SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) સ્થૂલભદ્ર : શુલભદ્દો નંદરાજાના મંત્રી શકટાલના મોટા પુત્ર. યૌવનાવસ્થામાં કોશા ગણિકાના મોહમાં લપટાયેલા. પરંતુ પિતાના મૃત્યુથી વૈરાગ્ય પામી આર્ય સંભૂતિવિજય પાસે દીક્ષા લઈ એકવાર કોશા ગણિકાને ત્યાં ગુરુની અનુમતિથી ચોમાસુ કરી. કામના ઘરમાં જઈ કામને હરાવી કોશાને ધર્મમાં સ્થિર કરી ગુરુના શ્રીમુખે “દુષ્કર-દુષ્કરકારક” બિરુદ મેળવી ૮૪ ચોવીશી સુધી નામ અમર કર્યું. આર્ય ભદ્રબાહુસ્વામી પાસે અર્થથી દશ પૂર્વ અને સૂત્રથી બાકીના ચારપૂર્વ, એમ ચૌદ પૂર્વ ભણ્યા. કાળધર્મ પામી પહેલા દેવલોકે ગયા. | (૧૧) વસ્વામી : વયરરિસી. તુંબવન ગામના ધનગિરિ-સુનંદાના પુત્ર, પિતાએ જન્મ પહેલા દીક્ષા લીધાનું જાણતા સતત રડતા રહી માતાનો મોહ તોડાવ્યો. માતાએ ધનગિરિમુનિનો વહોરાવ્યા. સાધ્વીના ઉપાશ્રયમાં રહી ૧૧ અંગ મોઢે કર્યા. માતાએ બાળકને પાછો મેળવવા રાજદ્વારે ઝઘડો કરતાં સંઘસમક્ષ ગુરુના હાથે રજોહરણ લઈ નાચીને દીક્ષા લીધી. રાજાએ બાળકની ઈચ્છાનુસાર ન્યાય ચૂકવ્યો. સંયમથી. પ્રસન્ન થયેલા દેવોએ આકાશગામિની તથા વૈક્રિયલબ્ધિ આપેલ. ભયંકર દુષ્કાળ વખતે આખા સંઘને આકાશગામી પટ દ્વારા સુકાળના ક્ષેત્રમાં ફેરવી, તથા બૌદ્ધ રાજાને પ્રતિબોધ કરવા લાખો પુષ્પો અન્યક્ષેત્રમાંથી લાવી શાસન પ્રભાવના કરી. છેલ્લા દશપૂર્વધર બની અંતે કાળધર્મ પામ્યા. ઈન્દ્ર તેમનો મહોત્સવ કર્યો. (૧૨) નંદિષેણ : આ નામના બે મહાપુરુષો થઈ ગયા, એક અદભુત વૈયાવચ્ચી નંદિષેણ કે જેમણે દેવતાની આકરી પરીક્ષા પણ અપૂર્વ સમતાભાવથી પાર કરી અને અન્ય શ્રેણિક રાજાના પુત્ર નંદિષણ-જેણે પ્રભુવીરથી પ્રતિબોધ પામી અદભુત સત્વ દાખવી ચારિત્ર સ્વીકાર્યું તથા કર્મવશ ઉઠતી ભોગેચ્છાઓને દબાવવા ઉગ્ર વિહાર-સંયમ તથા તપશ્ચર્યાના યોગો સેવ્યા, જેના પ્રભાવે અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ. એકવાર ગોચરી પ્રસંગે વેશ્યાને ત્યાં જઈ ચડ્યા જ્યાં ધર્મલાભનો પ્રતિભાવ ‘અર્થલાભની અહીં જરૂર છે' વાક્યથી મળ્યો. માનવશ તરણું ખેંચી સાડા બાર કોડ સોનામહોરની વૃષ્ટિ કરી. વેશ્યાના આગ્રહની સંસારમાં રોકાયા પરંતુ દેશનાલધ્ધિથી રોજ ૧૦ને પ્રતિબોધ કરતા. ૧૨ વર્ષે એક વાર દશમો સોની એવો આવ્યો, જે પ્રતિબોધ પામ્યો જ નહીં. છેવટે ગણિકાએ ‘દશમા તમે’ એમ મશ્કરી કરતાં મોહનિદ્રા તૂટતાં દીક્ષા લઈ આત્મકલ્યાણ સાધ્યું. નીદિલેણ (૧૩). ત્રિગિરી, સિંહગિરિ : પ્રભુ મહાવીર દેવની બારમી પાટે બિરાજમાન પ્રભાવશાળી આચાર્ય. અનેકવિધ શાસનસેવા ના કાર્યો કરવાની સાથે તેઓ વસ્વામીના ગુરુ પણ બન્યા હતા. (૧૪) કૃતપુણ્યક (કયવન્ના શેઠ) : પૂર્વભવમાં મુનિને ત્રણ વખત ખંડિત દાન દેવાથી ધનેશ્વર શેઠને ત્યાં અવતરેલા કૃતપુણ્યકને વર્તમાન ભવમાં વેશ્યા સાથે, અપુત્રીયા એવી ચાર શ્રેષ્ઠિ પુત્રવધુઓ સાથે તથા શ્રેણિકરાજાની પુત્રી મનોરમા સાથે એમ ત્રણ વાર ખંડિત ભોગો પ્રાપ્ત થયા તથા શ્રેણિકરાજાનું અર્ધ રાજ્ય પ્રાપ્ત થયું હતું. સંસારના વિવિધ ભોગો ભોગવી પ્રભુવીર પાસે પૂર્વભવનો વૃતાંત સાંભળી દીક્ષા ગ્રહણ કરી સ્વર્ગવાસી થયા. કયવક્ષો ૨૦૯ Jain Education International vates se Only www.jainelibrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy