SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ • • • ફળ પૂજાની વિધિ ઉત્તમ તથા ઋતુ પ્રમાણે શ્રેષ્ઠ ફળો ચઢાવવાં. શ્રીફળ ઉત્તમ કહેવાય. નહિતર બદામ ચાલે. નિમ્ન કક્ષાનાં, સડી-ગયેલાં, ગળી-ગયેલાં, છિદ્રવાળાં કે બોર-જાંબુ આદિ ફળો ન ચઢાવાય. સુયોગ્ય ફળોને ગાયના ઘીનું વિલેપન કરીને સોનાચાંદીના વરખ લગાડીને સુશોભિત કરી શકાય. એકાદ કેળાના બદલે આખી લૂમ ચઢાવવી. શત્રુંજય તીર્થ માં જય તળેટી પાસે વહેંચનાર પાસેથી ફળ ન ખરીદવા. ળ સિદ્ધશિલાની ઉપરની લીટી પર શ્રી સિદ્ધ ભગવતોનો વાસ છે, ત્યાં સિદ્ધભગવંતોને ચઢાવવું. ફળ પૂજા વેળા બોલવા યોગ્ય દુહો : (પુરૂષો નોહતુ... 'બોલે) “ઈન્દ્રાદિક પૂજા ભણી, ફલ લાવે ધરી રાગા પુરૂષોત્તમ પૂજી કરી, માર્ગ શિવ ફળ ત્યાગ.. ॥૧॥ ૐ હૈં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુ નિવારણ શ્રીમતે જિનેન્દ્રાય ફલાનિ (એક હોય તો‘ફલ) યજામહે સ્વાહા... (૨૭ ડંકા વગાડવા) અર્થ : પ્રભુ ઉપરના ભક્તિરાગથી ઈન્દ્રાદિ દેવો પ્રભુજીની ફળપૂજા કરવા માટે અનેક પ્રકારના ઉત્તમ-ફળોથી પૂજા કરીને મોક્ષની પ્રાપ્તિરુપ ફળને પામવામાં સહાયભૂત એવા ત્યાગધર્મની અર્થાત્ ચારિત્રધર્મની યાચના કરે છે અર્થાત્ મોક્ષફળનું દાન માગે છે. Jain Education Interidional ઉત્તમ ફળોનો થાળ આમ ઢોંકાય પ્રભુજી સમક્ષ ચઢાવેલ અક્ષત (ચોખા)-નૈવેધ (મીઠાઈ આદિ)ફળો અને રોકડ નાણું, તે નિર્માલ્ય દેવદ્રવ્ય કહેવાય. નિર્માલ્ય દેવદ્રવ્યની સઘળી સામગ્રીઓ દ્વારા ઉપાર્જિત થયેલ નાણું દેવદ્રવ્યના ભંડારમાં પૂરાવું જોઈએ. તેવી વ્યવસ્થા શ્રી સંઘ કે પેઢી કરવા સમર્થ ન હોય તો નિર્માલ્ય દેવદ્રવ્યની યથાયોગ્ય ઉપજની રકમ પોતાના હાથે દેવદ્રવ્યના ભંડારમાં પૂર્યા બાદ ચૈત્યવંદન આદિ ભાવપૂજાનો પ્રારંભ કરવો. ઘરની દરેક વ્યક્તિમાં પણ આવા પ્રકારના સંસ્કાર નાખવા પ્રયત્ન કરવો. પોતે ચઢાવેલ સામગ્રીનું યથાયોગ્ય રોક્ડ નાણું દેવદ્રવ્યના ભંડારમાં પૂરવાથી તે તે આરાધકો દર્શનાચારના અતિચાર સ્વરૂપ દેવદ્રવ્યની ઉપેક્ષાના મહાન દોષથી બચી શકે છે. દહેરાસરની કોઈપણ સામગ્રી ઉપયોગમાં લેતાં પહેલાં સ્વદ્રવ્યથી કરવાની ભાવનાવાળાએ ભંડારમાં કાંઈક યોગ્ય નાણું પુરવું જોઈએ. દહેરાસરમાં ચઢેલ સામગ્રીનો ઉપયોગ પૂજારી, ઉપાશ્રય-આયંબિલશાળાનો માણસ, ચોકીદાર, સાફ-સફાઈ કરનાર મજદુર (કર્મચારી), પેઢીના કર્મચારી આદિ કરતાં હોય તો તેઓને પોતાનું કોઈપણ કાર્ય ચીંધવુ કે સોંપવું નહીં. અક્ષત-નૈવેધ-ફળ પૂજા પછી રાખવા યોગ્ય સાવધાની • દહેરાસરમાં પૂજારી રાખવો જ પડે, તેમ હોય તો શ્રાવકગણની બદલીમાં તેઓ (પુજારી) કામ કરતા હોવાથી તેઓને સર્વ સાધારણ (સાતક્ષેત્ર) ખાતામાંથી જ પગાર આપવો. દેવદ્રવ્યમાંથી ન આપવો. For Private શ્રી સંઘના ઉદારદિલવાળા ભાગ્યશાળીઓએ મહિનાની શરૂઆત પહેલાં નિર્માલ્ય દેવદ્રવ્ય ખાતે ચચાયોગ્ય રકમ શ્રી સંઘ તરફથી નિર્માલ્ય દેવદ્રવ્યની ઉપેક્ષાના દોષથી શ્રી સંઘને બચાવવા દેવદ્રવ્યમાં ભરી શકાય. ૧૩૧ www.jainelibrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy