________________
૨૦૮
સિરિઓ
(૫) શ્રીયક : શકટાલ મંત્રીના નાના પુત્ર તથા સ્થૂલભદ્રસ્વામી અને યક્ષાદિ સાત બહેનોના ભાઈ, પિતાના મૃત્યુ પછી નંદરાજાનું મંત્રીપદ સ્વીકારી ધર્મના અનુરાગથી ૧૦૦ જેટલા જિનમંદિરો અને ત્રણસો જેટલી ધર્મશાળાઓ બંધાવી હતી. બીજા પણ અનેક સુકૃતો કરી ચારિત્ર અંગીકાર કર્યું, એકદા સંવત્સરી પર્વે ચક્ષા સાધ્વીજીના આગ્રહથી ઉપવાસનું પચ્ચક્ખાણ કર્યુ, સુકુમાલતાના કારણે, કદી ભૂખ સહન ન કરેલી હોવાથી તે જ રાત્રે શુભધ્યાનપૂર્વક કાળધર્મ પામી સ્વર્ગવાસી થયા.
આમુત્તો
(૭) અતિમુક્તમુનિ - પેઢાલપુર નગરમાં વિજય રાજા-શ્રીમતી રાણીના પુત્ર અતિમુક્તક. માતપિતાની અનુમતિથી આઠ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. * જે જાણ્યું તે નવિ જાણું, નવિ જાણું તે જાણું' મરણ નિશ્ચિત છે તે જાણું છું. પણ ક્યારે આવશે તે જાણતો નથી. આ સુપ્રસિદ્ધ વાક્ય દ્વારા શ્રેષ્ઠીની પુત્રવધૂને પ્રતિબોધ પમાડનારા મુનિ બાલ્યાવસ્થામાં વર્ષાઋતુમાં ભરાયેલા ખાબોચિયામાં પાત્રાની હોડી તરાવવા લાગ્યા, ત્યારે સ્થવિરોએ સાધુધર્મ સમજાવતા વીર પ્રભુજી પાસે આવી તીવ્ર પશ્ચાત્તાપપુર્વક ઇરિયાવહિયાના ‘દગમટ્ટી' શબ્દ બોલતા કેવળજ્ઞાન
પામ્યા.
Jain Education International
(૬) અધિકાપુત્ર આચાર્ય : દેવદત્ત વણિક અને અણિકાના પુત્ર, નામ
હતું સંધીરણ પણ લોકમાં અર્ણિકાપુત્ર તરીકે પ્રસિદ્ધ થયાં. યસિંહ આચાર્ય પાસે મા લઈ
અનુક્રમે શાસ્ત્રજ્ઞ આચાર્ય થયા. રાણી પુષ્પચૂલાને આવેલા સ્વર્ગ-નરકના સ્વપ્નોનું યથાતથા વર્ણન કરી પ્રતિબોધ પમાડી દીક્ષા અપાવી. દુષ્કાળમાં અન્ય મુનિઓને દેશાંતર મોકલી વૃદ્ધત્વના કારણે પોતે ત્યાં રહ્યાં. તેમની પુષ્પચુલા સાધ્વીજી વૈયાવચ્ચ કરતા હતાં. કાલાંતરે કેવળજ્ઞાની સાધ્વીજીની વૈયાવચ્ચ લીધાનો ખ્યાલ આવતાં મિચ્છા મિ દુર્ડ માંગી પોતાનો મોક્ષ ગંગા નદી ઉતરતા થશે તે જાણી ગંગાનદી પાર ઉતરતા વ્યંતરીએ શૂળીમાં પરોવતા સમતાભાવથી અંતતુ કેવળી થઈ મોક્ષમાં પધાર્યા.
મેઅજ્જ
નાગદત્તો
(૮) નાગદત્ત : વારાણસી નગરીના યજ્ઞદત્ત શેઠ—ધનશ્રીના પુત્ર. નાગવા કન્યા સાથે વિવાહ કર્યાં. નગરનો કોટવાળ નાગવસુને ચાહતો હોવાથી રાજાના પડી ગયેલા કુંડલને કાર્યોત્સર્ગ ધ્યાનમાં ઉભેલા નિઃસ્પૃહી નાગદત્ત પાસે મૂકી રાજા સમક્ષ એના પર આળ ચડાવ્યું, શૂળીએ ચડાવતા નાગદત્તના સત્યના પ્રભાવથી પ્રગટ થઈ શાસનદેવતાએ ‘પ્રાણ જાય પણ પારકી વસ્તુને ન અડે' એવી ટેકને પ્રમાણિત કરી. સત્ય હકીકતની જાણ કરી યશ ફેલાવ્યો. અંતે દીક્ષા લઈ સર્વકર્મક્ષય કરી કેવળશ્રી વરી મોક્ષમાં પધાર્યા.
અણિઆઉત્તો
Private & Pasonal Use Only
(૯) મેતાર્યમુનિ : ચાંડાલને ત્યાં જન્મ્યા પણ શ્રીમંત શેઠને ત્યાં ઉછર્યાં. પૂર્વભવના મિત્રદેવની સહાયથી અદ્ભુત કાર્યો સાધતા શ્રેણિક રાજાના જમાઈ બન્યા. અંતે દેવના ૩૬ વર્ષ સુધીના પ્રયત્નોથી પ્રતિબોધ પામી દીક્ષા લીધી. શ્રેણિક રાજાના સાથિયાના સોનાના જવલા ઘડતા સોનીને ત્યાં ગોચરી જતાં સોની ભિક્ષા વર્ણરાવવા ઉઠ્યો ત્યાં કોય પક્ષી જવલા ચણી ગયું. જવલા ન દેખાતા સોનીને શંકા જતાં, પૂછવા છતાં પક્ષી પ્રત્યેની દયાથી મહાત્મા મૌન રહેવાથી માથે ભીના ચામડાની વાધર વીંટી તડકે ઉભા રાખ્યા. બંને આંખો બહાર નીકળી જવા છતાં અસલ યાતનાને સમતાભાવે સહન કરી અંતકૃત્ કેવલી થઈ મોક્ષે ગયા.
www.jamalibang