________________
સુકોસલ
SET કેશીસ્વામી.
ગીતમસ્વામી
(૧૫) સુ કોશલમુનિ : અયોધ્યાના કીર્તિધર રાજા-સહદેવી રાણીના પુત્ર. પિતાના પગલે સુકોશલે પણ દીક્ષા લેતા વિયોગના આર્તધ્યાને મૃત્યુ પામી સહદેવી જંગલમાં વાઘણ બની, એકદા સુકોશલ તે જ જંગલમાં જઈ કાર્યોત્સર્ગ ધ્યાને ઉભા રહેતા તે જ વાઘણે આવીને હુમલો કર્યો અને શરીર ચીરી નાંખ્યું. ઉપસર્ગને અપૂર્વ સમતાથી સહન કરતાં અંતકૃત કેવળી. થઈ સુકોશલ મુનિ મોક્ષે પધાર્યા.
(૧૬) પુંડરીક : પિતાની સાથે દીક્ષા લેવાની ભાવના છતાં નાનાભાઈ
કંડરીકની તીવ્ર isરિઓ ભાવના જોઈ
તેને દીક્ષાની સહમતિ આપી પોતે વૈરાગ્યપૂર્વક રાજ્યપાલન કર્યું. હજાર વર્ષના સંયમ પછી કંડરીક મુનિ રોગગ્રસ્ત થતાં સુંદર ઉપચાર તથા અનુપાનાદિથી ભક્તિ કરી વળાવ્યા પરંતુ રાજવી ભોગોની લાલસાએ ચારિત્રભ્રષ્ટ થઈ કંડરીક ઘરે આવતા તેને રાજગાદી સોંપી પોતે સંયમજીવન સ્વીકાર્યું. ગુરુભગવંત ન મળે ત્યાં સુધી ચારે આહારનો ત્યાગ કરી વિહાર કર્યો. ઉત્તમભાવચારિત્ર પાળી ત્રણ દિવસમાં કાળ કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયાં.
(૧૭) કેશી ગણધર : શ્રી પાર્શ્વનાથ સ્વામીની પરંપરાના આ મહાપુરુષે મહાનાસ્તિક પ્રદેશી રાજાને પ્રતિબોધ પમાડ્યો હતો. તથા શ્રી ગૌતમસ્વામી ભગવંત સાથે ધર્મચર્ચા કરી પાંચ મહાવ્રતના પ્રભુવીરના શાસન નો સ્વીકારી અનુક્રમે સિદ્ધપદને પામ્યા.
3 કરકg
હાવિહલ્લા
સુદરસણા
(૧૮) રાજર્ષિ કરકંડુ :
ચંપાનગરીના રાજા. દધિવાહન રાણી પદ્માવતીના પુત્ર, પણ ઉન્મત્ત હાથીએ જંગલમાં માતાને મૂકી દેતા, માતાએ સાધ્વીજી પાસે દીક્ષા લેતા જન્મ બાદ સ્મશાનમાં મૂકાયા અને ચંડાલને ત્યાં ઉછર્યા. શરીરે ખણ ખૂબજ આવતી હોવાથી કરકંડુ
નામ પડ્યું. અનુક્રમે કંચનપુરના અને ચંપાના રાજા બન્યા. અતિપ્રિય રૂપાળા અને બળવાન સાંઢને જરા જર્જરિત જોતા
વૈરાગ્ય થયો અને પ્રત્યેકબુદ્ધ થઈ દીક્ષા લઈ
મોક્ષમાં પધાર્યા.
(૧૯-૨૦) હલ્લવિહલ્લ : શ્રેણિકની
પત્ની ચેલ્લણાના પુત્રો, શ્રેણિકે સેચનક હાથી ભેટ આપવાથી
કોણિકે યુદ્ધ કર્યું. પિતામહ ચેડા રાજાની મદદથી લડતા હતા
ત્યાં રાત્રિયુદ્ધ દરમ્યાન સેચનક હાથી ખાઈમાં પડી મરી જતાં વૈરાગ્ય પામી દીક્ષા લઈ સર્વાર્થસિદ્ધ વિમાનમાં
દેવ થયા.
| (૨૧) સુદર્શન શેઠ : અહંદદાસ-અહંદદાસી માતપિતાના સંતાન, બાર વ્રતધારી શ્રાવક હતા. કપિલા દાસીએ વાસનાપૂર્તિ માટે પ્રયત્ન કર્યો. ત્યારે હું નપુંસક છું’ એમ કહી છટકી ગયા. બીજીવાર રાજરાણી અભયાએ પૌષધમાં કાઉસ્સગ્ગ સ્થિત સુદર્શનને દાસી દ્વારા ઉપાડી લાવી ચલાયમાન કરવા ઘણા પ્રયત્ન કર્યા. પરંતુ નિષ્ફળતા મળી ત્યારે શીલ-ભંગનો આરોપ મૂકાયો. ઘણુ પુછવા છતાં ખુલાસો ન કરતા રાજાએ ફાંસીની સજા ફરમાવી. સ્વયંની આરાધના તથા ધર્મપત્ની મનોરમાના કાઉસ્સગ્ગ આરાધનાના બળે શૂળીનું સિંહાસન થયુ. એકવાર પ્રભુવીર પાસે જતાં નવકાર મહામંત્રના પ્રભાવે રોજની સાત હત્યા કરનાર અર્જુનમાળીના દેહમાંથી યક્ષને દૂર કરી દીક્ષા અપાવી. અંતે મહાવ્રત આરાધી મોક્ષમાં ગયા.
૨ ૧૦)
Jain Education International
PFA Private & Personal use only
www.jainelibrary.org