SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ દર્પણમાં પ્રભુજીના દર્શન થતા પંખો આમ ઢાળવો દર્પણ દર્શન તથા પંખો વિંઝવાની વિધિ એલ્યુમીનીયમ, તુચ્છ કાગળનું પૂઠું અને લોઢાના સ્કુ-નટ અને પ્લાસ્ટિકથી મઢેલુ દર્પણ ન રાખવો. • સોના-ચાંદી કે પીતળનું નકશીકામ વાળો દર્પણ રાખવું. પ્રભુજીના મુખદર્શન માટે ઉપયોગી આરીસાથી ક્યારે પણ પોતાનું મુખ જોવાય જ નહિ. જોવાઈ જાય તો તે દર્પણનો પ્રભુ ભક્તિમાં ઉપયોગ ન કરવો. • શક્ય હોય તો દહેરાસરમાં અને સ્વદ્રવ્યવાળાઓએ દર્પણ ઉપર સુયોગ્ય કવર ઢાંકી ને રાખવું. દર્પણને પોતાના દયની નજીક પાછળનો ભાગ રાખીને આગળના ભાગથી પ્રભુજીનાં દર્શન કરવાં. પોતાના હૃદયકમલમાં પ્રભુજીનો વાસ છે અને પ્રભુજીની રહેમ નજર સેવક ઝંખે છે, તેવા આશયથી પ્રભુને દર્પણમાં હૃદય પાસે જોવા અને તુરંત સેવક બનીને પંખો ઢાળવો (ફેરવવો.) તે વખતે બોલવા યોગ્ય ભાવવાહી સ્તુતિ. પ્રભુ દર્શન કરવા ભણી, દર્પણ પૂજા વિશાલા આત્મદર્શનથી જુએ, દર્શન હોય તત્કાલ II૧ાા દર્પણ અને પંખા નો ઉપયોગ કર્યા પછી દર્પણ ને ઉંધો અને પંખાને સુયોગ્ય સ્થાને લટકાવવો. ૧ ૨૮ ચામર પૂજા ની વિધિ પહેલાં બન્ને હાથમાં એક-એક ચામર રાખીને ચામર સાથે અડધા નમીને ‘નમો જિણાણં' કહેવું. • સ્વદ્રવ્યના ચામર સાવ નાનકડા કે વાળ વળેલાં અને મેલા ન રાખવા. મોટા ચામર વિશેષ ભાવ જગાવે. અન્ય આરાધકોને ખલેલ ન પહુંચે, તેમ યોગ્ય સ્થાને યોગ્ય અંતરે ઉભા રહીને ચામર ઢાળવાં. ચામર ઢાળતી વખતે પગને નચાવતાં અને આખા શરીરને સુયોગ્ય વળાંક (મરોડ) આપતાં પ્રભુજીના સેવક બનવાના તળસાટ સાથે તાલબદ્ધ રીતે સુયોગ્ય રીતે વસ્ત્રને સાચવીને નૃત્ય કરવું. ચામર નૃત્ય વખતે ઢોલ – નગારાં – તબલાં – શંખવાંસળી આદિ વાજીંત્રો પણ વગાડી શકાય. ચામર નૃત્ય કરતી વખતે નાગ-મદારી નૃત્ય ન કરાય. ચામર નૃત્ય કરવામાં સંકોચ ન રખાય, બે ચામર ન મળે તો એક ચામર અને એક હાથથી નૃત્ય કરવું. બહેનોએ ફક્ત બહેનોની જ ઉપસ્થિતિ હોય તો યથાયોગ્ય રાગવિનાશક ચામર નૃત્ય કરવું, પણ પુરુષોની હાજરીમાં બન્ને હાથે અથવા એક હાથે ચામર લઈને પગોનો મર્યાદિત થણગણાટ કરીને સામાન્ય નૃત્ય કરવું. ચામર નૃત્ય વેળાએ મધુર સ્વરે બોલવા યોગ્ય સ્તોત્ર :કુન્દા-વદાત-ચલ-ચામર-ચારુ-શોભે, વિભ્રાજવે તવ વપુઃ કલધૌત-કાન્તમ | ઉધચ્છ શાક્ક-શુચિ-નિર્ઝર-વારિ-ધાર, મુચ્ચ-ખર્ટ સુર-ગિરે-રિવ-શાત કૌભમ્ Il૩૦પા અર્થ : હે પ્રભુજી ! ઉદય પામતા ચંદ્ર જેવા નિર્મળ, ઝરણાના પાણીની ધારાઓથી શોભિત, મેરુ પર્વતના ઉંચા સુવર્ણમય શિખરની જેમ, મોગરાના પુષ્પ જેવા ઉજ્જવળ વિંઝાતા ચામરોથી શોભાવાળું આપનું સુવર્ણકાંતિમય-શરીર શોભી રહ્યું છે. (૩૦) sal Use Only Sainte
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy