SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યવણ (નમણ) જલ લગાડવાની વિધિ દહેરાસરમાં પ્રવેશદ્વાર પાસે પ્રભુની કોઈપણ દિશામાંથી દષ્ટિ ન પડે, તેવી જગ્યાએ સુયોગ્ય સ્વચ્છ વાટકામાં ઢાંકણ સાથે ન્હવણ (નમણ) જલ રાખવું. પોતાના શરીરને ન્હવણનો સ્પર્શ કરવાનો હોવાથી, તે વખતે પ્રભુજીની દષ્ટિ પડે, તો અનાદર થાય. સાધન નાનું હોય તો નીચે એક થાળી રાખવી. ન્ડવણજલને અનામિકા (પૂજા કરવાની આંગળી)થી સ્પર્શ કરીને અનુક્રમે એક-એક અંગે છાંટા ન પડે, તેમ લગાડવું. પ્રભુજીના અંગને સ્પર્શીને પરમપવિત્ર બનેલ નમણ જમીન પર ન પડે તેમ સાચવવું. ન્ડવણજલ જમણી અને ડાબી આંખે સ્પર્શ કરતાં ભાવના ભાવવી કે “મારી આંખોમાં રહેલ પાંચ અંગે હવણ જલ આમ લગાડાય દોષદષ્ટિ અને કામવિકારો આના પ્રભાવે દુર થાઓ.” પછી બન્ને કાનોમાં જમણેડાબે સ્પર્શ કરતાં ભાવના ભાવવી કે “મારામાં રહેલ પરદોષશ્રવણ અને સ્વગુણશ્રવણની ખામી દૂર થઈને મને જિનવાણી શ્રવણની રુચિ ઉત્પન્ન થાઓ.” અને પછી કંઠના સ્થાને સ્પર્શ કરતાં ભાવના ભાવવી કે “મને સ્વાદ પર વિજય મળે અને પરનિંદા-સ્વપ્રશંસા દોષ નિર્મૂળ થવા સાથે ગુણીજનના ગુણો ગાવા સદા તત્પરતા મળે.” પછી હૃદયમાં સ્પર્શ કરતાં ભાવના ભાવવી કે “મારા દયમાં સર્વજીવો પ્રત્યે મૈત્રીભાવ ઉત્પન્ન થવા સાથે પ્રભુજી તારો અને તારી આજ્ઞાનો સદૈવ વાસ બની રહે” અને અંતે નાભિકમળ પર સ્પર્શ કરતાં ભાવના ભાવવી કે.. “મારાં કર્મમલ મુક્ત આઠરુચકપ્રદેશની જેમ મારા સર્વ-આત્મ-પ્રદેશો સર્વથા સર્વ કર્મમલા મુકત થાઓ.’ • આવી ભાવના કેશર તિલક પોતાના અંગે કરતા પણ ભાવવી જોઈએ. પ્રભુજીથી પાછા વળતાં આમ નિકળાય છે —વણ જલ નાભિની નીચેના અંગમાં ન લગાડાય. ઓટલા ઉપર બેસવાની વિધિ પ્રભુજીને કે દહેરાસરને પીઠ ન પડે તે રીતે બેસવું. રસ્તો કે પગથિયાં છોડીને એક બાજુ મૌન ધારણ કરી બેસવું. આંખો બંધ કરી મનમાં વાર ત્રણ શ્રી નવકાર મંત્ર ગણી હદયમાં પ્રભુજીનાં દર્શન કરવાં. મારુ દુર્ભાગ્ય છે કે પ્રભુજીને છોડીને ઘરે જવું પડે છે તેવો ભાવ રાખી ઊભા થવું. ઇતિ શ્રી જિન પૂજા-દર્શન વિધિ સમાપ્ત T'S ૧ ૩૭ ucation Ir na te perso nly neberg
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy