SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ સાલ મહાસાલ (૨૨-૨૩) શાલ - મહાશાલ : બંને ભાઈઓ હતા. પરસ્પર પ્રીતિ હતી. ભાણેજ ગાંગલીને રાજ્ય સોંપી દીક્ષા લીધી હતી. એક વખત પ્રભુ ગૌતમસ્વામી સાથે ગાંગલીને પ્રતિબોધવા પૃષ્ઠચંપામાં આવ્યા. માતા-પિતા સાથે ગાંગલીએ દીક્ષા લીધી. રસ્તામાં ઉત્તમ ભાવના ભાવતાં સહુને કેવળજ્ઞાન થયું. અંતે મોક્ષ પામ્યા. ned Inter હતા. એક વખત શ્રેણિક મહારાજા તેમની સ્વર્ગીય સમૃદ્ધિ જોવા આવ્યા ત્યારે પોતાના માથે સ્વામી છે એમ જાણી દીક્ષાની ભાવનાથી એક-એક પત્નીનો ત્યાગ કરવા લાગ્યા ત્યારે બનેવી ધન્યશેઠની પ્રેરણાથી એક સાથે બધો ત્યાગ કરી ચારિત્ર સ્વીકારી ઉગ્ન સંયમ-તપશ્ચર્યા પાળી વૈભારગિરિ પર અનશન સ્વીકારી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયાં. एसहाचीही દસન્નભદ્દી સાલિભદ્દો (૨૪) શાલિભદ્ર ઃ ભરવાડપુત્ર સંગમ તરીકેના પૂર્વભવના મુનિને આપેલ ખીરદાનના પ્રભાવથી રાજગૃહી નગરીમાં ગોભદ્ર શેઠભદ્રાશેઠાણીને ત્યાં પુત્રરૂપે જન્મ્યો. અતુલ સંપત્તિ અને ઉચ્ચ કુલીન ૩૨ સુંદરીઓના સ્વામી હોવાની સાથે નિત્ય દેવલોકથી ગોભદ્ર-દેવે મોકલેલ દિવ્ય વસ્ત્ર આભૂષણાદિ ભોગસામગ્રીથી યુક્ત ૯૯ પેટીના ભોક્તા (૨૫) ભદ્રબાહુસ્વામી : અંતિમ ચૌદપૂર્વના જ્ઞાતા અને ભદ્દો આવશ્યકાદિ દશ સૂત્રો પર નિયુક્તિના રચતિયા મહાપ્રાણ ધ્યાનને સાધનાર મહાપુરુષ વરાહમિહિરના અધકચરા જ્યોતિષ જ્ઞાનનો પ્રતિકાર કરી આકાશમાંથી માંડલાની વચ્ચે નહીં પરંતુ માંડલાના છેવાડે માછલું પડવું તથા રાજપુત્રનું ૧૦૦ વર્ષનું આયુષ્ય નહીં પરંતુ માત્ર સાત દિવસમાં બિલાડીના આગળિયાથી મોત થવુ. આદિ સચોટ ભવિષ્ય જણાવી જિનશાસનનની પ્રભાવના કરી તથા વરાહમિહિરકૃત ઉપસર્ગને શાંત કરવા ‘ઉવસગ્ગહરં’ સ્તોત્રની રચના કરી. કલ્પસૂત્ર-મૂળસૂત્રના તેઓ રચયિતા છે. orio (૨૬) દશાર્ણભદ્ર રાજા : દશાર્ણપુરના રાજા, નિત્ય ત્રિકાળપૂજાનો નિયમ હતો. એક વાર ગર્વસહિત અપૂર્વ ઋદ્ધિ સાથે વીરપ્રભુને વંદન કરવા જતાં ઈન્દ્રે અપૂર્વ સમૃદ્ધિ પ્રદર્શન કરી ગર્વ ખંડન કર્યું, તેથી વૈરાગી થઇ ચારિત્ર લીધું. અંતે સમ્યગ્ આરાધના કરી મોક્ષે પધાર્યા. (૨૭) પ્રસન્નચંદ્ર રાજા : સોમચંદ્ર રાજા-ધારિણીના સંતાન બાલકુંવરને રાજ્ય સોંપી ચારિત્ર લીધું. એકવાર રાજગૃહીમાં ઉદ્યાનમાં કાયોત્સર્ગ ધ્યાને હતા ત્યારે પ્રભુ વીરને વંદન કરવા નીકળેલ રાજા શ્રેણિકના અગ્રેસર બે સૈનિકોના મોઢે સાંભળ્યું કે ‘મંત્રીઓ બેવફા થતા ચંપાનગરીનો રાજા દધિવાહન પોતાના બાળપુત્રને લડાઈમાં હણી રાજ્ય લઈ લેશે.' તેથી પુત્રમોહથી માનસિક યુદ્ધ કરતાં સાતમી નરક યોગ્ય કર્મ એકઠા કર્યા. બધા શસ્ત્રો ખૂટી ગયા જાણી માથાનો લોખંડી ટોપ કાઢવા હાથ ફેરવે છે ત્યારે મુંડિત મસ્તકથી સાધુપણાનો ખ્યાલ આવતા પશ્ચાત્તાપ કરતાં કેવળજ્ઞાન પામ્યા. Fruti, e & Patay સભદો (૨૮) યશોભદ્રસૂરિ : શય્યભવસૂરિ ના શિષ્ય તથા ભદ્રબાહુવામી ના ગુરુદેવ, ચૌદપૂર્વના અભ્યાસી તેઓએ અનેક યોગ્ય સાધુઓને પૂર્વીની વાચના આપી. અંતે શત્રુંજ્યગિરિની યાત્રા કરી કાળધર્મ પામી સ્વર્ગે પધાયાં. ૨૧૧ inel
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy