SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ દીપક પૂજાની વિધિ ગાયનું શુદ્ધ ઘી અને સુતરાઉ (કોટન) રૂથી તૈયાર કરેલ દીવડી સુયોગ્ય ફાણસમાં રાખવી. અશુદ્ધ વસ્ત્ર-હાથ ના સહારે તૈયાર થયેલ દીવેટ અને બોયાનો ઉપયોગશકય હોય ત્યાં સુધી ટાળવો. બારે માસ દેરાસરમાં કે સ્વદ્રવ્યથી પૂજા કરનાર ભાવિકોએ દિપકને ચારે બાજુ અને ઉપર-નીચેથી બંધ ફાણસમાં (જયણા પાલન માટે) રાખવો. જયણા પ્રધાન જૈનધર્મ છે', તેથી પૂજામાં પણ અયોગ્ય વિરાધનાથી બચીને ભક્તિ કરવી. ગભારામાં દીવા ઢાંકેલા અને ગાયના ઘી ના રાખવા. દહેરાસરનાં રંગમંડપ-નૃત્યમંડપ આદિમાં ઘીના અથવા દીવેલના દીવાઓ સુયોગ્ય હાંડીમાં ઢંકાયેલા રાખવા. કાચના ગ્લાસમાં સુયોગ્ય સ્વચ્છ ગળેલું પાણી અને દેશી રંગ સાથે ઘી / દીવેલ ના દીવા યોગ્ય સ્થાને ઢાંકેલા રાખવા. કાંચના ગ્લાસ, હાંડી, ફારસ-અથવા ઢાંકણ આદિ (ધી આદિના ચીકાશના કારણે) સુયોગ્ય સમયે વારંવાર સાફ કરવા સાવધાની રાખવી. • ઘી/દીવેલ આદિના છાંટા દહેરાસરમાં ક્યાંય પણ ના પાડવા. અખંડ દીપકને અધિકૃત વ્યક્તિ સિવાય ના એ સ્પર્શ ન કરવો. ગભારાની બહાર અને સ્વદ્રવ્યથી પૂજા કરનારે પ્રભુજીથી યોગ્ય આંતરે દીપક રાખી દીપક પૂજા કરવી. દીપક પૂજા પુરુષોએ પ્રભુજીની જમણીબાજુ અને બહેનોએ ડાબી બાજુ ઉભા રહીને કરવી. એક જ દીવેટનો દીપક હાથમાં રાખીને ઘંટ વગાડીને કયારેય પણ આરતી કે મંગલદીવો ન બોલાય. દીપક પૂજા કરતી વખતે પ્રદક્ષિણાકારે નાક થી નીચે અને નાભિથી ઉપર દીપક રાખીને દુહા બોલવા. દીપક પૂજા વખતે સાથે ઘંટ વગાડવાનો વિધાન નથી. અન્ય સ્તુતિ-સ્તોત્ર આદિ પણ ન બોલાય. અગ્રપૂજા વખતે મુખકોશની જરૂર નથી. આરતી-મંગલ દીવો કરનારે માથે સાફો/ટોપી અને ખભે ખો સ પ્રભુ જીનો વિનય સાચવવા. જરૂર રાખવું. મૂળનાયક પ્રભુજી સન્મુખ આરતીમંગલદીવો ઉતાર્યા પછી ઘંટનાદ ચાલુ રખાવીને જિનાલયમાં બિરાજમાન અન્ય પ્રભુજી સમક્ષ પણ ઉતારવો. મુકતી પ્રભુજીને ફાણસ યુક્ત દીપક-પૂજા વખતે જાળી -વાળું ઢાંકણ ઢાંકવું. આરતી મંગળદીવો આમ ઉતારાય • દીપક પૂજા કરનાર ભાઈઓ સાથે ફક્ત હાથ લગાડીને બહેનો જમણી તરફ દીપક પૂજા ન કરાય, તેવી રીતે પુરુષોએ પણ ન કરાય. દીપક પૂજા વેળાએ બોલવા યોગ્ય દુહો (પુરૂષો ‘નમોડહંત..' બોલે) દુહો :- દ્રવ્યદીપ સુવિવેકથી, કરતાં દુ:ખ હોય ફોકા ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત લોકાલોક III ૐ હું શ્રી પરમ - પુરુષાય, પરમેશ્વરાય, જન્મ- જરા - મૃત્યુ નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય દીપ યજામહે સ્વાહા' (૨૭ ડંકા વગાડવા) અર્થ: સુયોગ્ય વિવેકપૂર્વક પ્રભુજીની આગળ દ્રવ્ય દીપક પ્રગટાવવાથી દુઃખ માત્ર નાશ પામે છે અને તેના પ્રભાવે લોક-અલોક જેમાં પ્રકાશિત થાય છે એવા ભાવ દીપકસ્વરુપ કેવલ જ્ઞાન પ્રગટ થાય છે. આરતી જય જય આરતી, આદિ નિણંદા; - નાભિરાયા મરૂદેવી કો નંદા... ૧ પહેલી આરતી, પૂજા કીજે; નરભવ પામીને લાહો લીજે. દૂસરી આરતી દીનદયાળા, ધૂળે વા મંડપમાં જગઉજુવાળા || તીસરી આરતી ત્રિભુવનદેવા, | સુરનર કિન્નર કરે તોરી સેવા; ચોથી આરતી, ચઉગતિચૂરે, મનવાંછિતફળ શિવ સુખ પૂરે II પંચમી આરતી પુણ્યઉપાયા, મૂળચંદ્ર ઋષભ ગુણ ગાયા || | મંગળ-દીવો દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો, આરતી ઉતારણ, બહુ ચિરંજીવો, સોહામણો ગણ, પર્વ દિવાળે, અંબર ખેલે, અમરા બાળે, દીપાલ ભણે, તેણે એક નિહાળે, આરતી ઉતારી, રાજા કુમારપાળે, અમ ઘેર મંગલિક, તુમ ઘેર મંગલિક, મંગલિક ચતુર્વિધ, સંઘને હોજો... H iirts Elch FIZYCA Jain Education International For Private & Personal Use Only www.jalecy.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy