SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુસમક્ષ ઉચ્છરંગભાવે ચામર-નૃત્ય આમ કરાય શ્રી પાર્શ્વપંચકલ્યાણક પૂજાની ઢાળ ઃ બે બાજુ ચામર ઢાલે, એક આગળ વજ્ર ઉલાળે । જઈ મેરુ ધરી ઉત્સંગે, ઇંદ્ર ચોસઠ મળિયા રંગે પ્રભુ પાર્શ્વજીનું મુખડું જોવા, ભવોભવના પાતિક ધોવા... દહેરાસરના અથવા પ્રભુજીની ભક્તિ માટે લાવેલા ચામરોથી પૂજ્ય ગુરુ ભગવંત સમક્ષ નૃત્ય ન કરાય અને ઢળાય પણ નહિ. સ્નાત્ર મહોત્સવમાં રાજ-રાણી કે ઈન્ટ-ઈન્દ્રાણી ને પણ ન ઢળાય. કદાચ ઢાળવાની કે નૃત્ય કરવાની જરૂર જણાય તો દેવદ્રવ્યમાં યથાયોગ્ય નકરો આપ્યા પછી જ ઉપયોગ કરી શકાય. Ual Education International અક્ષત પૂજા કરવાની વિધિ • ઉત્તમપ્રકારના સ્વચ્છ-શુદ્ધ અને બન્ને બાજુએ ધાર વાળા, અખંડ ચોખા વાપરવા. શક્ય હોય તો સુવર્ણ કે રજતના ચોખા બનાવવા. તલ-રંગ - શર આદિથી મિશ્રિત ચોખા ન વાપરવા. પૂજન આદિમાં પણ વર્ણ પ્રમાણેનાં ધાન્ય વાપરવાં. અખંડ ચોખાને સુવડ થાળીમાં રાખી બન્ને ઢીંચણ જમીન પર સ્થાપીને પ્રભુજી સમક્ષ દૃષ્ટિ રાખીને મધુર સ્વરે દુહો બોલવો... (પુરૂષો નોડńતુ...... બોલે) શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાળ। અક્ષત-પૂજા આમ કરાય પુરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકલ જંજાળ. ॥૧॥ ૐૐ હ્રીં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુ નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય અક્ષતાન્ યજામહે સ્વાહા..(૨૭ ડંકા વગાડવા) અર્થ: શુદ્ધ અને અખંડ એવા અક્ષત (ચોખા) લઈને પ્રભુજી પાસે વિશાલ એવો નંદાવર્ત કરો અને સર્વ જંજાળને ત્યજીને પ્રભુજી સન્મુખ શુભ ભાવના ભાવો. • દુહો-મંત્ર બોલ્યા પછી અક્ષતને જમણા હાથની હથેળીમાં રાખીને હથેળીના નીચેના ભાગથી અનુક્રમે મધ્યમાં સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્રની ત્રણ ઢગલીએ અને ઉપર તરફ સિદ્ધશિલા માટે એક ઢગલી અને અન્તે નીચે નંદાવર્ત કે સ્વસ્તિક માટે એક ઢગલી ચોખાની કરવી. • સહુ પ્રથમ મધ્ય (વચ્ચે)ની ત્રણ ઢગલીને વ્યવસ્થિત કરતાં નીચે મુજબ દુહા મધુર સ્વરે બોલવું. ‘દર્શન જ્ઞાન ચારિત્રના આરાધન થી સાર...' ♦ પછી ઉપરની ઢગલીમાં અષ્ટમીના ચંદ્ર જેવી ની રચના કરતા મધ્ય ભાગમાં ઝાડો ભાગ અને જમણી તરફ, ડાબી તરફ પતળો ભાગ કરતાં-કરતાં બન્ને ખૂણે માખીની પાંખ જેટલો પાતળો ભાગ કરવો. તેની ઉપર અડે નહિ તેમ તે સિદ્ધશિલાની સમકક્ષમાં એક નાની પતલી લીટી કરવી. સિદ્ધશિલાની રચના કરતા મધ્ય ભાગમાં ઝાડો ભાગ અને જમણી તરફ, ડાબી તરફ પાળો ભાગ કરતાં-કરતાં બન્ને ખૂણે માખીની પાંખ જેટલો પાતળો ભાગ કરવો. તેની ઉપર અડે નહિ તેમ તે સિદ્ધશિલાની સમકક્ષમાં એક નાની પતલી લીટી કરવી. સિદ્ધ ભગવંતોનો વાસ સિદ્ધશિલા આ રચના કરતી વખતે મધુર સ્વરે બોલવું – ‘સિદ્ધશિલાની ઉપરે, હો મુજ વાસ સ્વીકાર...' Personal Use Only ૧૨૯ www.hinelibrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy