SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અરિહંત પરમાત્મા ૩૪ અતિશયોથી યુક્ત હોય છે. (૧) મર્યાદાથી વધારે વાળ-રોમ- અને નખ ન વધે. (૨) શરીર રોગરહિત હોય. (૩) લોહી અને માંસ દૂધની જેમ સફેદ હોય. (૪) શ્વાસોચ્છ્વાસમાં કમલ જેવી સુગંધ હોય. (૫) આહાર અને નિહાર (મળત્યાગ) વિધિ ચર્મચક્ષુવાળા ન જોઈ શકે. (૬) મસ્તકની ઉપર આકાશમાં ત્રણ છત્ર હોય. (૮) પરમાત્માની આગળ આકાશમાં ધર્મચક્ર હોય. પરમાત્માની બન્ને બાજુ શ્રેષ્ઠબે ચામર હોય. (૯) આકાશની જેમ સ્વચ્છ સ્ફટિક મણિનું બનેલું સિંહાસન પાદપીઠ સાથે હોય. (૧૦) પરમાત્માની આગળ આકાશમાં ઈન્દ્રધ્વજ ચાલતો હોય. (૧૧) જ્યાં જ્યાં પરમાત્મા સ્થિરતા કરે અને બેસે, ત્યાં-ત્યાં તે જ ક્ષણે પાંદડા-પુષ્પ અને પલ્લવથી અલંકૃત છત્ર-ધ્વજા-ઘંટ અને પતાકાથી સુશોભિત અશોકવૃક્ષ ઉત્પન્ન થાય. (૧૨) કાંઈક પાછળ મુગટના સ્થાન પર તેજોમંડલ (ભામણ્ડલ) હોય; (૧૮) જાનુપ્રમાણ દેવકૃત પુષ્પોની વૃષ્ટિ થાય અને પુષ્પોના ડીંટ ઉંધામુખવાળા થઈ જાય. (૧૯) અમનોજ્ઞ (પ્રતિકૂળ) શબ્દ-રૂપ-રસ-ગન્ધ અને સ્પર્શ ન હોય. (૨૦) મનોજ્ઞ (અનુકૂળ) શબ્દ-રૂપ-૨સ-ગન્ધ અને સ્પર્શ પ્રગટ થાય. : (૧૩) જ્યાં-જ્યાં પરમાત્મા પધારે, ત્યાં-ત્યાં નો પૃથ્વીભાગ સમતલ થઈ જાય. : (૧૪) જ્યાં-જ્યાં પરમાત્મા પધારે, ત્યાં-ત્યાં કાંટાઓ ઉંધામોઢાવાળા બની જાય. (૧૫) જ્યાં-જ્યાં પરમાત્મા પધારે, ત્યાં-ત્યાં ઋતુઓ અનુકૂળ બનીજાય. (૧૬) જ્યાં-જ્યાં પરમાત્મા પધારે, ત્યાં-ત્યાં સંવર્તક વાયુદ્વારા એક યોજન પર્યંત ક્ષેત્ર શુદ્ધ થઈ જાય. (૧૭) મેઘદ્વારા રજકણ ઉપશાંત થઈ જાય. ૩૪ Jain Education Intern (૨૧) યોજનપર્યન્ત સંભાળતી ધર્મદેશના હૃદયસ્પર્શી હોય. (૨૨) અર્ધમાગધીભાષામાં ઉપદેશ આપે. (૨૩) તે અર્ધમાગધી ભાષામાં ઉપસ્થિત આર્ય, અનાર્ય, દ્વિપદ, ચતુષ્પદ, મૃગ,પશુ, પક્ષી અને સરિસૃપો આદિને પોતપોતાની ભાષામાં પરિણમિત થાય અને તેઓને હિતકારી, સુખકારી, અને કલ્યાણકારી અનુભવાય. (૨૪) દેવ, અસુર, નાગ, સુવર્ણ, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, ગરુડ, ગંધર્વ અને મહોરગ આદિ પરસ્પરના વૈરભાવને ભૂલીને પ્રસન્નચિત્તે પરમાત્માની ધર્મદેશના સાંભળે. અન્ય તીર્થિકોનત મસ્તક થઈને પરમાત્માને નમન કરે. પરમાત્માની પાસે આવતાં અન્ય તીર્થિકોનિરુત્તર થઈ જાય. જ્યાં-જ્યાં પરમાત્મા પધારે, ત્યાં-ત્યાં સવાસો યોજન સુધી ઉંદર આદિનો ઉપદ્રવ ન થાય. (૨૮) પ્લેગ આદિમહારોગોનો ઉપદ્રવ ન થાય. સ્વસેનાનો વિપ્લવ (ઉપદ્રવ) ન થાય. (૩૦) અન્ય રાજ્યની સેનાનો ઉપદ્રવન થાય. (૩૧) અતિવૃષ્ટિ = અધિકવર્ષા ન થાય. (૩૨) અનાવૃષ્ટિ=વર્ષા ન આવે, તેવું ન બને. (૩૩) દુર્ભિક્ષ = દુકાલ ન પડે. (૨૯) (૩૪) પરમાત્માના ચરણ સ્પર્શથી તે ક્ષેત્રમાં પૂર્વે ઉત્પન્ન થયેલો ઉત્પાત તથા વ્યાધિઓ ઉપશાંત થાય. (૨૫) (૨૬) (૨૭) શ્રી અરિહંત પરમાત્મા ૧૮ દોષથી રહિત હોય (૧)દાનાન્તરાય (૨) લાભાન્તરાય (૩) ભોગાન્તરાય (૪) ઉપભોગાન્તરાય (૫) વીર્યાન્તરાય (૬) હાસ્ય (૭) રતિ (૮) અરતિ (૯) ભય (૧૦) શોક (૧૧) જાગુપ્સા (ઘૃણા) (૧૨) કામ (૧૩) મિથ્યા (૧૪) અજ્ઞાન (મૂઢતા) (૧૫) નિદ્રા (૧૬) અવિરતિ (૧૭) રાગ અને (૧૮) દ્વેષ. અન્યરીતિએ ૧૮ દોષો રહિત (૧) મિથ્યાત્વ (૨) અજ્ઞાન (૩) મદ (૪) ક્રોધ (૫) માયા (૬) લોભ (૭) રતિ (૮) અરતિ (૯) નિદ્રા (૧૦) શોક (૧૧) અલીક (અસત્ય) (૧૨) ચૌર્ય (૧૩) મત્સરતા (૧૪) ભય (૧૫) હિંસા (૧૬) પ્રેમ (૧૭) ક્રીડા અને (૧૮) હાસ્ય. શ્રી અરિહંત પરમાત્માનું શારિરીક બલ એક ઔપમિક સંકલન પ્રાણીમાં છુપેલી અનન્તી શક્તિઓને પ્રગટ કરવાનું સ્થાન એટલે જ તીર્થંકર, તેઓ અનંતબલી હોય છે. ૧૨ યોદ્ધાઓ = ૧ સાંઢ (બળદ); ૧૦ સાંઢો = ૧ ઘોડો; ૧૦ ઘોડાઓ = ૧ ભેંસ ; ૧૫ ભેંસો = ૧ હાથી; ૫૦૦ હાથીઓ; = ૧ કેશરી સિંહ; ૨૦૦૦ કેસરી સિંહ = ૧ અષ્ટાપદ પ્રાણી; ૧૦ લાખ અષ્ટાપદો (જંગલી પ્રાણી) = ૧ બલદેવ; ૨ બલદેવો = ૧ વાસુદેવ; ૨ વાસુદેવો = ૧ ચક્રવર્તી; ૧ લાખ ચક્રવર્તીઓ = ૧ નાગેન્દ્ર; ૧ કરોડ નાગેન્દ્ર = ૧ ઈન્દ્ર, અસંખ્ય ઈન્દ્રોમાં જેટલું બળ હોય છે, તેની તુલના તીર્થંકર પરમાત્માની ટચલી (કનિષ્ઠા)આંગળી સાથે પણ ન કરી શકાય. - (વિશેષ-આવશ્યક-ભાષ્ય મૂળગાથા-૭૦-૭૧) For Private & Purebral Live Only www.jainellbrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy