________________
ચાર અતિશયોનું વર્ણન
૧. અપાયાપગમાતિશય : પ્રભુજી જ્યાં વિચરતાં હોય ત્યાં છ એ દિશામાં મળીને સવાસો યોજન સુધીમાં પ્રભુજીના પ્રભાવથી છ મહિના સુધી રોગ-મરકી-વૈરઅતિવૃષ્ટિ-દુષ્કાળ-સ્વરાજ્ય અને પર-રાજ્યનો ભય આદિ ઉપદ્રવો થાય નહિ અને પૂર્વે થયા હોય તો નાશ પામે તે. (અપાય = ઉપદ્રવ,અપગમ= નાશ; ઉપદ્રવનો નાશ)
૨. જ્ઞાનાતિશય : પ્રભુજી ની વાણી પાંત્રીશ ગુણોથી યુક્ત હોય છે. તેથી ભવ્યજીવોના સંશયો છેદાય છે તે.
Jain Education International
૩. પૂજાતિશય: નરેન્દ્રો, અસુરેન્દ્રો અને સુરેન્દ્રો પણ પ્રભુજીની પૂજા કરે છે તે. ૪. વચનાતિશય પ્રભુજીની વાણી સર્વજીવો પોત પોતાની ભાષામાં સમજી શકે છે તે.
પરમાત્માની વાણીના ૩૫ ગુણ
(૧) શબ્દાલંકારો અને અર્થાલંકારોથી યુક્ત હોવાથી ‘સંસ્કારવાળી’ (૨) સ્પષ્ટ અને ઉંચા સ્વરવાળી હોવાથી‘ઉદાત્ત’ (૩) ઉદાર - શિષ્ટાચારી-સંસ્કારી અને વિદ્વાનોને ગમે તેવી ‘ઉપચાર પરીત’ (૪) સમુદ્રનું મંથન કરતાં હોય તેવા ગંભીર ધ્વનિથી અલંકૃત - “મેઘ જેવી ગંભીર” (૫) વાણીની પાછળ જાણે ઘંટનો મધુરો આલાપભર્યો રણકાર ન ચાલતો હોય, તેવી ‘પ્રતિનાદયુક્ત’ (૬) બોલવામાં અને સમજવામાં બહુજ સરળ હોય તેવી ‘દાક્ષિણ ગુણ યુક્ત’ (૭) અતિમીઠો ‘માલકોશ રાગયુક્ત' (૮) વિશાલ અને ઉંડા અર્થવાળી હોવાથી ‘મહાઅર્થયુક્ત’ (૯) પાછળનું વચન પૂર્વના વચનને વધારે પુષ્ટ કરે અને કોઈ પણ પ્રકારના અવરોધ વગર સતત વહેતી વાણી એટલે ‘અવ્યાઘાતગુણ યુક્ત’ (૧૦) સિદ્ધાંતોને અનુસરતી અને શિષ્ટજનોને પ્રિય હોવાથી ‘શિષ્ટ’ (૧૧) શ્રોતાઓની શંકા દૂર કરવામાં સમર્થ અને સંદેહ ઉત્પન્ન કરવામાં અસમર્થ એવી ‘અસંદેહકર’ (૧૨) અનવરત વહેતી વાણીમાંથી કોઈ પણ વ્યક્તિ દોષ કે દૂષણ કાઢવા અસમર્થ એટલે ‘અન્યોત્તરરહિત’ (૧૩) ગમી જાય અને હૃદયને સુગમતાથી ગ્રહણ કરવા યોગ્ય હોવાથી ‘અતિહૃદયંગમ’ (૧૪) પદો અને વાક્યો એક બીજા સાથે અપેક્ષાવાળા અને સંગતિવાળા હોય એટલે ‘સાકાંક્ષ’ (૧૫) શબ્દ- શબ્દમાં ઔચિત્યનાં દર્શન થાય અને શ્રોતાગણને ચમત્કારિક અસર પહોંચાડનારી એટલે ‘ઔચિત્ય’ (૧૬) વસ્તુતત્ત્વના સ્વરૂપને પ્રતિપાદન કરવા માટે સદા અનુસરનારી હોવાથી ‘તત્ત્વનિષ્ઠ’ (૧૭) પ્રસ્તુત સંબંધવાળા પદાર્થોને કહેનારી અને વગર કારણે અતિવિસ્તારથી રહિત હોવાથી ‘અપ્રકીર્ણપ્રસ્તુત' (૧૮) પોતાની પ્રશંસા અને બીજાની નિંદાથી રહિત હોવાથી ‘સ્વશ્લાધા-પરનિંદા રહિત' (૧૯) ઉત્તમકોટીની
વિવેચના સાથે ભૂમિકા અનુસાર ઉંડા અર્થથી યુક્ત હોવાથી ‘અભિજાત્ય’ (૨૦) અમૃત કરતાં મીઠી અને તરસ-ભૂખ-થાકકંટાળો-નિદ્રાને ભૂલાવનારી હોવાથી સ્નિગ્ધ મધુર' (૨૧) લોકોમાં ચારેકોર વાણીના ગુણગાનનો ઘોષ સાંભાળવા મળે અને સાંભાળનાર શ્રોતાઓ પ્રશંસા કરતાં થાકે નહિ એટલે ‘પ્રશંસનીય’ (૨૨) કોઈ પણ શ્રોતાના મર્મને ન ખોલનારી હોવાથી ‘અમર્મવેધી’ (૨૩) કહેવાનો વિષય મહાન અને ગંભીર હોય એટલે ‘ઉદાર’ (૨૪) વાણી ધર્મ અને સારા અર્થ સાથે સંબંધવાળી હોવાથી ‘ધર્માર્થ પ્રતિબદ્ધ' (૨૫) વ્યાકરણની દૃષ્ટિએ કર્તા-કર્મ આદિ વિભક્તિ, પુલિંગ આદિ લિંગો, વર્તમાન - ભવિષ્ય-ભૂત આદિકાળમાં ક્યાંય પણ સ્ખલના, ઉલટ સુલટ કે ફેરફાર રહિત હોવાથી ‘કારકાદિનો અવિપર્યાસ' (૨૬) બોલનારના મનમાં ભ્રાંતિ, વિક્ષેપ, ક્ષોભ કે ભય આદિ દોષ રહિત હોવાથી ‘વિભ્રમાદિવિયુક્ત’ (૨૭) શ્રોતાના દિલમાં ૨સ - આતુરતાજિજ્ઞાસાને સદા જાળવવા સમર્થ હોવાથી ‘ચિત્રકારી’ (૨૮) અન્ય વક્તા કરતાં અતિશય ચઢીયાતી અને ચમત્કારીક વાણી હોવાથી ‘અદ્ભુત’ (૨૯) અતિશય જલ્દી નહિ અને અતિશય ધીમી પણ નહિ પણ પદ્ધતિસર બોલાતી વાણી હોવાથી ‘અનતિવિલમ્બી’ (૩૦) વસ્તુતત્ત્વનું વર્ણન દળદાર-માલદાર-મસાલેદાર વાણીમાં પ્રરુપિત હોવાથી ‘અનેકજાતિ વિચિત્ર’ (૩૧) વચને વચનમાં બીજા વચન કરતાં વિશેષતા સ્થપાઈ ગયેલી હોવાથી ‘આરોપિત વિશેષતાવાળી...' (૩૨) પરાક્રમ ભરેલી વાણી હોવાથી ‘સત્ત્વપ્રધાન’ (૩૩) દરેક અક્ષર-વાક્ય-પદ બરાબર છૂટાં પડતાં હોવાથી ‘વિવિક્ત’ (૩૪) વાણી યુક્તિ-તર્ક-દષ્ટાંત-પ્રમાણથી યુક્ત હોવાથી ‘અવિચ્છિન્ન’ અને (૩૫) વાણી બોલનારને ખેદ કે પરિશ્રમ ન લાગતો હોવાથી ‘અખેદ’ હોય છે.
For Private & Personal Use Only
૩૩