SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિકાળ પૂજા વિધિ (૧) પ્રાતઃકાળની પૂજા : રાત્રિ સંબંધિત પાપોનું નાશ કરે. સ્વચ્છ સુતરાઉ વસ્ત્ર (સામાયિક-પૌષધ-પ્રતિક્રમણ સિવાયના)ધારણ કરવા, બે હાથ, બે પગ અને મુખ સ્વરુપ બે પાંચ અંગની નિર્મળ જલથી શુદ્ધિ કરવી. એક સ્વચ્છ થાળીમાં ધૂપીયું+ધૂપસળી, ફાણસ યુક્ત દીપક, અખંડ અક્ષત (ચોખા), રસવંતુ નૈવેદ્ય, ઋતુ પ્રમાણે ઉત્તમ ફળ, વાસચૂર્ણ(ક્ષેપ) રાખવા ચાંદી-પીતળની ડબ્બી અને એક ચાંદીની વાટકી સાથે લેવી. જિનાલયે પહુંચતા પગ શુદ્ધિ કરી પ્રવેશ કરતા 'પહેલીનિસ્સીહિ' બોલવી. પ્રભુજીના મુખદર્શન થતાં ‘નમોજિણાણું' અડધા કમરેથી નમીને બોલવું. પ્રભુજીનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી હૃદયમાં સ્થાપન કરી ત્રણ પ્રદક્ષિણા આપવી. મૂળનાયક પ્રભુજી સન્મુખ આવતા ભાવવાહી (એકી સંખ્યામાં) સ્તુતિઓ બોલવી. પ્રભુજીના દર્શન ન થાય તેવા સ્થળે જઈ વાસપૂર્ણ (ક્ષેપ) વાટકીમાં લઈ આઠ-પડવાળો મુખકોશ બાંધવો. પોતાના વસ્ત્રના સ્પર્શથી અશુદ્ધ થયેલી બન્ને હથેળી સ્વચ્છ પાણીથી શુદ્ધ કરી ગભારા પાસે આવવું. બન્ને હાથમાં ફક્ત વાસપૂર્ણની વાટકી અને થાળી લઈને ગભારામાં પ્રવેશ કરતાં ‘બીજી નિસ્સીહિ' બોલવી. પ્રભુજીના પબાસન થી દૂર અને યથાયોગ્ય આંતરે રહી અંગુઠો + અનામિકા( = પૂજાની આંગળી)ની ચપટીમાં વાસચૂર્ણ લઈ પ્રભુજીને સ્પર્શ કર્યા વગર (પૂજાના વસ્ત્ર હોય તો પણ) અધ્ધરથી બહુમાન ભાવપૂર્વક નવ અંગે ખૂબ શાંતિથી પૂજા કરવી. વાસપૂર્ણ પૂજા કરતા પહેલા કે પછી પ્રભુજીના અંગે ચઢેલ વાસચૂર્ણ (ક્ષેપ) પોતાના હાથે લઈને મસ્તકે નાખવાથી પ્રભુજીની ઘોર આશાતના લાગે. વાસચૂર્ણ - પૂજા કરી પ્રભુજીને પૂંઠ ન પડે, તેમ ગભારાની બહાર આવીને પુરૂષોએ + બહેનોએ પ્રભુજીની ડાભી તરફ ઉભા રહી ધૂપ પૂજા ધૂપસળી સ્થીર રાખીને કરવી. પછી ૧૧૨ Jain Education in & Per પુરૂષોએ જમણી અને બહેનોએ ડાબી તરફ ઉભા રહીને દીપક પૂજા કરવી. પાટલા પર અક્ષત-નૈવેધ-ફુલ પૂજા (તે વિસ્તારપૂર્વક મધ્યાકાલની પૂજા વિધિમાં જણાવેલ છે) કરવી, ત્રણવાર ભૂમિ પ્રમાર્જના કરી ત્રીજી નિસ્સીહિ' બોલવી પછી ઈરિયાવહિય કરીને ચૈત્યવંદન કરીને પચ્ચક્ખાણ લેવું. જિનાલયથી ઉપાશ્રયે જઈને પૂજ્ય ગુરૂભગવંતોને ગુરૂવંદન કરી પચ્ચક્ખાણ ગ્રહણ કરવું. ગોચરી પાણી વહોરવા પધારવા વિનંતિ કરી ગુરૂભગવંતને પૂંઠ ન પડે, તેમ ઉપાશ્રયથી નિર્ગમન કરવું. (રાઈ-પ્રતિક્રમણ કરતાં પહેલા દેરાસરે ન જવાય. દેરાસરે જઈને આવ્યા પછી રાઈ-પ્રતિક્રમણ ન થાય. પ્રાતઃકાળની પૂજાનો સમય અરૂણોદયથી ૧૨-૦૦ કલાક સુધી) (૨) મધ્યાહ્નકાળની પૂજા : આ ભવના પાપનો નાશ કરે. જિનપૂજા વિધિમાં વિગતવાર વર્ણન સાથે બતાવેલ અષ્ટપ્રકારી પૂજા જાણવી. આ પૂજા મધ્યાકાળના ભોજન પહેલા પુરિમ” પચ્ચક્ખાણની આસપાસ કરવાનું વિધાન છે. (૩) સાયંકાળની પૂજા ૭ ભવના પાપનો નાશ કરે. સાંજ વાળુ પતાવીને અથવા પાણી ચૂકવીને સ્વચ્છ વસ્ત્ર પહેરવા. એક ચાંદી/પીતળની થાળીમાં ધૂપીયું + ધૂપસળી અને ફાણસ સાથે દીપક લઈને જિનાલયે જવું, ‘નિસ્સીહિ' બોલી પ્રવેશ કરવો. પ્રભુજીના મુખદર્શન થતાં ‘નમો જિણાણં’ અર્ધ અવનત થઈ બોલવું. સૂર્યાસ્ત પછી પ્રદક્ષિણા આપવાનું વિધાન નથી, પ્રભુસમક્ષ સ્તુતિઓ બોલવી. ‘બીજી-નિસ્સીહિ' બોલીને પ્રાતઃકાળની પૂજાની જેમ જ ધૂપ પૂજા અને દીપક પૂજા કરવી. ત્રણવાર ભૂમિપ્રમાર્જના કરી ત્રીજી નિસ્સીહિ' બોલવી. પછી ઈરિયાવહિયં સાથે ચૈત્યવંદન કરીને પચ્ચક્ખાણ લેવું. ઉપાશ્રયે જઈ પૂજ્ય ગુરૂભગવંતોની નિશ્રામાં ‘દેવસિઅપ્રતિક્રમણ' કરવું. (દેવસિઅ-પ્રતિક્રમણ પહેલા આ પૂજા કરાય. પછી ન કરાય.)
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy