SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ નવમા વ્રત (પહેલા શિક્ષાવત) નાં પાંચ અતિચારોનું પ્રતિક્રમણ તિવિહે દુપ્પણિહાણે, I ! તિવિ-હે દુપ-પણિહાણે, : ત્રણ પ્રકારનાં દુપ્રણિધાનને સેવવાં, અણવઠાણે તથા સઇ વિહૂણે | અણ-વ-ઠાણે તહા સઇ-વિહૂર્ણેા : (૧) મન દુપ્રણિધાન (૨) વચન દુષ્પણિધાન (૩) કાય દુપ્રણિધાન (૪) અવિનયપણે સામાયિક કરવું તથા (૫) યાદ ન રહેવાથી સામાયિક વ્રતને ભૂલી જવું સામાઇઅ વિતહ-કએ, સામા-ઇઅ વિતહ-કએ, એ રીતે સામાયિક ખોટી રીતે કર્યું હોય (તે) પઢમે સિકખાવએ નિંદે il૨૭મા પઢ-મે સિક-ખા-વએ નિન–દે ૨૭ા પહેલા શિક્ષાવ્રતને વિષે લાગેલા અતિચારને હુંનિંદું છું. ૨૭ અર્થ :- ૧. મનનું દુષ્ટ પ્રણિધાન ૨. વચનનું દુષ્ટ પ્રણિધાન ૩. કાયાનું દુષ્ટ પ્રણિધાન (વ્યાપાર) ૪. અવિનય પણે (બે ઘડી કરતાં વહેલું) સામાયિક કરવું ૫. યાદ ન રહેવાથી સામાયિક વ્રતને ભૂલી જવું સ્વરૂપ સ્મૃતિભ્રંશ; આ રીતે સામાયિક ખોટી રીતે કર્યું હોય તો તે પહેલાં સામાયિક શિક્ષાવ્રતને વિષે લાગેલા પાંચ અતિચારોમાંથી જે કોઈ દોષ લાગ્યો હોય તેની હું આત્મસાક્ષીએ નિંદા કરું છું. ૨૦. દશમા વ્રત (બીજા શિક્ષાવત)નાં પાંચ અતિચારોનું પ્રતિક્રમણ આણવણે પેસવણે, : આણ-વણે પેસ-વણે, : ૧. બહારથી વસ્તુ લાવવાથી ૨. બહાર વસ્તુ મોકલવાથી, સદ્દે રૂવે આ પુગ્ગલખેવા સદે રૂવે આ પુગ-ગ-લક-ખેવા : ૩. શબ્દ બોલવાથી, ૪. રૂપ દેખાડવાથી અને ૫. કાંકરો વગેરે નાખવાથી (તે) દેસાવગા-સિઅંમિ, દેસા-વગા-સિ-અમ-મિ, દેશાવગાસિક નામના બીએ સિખાવએ નિંદે Il૨૮ll બીએ સિક-ખા-વએ નિન–દે ૨૮ll ' બીજા શિક્ષાવ્રતને વિષે લાગેલ અતિચાર નેહુનિંદુ છું. ૨૮ અર્થ:- (૧) આનયન પ્રયોગ = નિયમ બહારની ભૂમિમાંથી વસ્તુ મંગાવવી (૨) શ્રેષ્ય-પ્રયોગ = હદ બહાર વસ્તુ મોકલવી. (૩) શબ્દાનુપાત = ખોંખારો આદિ પ્રમુખ કરી બોલાવવાથી (૪) રૂપાનુપાત = રૂપ દેખાડવાથી અને (૫) પુદ્ગલ પ્રક્ષેપ = કાંકરો આદિ નાંખી પોતાપણું જણાવવાથી. આ પ્રમાણે બીજા દેશાવગાસિક ગુણવ્રત ના પાંચ અતિચારોમાંથી મને કોઈ દોષ લાગ્યો હોય, તેની હું નિંદા કરું છું. ૨૮. આણવણે પેસવણે પેસવણે આણવણે શિક્ષાવત ૧-સામાયિક પુગ્ગલખેવે વસ્ત્ર લાવતો, પુસ્તક લઈ જતો, કોઈને બોલાવતો, કાંકરો ફેંકતો આદિ ક્રિયાશીલ સામાયિક વસ્ત્રધારી દેશાવગાસિક વ્રતધારી શ્રાવક બતાવ્યો છે.૨૮. અગીઆરમા વ્રત (બીજા શિક્ષાવત)નાં પાંચ અતિચારોનું પ્રતિક્રમણ સંથાચ્ચાર-વિહિસન–થા-રુચ-ચાર-વિહિ સંથારા, લઘુનીતિ અને વડીનીતિ સંબંધી વિધિમાં પમાય-તહ-ચેવ-ભોયણા-ભોએ પમાય તહ ચેવ ભોય-સા-ભો.. પ્રમાદ કરવાથી તેમજ ભોજનની ચિંતા કરવાથી પોસહ-વિહિ-વિવરીએ , પોસ-હ-વિહિ-વિવરીએ, પોષધવિધિ વિપરીત કરવાથી (તે) તઇએ સિખાવએ નિંદે il૨૯ll તઇ-એ-સિક-ખા-વએ નિન- In૨૯ll ત્રીજા શિક્ષાવ્રતને વિષે લાગેલા અતિચારને હું નિંદું છું. ૨૯. અર્થ :- સંથારા, સંબંધી વિધિમાં (૧) પડિલેહણ-પ્રમાર્જન ન કરવારૂપ, (૨) પડિલેહણ-પ્રમાર્જન જેમ-તેમ કરવારૂપ પ્રમાદ - કરવાથી તેમજ લઘુનીતિ (પેશાબ) અને વડીનીતિ (ઝાડો) સંબંધી વિધિમાં (પરઠવવાની ભૂમિને) (૩) પડિલેહણ-પ્રમાર્જન ના કરવારૂપ તેમજ (૪) પડિલેહણ-પ્રમાર્જન જેમ-તેમ કરવારૂપ પ્રમાદ કરવાથી અને (૫) ભોજનની ચિંતા કરવાથી, આ રીતે પૌષધ વિધિ વિપરીત કરવાથી ત્રીજા (પષધોપવાસ) શિક્ષાવતમાં લાગેલા અતિચારોની હું નિંદા કરું છું. ૨૯. | ૧૮૦ Jain Education International For Private & Personal Use Only
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy