર હોવાથી શ્રી ઉપાધ્યાય ભગવંતોને ચતુર્થ સ્થાને યાદ કરાય છે. મોક્ષમાર્ગમાં સદા સહાયક એવા શ્રી સાધુ ભગવંતોને પંચમ સ્થાને યાદ કરાય છે.
આઠ કર્મનો ક્ષય કરીને સિદ્ધિપદ-મોક્ષપદ પ્રાપ્ત કર્યું છે, તે શ્રી સિદ્ધ ભગવંતના આઠ ગુણ.
: જ્ઞાનાવરણીયકર્મનો ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે, આથી લોકલોકના સ્વરૂપને જાણે છે.
૧. અનંતજ્ઞાન
૨. અનંતદર્શન : દર્શનાવરણીયકર્મનો ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે, આથી લોકાલોકના સ્વરૂપને સમસ્ત પ્રકારે દેખે છે.
૩. અવ્યાબાધસુખઃ વેદનીયકર્મનો ક્ષય થવાથી સર્વપ્રકારની પીડા રહિત નિરુપાધિકપણું પ્રાપ્ત થાય છે.
૪. અનંતચારિત્ર : મોહનીયકર્મનો ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. આમાં ક્ષાયિક સમ્યક્ત્વ અને યથાખ્યાત ચારિત્રનો સમાવેશ થાય છે. આથી સિદ્ધ ભગવાન સ્વ સ્વભાવમાં સદા અવસ્થિત રહે છે. તે જ ત્યાં ચારિત્ર છે.
Jain Education International
૫. અક્ષયસ્થિતિ : આયુઃકર્મનો ક્ષય થવાથી નાશ ન થાય એવી અનંતસ્થિતિ પ્રાપ્ત થાય છે. સિદ્ધની સ્થિતિની (શરૂઆત) આદિ છે, પણ અંત નથી. તેથી સાદિ અનંત કહેવાય છે.
૬. અરૂપીપણું
૭. અગુરુલઘુ ૮. અનંતવીર્ય
: નામકર્મનો ક્ષય થવાથી વર્ણ, ગંધ, રસરૂપ અને સ્પર્શ રહિત થાય છે, કેમકે શરીર હોય તો એ ગુણો રહે છે પણ સિદ્ધને શરીર નથી, તેથી અરુપીપણું પ્રાપ્ત થાય છે.
: ગોત્રકર્મનો ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. તેથી ભારે, હળવો, ઉંચા અથવા નીચપણાનો વ્યવહાર રહેતો નથી. : અંતરાયકર્મનો ક્ષય થવાથી અનંત દાન, અનંત લાભ, અનંત ભોગ, અનંત ઉપભોગ અને અનંત વીર્ય-શક્તિ પ્રાપ્ત થાય છે. સમસ્ત લોકને અલોક અને અલોકને લોક કરી શકે, તેવી સ્વભાવિક શક્તિસિદ્ધમાં હોયે છે. છતાં તેઓ તેવું વીર્ય કદી ફોરવતા નથી અને ફોરવશે પણ નહિ. કેમકે પુદ્ગલ સાથેની પ્રવૃત્તિ એ તેમનો ધર્મ નથી. એ ગુણથી પોતાના આત્મિક ગુણોને જેવા છે તેવા રુપે ધારી રાખે, ફેરફાર ન થવા દે.
For Private & Person Oba Only
૩૫ www.jainelibrary.org