________________
ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવાની ભાવનાવાળાએ ‘મુટ્ઠિસહિઅં’ પચ્ચક્ખાણ લેવું.)
સાંજનાં પચ્ચકખાણો
પાણહાર
૧૩૬
પાણહાર દિવસચરિમ, પચ્ચક્ખાઈ, (પચ્ચક્ખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઈ(વોસિરામિ). ચઉવિહાર-તિવિહાર-વિહાર
દિવસચરિમં પચ્ચક્ખાઈ, (પચ્ચક્ખામિ), ચઉન્વિėપિ, તિહિપિ, દુવિંહપિ આહારં, અસણં, પાણં, ખાઈમં, સાઈમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વમાહિવત્તિયાગારેણં, વોસિરઈ (વોસિરામિ).
પ્રભુજીને આમ વધાવાય
(પચ્ચક્ખાણ કરનારે પચ્ચક્ખામિ,વોસિરામિક અવશ્ય
બોલવું)
પછી તુરંત એક ખમાસમણ આપીને નીચે ઢીંચણના આધારે ઉભડગ પગે બેસીને મુવિાળીને ‘જિન ભક્તિ કરતાં જે કાંઈ અવિધિ આશાતના હુઈ હોય' તે સવિ હું મન-વચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં' બોલવું,
• ત્યાર બાદ પ્રભુજીની ભક્તિથી ઉત્પન્ન થયેલ આનંદને વ્યક્ત કરવા એકી સંખ્યામાં સ્તુતિઓ બોલવી. (દા.ત. આવ્યો શરણે તમારા, ભોભવ તુમ ચરણોની સેવા., જિન-ભક્તિજિને ભક્તિ.. અન્ય મેં સાં જન્મ... પાતાલે યાનિ બિંબાનિ... અન્યથા શરણં નાસ્તિ... અન્ને ઉપસર્ગા: ક્ષયં યાન્તિ અને સર્વ મંગલ માંગલ્યું' બોલવું)
Jain Education International
પ્રભુજીને વધાવવાની વિધિ
• ચૈત્યવંદન સ્વરુપ ભાવપૂજાની સમાપ્તિ થયા પછી સોના-રુપાહીરા-માણેક-મોતીથી પ્રભુજીને બન્ને હાથે વધાવાય.
♦ અથવા ચાંદીના સુવર્ણ રંગના ઢાળ ચઢાવેલા કમળ જેવા આકારના ફૂલો અને સાચા મોતી તેમજ અંખડ ચોખાથી પણ વધાવી શકાય. સાથીયા આદિના ચોખાને લઈને ન વધાવાય.
• વધાવવાની સામગ્રી હાથમાં રાખીને બોલવા યોગ્ય દુહા :
• શ્રી પાર્શ્વ પંચ કલ્યાણક પૂજાનું ગીતઃ
“ ઉત્સવ રંગ વધામણાં, પ્રભુ પાસને નામે ॥ કલ્યાણ ઉત્સવ કિયો, ચઢતે પરિણામે, શતવર્ષાયુ જીવીને, અક્ષય સુખ સ્વામી ॥ તુમ પદ સેવા ભક્તિમાં, નવિ રાખું ખામી, સાચી ભક્તે સાહેબા, રીઝો એક વેળા ॥ શ્રી શુભવીર હવે સદા, મનવાંછિત મેળા ” • વધાવતાં-વધાવતાં બોલવું,
તીરથ પદ ધ્યાવો ગુણ ગાવો, પંચરંગી રયણ મિલાવો રે થાળ ભરી ભરી મોતીડે વધાવો, ગુણ અનંત દિલ લાવો રે ભલું થયું ને અમે પ્રભુગુણ ગાયા, રસના નો રસ પીધો રે રાવણ રાયે નાટક કીધો, અષ્ટાપદ ગિરિ ઉપર રે
થૈયા થૈયા નાટક કરતાં, તીર્થકર પદ લીધું રે
આ ચૈત્યવંદન પૂર્ણ થયે પાટલા ઉપર મૂકેલ સામગ્રી અને પાટલો સુયોગ્ય જગ્યાએ જાતે મૂકવાં.
પ્રભુજી સન્મુખ ર્દષ્ટિ રાખીને હૃદયમાં પ્રભુનો વાસ કરતાંકરતાં પ્રભુજીને આપણી પીઠ ન દેખાય, તે મુજબ આગળપાછળ અને બન્ને બાજુ બરાબર કાળજી રાખીને પૂજાની સામગ્રી સાથે પાછાં પગે ચાલતાં-ચાલતાં પ્રવેશદ્વાર પાસે રહેલા મનોહર ઘંટ પાસે આવવું.
•
• પ્રભુજીની ભક્તિ કરવાથી ઉત્પન્ન થયેલ અંદરના અનહદ આનંદ અને શાંતિના અનુભવને પ્રગટ કરવા અન્ય આરાધકોને ખલેલ ન પહોંચે, તેમ ત્રણવાર ઘંટનાદ કરવો.
દેરાસરની બહાર નીકળતી વખતે વિધિ
• ઘંટનાદ પછી પલકારા વિના અનિમેષ નયને પ્રભુની નિસ્પૃહ કરુણાદષ્ટિનું અમીપાન કરતાં-કરતાં અતિશય દુઃખતા હદયે પ્રભુનું સાન્નિધ્ય છોડીને પાપથી ભરેલા સંસારમાં પાછા જવું પડે છે, તેમ ખેદ રાખીને પાછાં પગે પ્રવેશદ્વાર તરફ આવવું.
મૌન-ધારણ, જયણા-પાલન, દુ:ખાર્ત્ત-હૃદય આદિ સહજતાથી અનુભવતાં આરાધકના નયનો અપૂર્ણ પણ થવા સંભવ છે.
dawala & Personal Use Only
www.jainelibrary.org