SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ • . • · ♦ દૂરથી જિનાલયનાં શિખર-ધજા કે અન્ય કોઈ ભાગનાં દર્શન થતાં મસ્તક નમાવી ‘નમો જિણાણં’ બોલવું. • ઈર્યા સમિતિના પાલન પૂર્વક પ્રભુના ગુણોથી ભાવિત હૃદય સાથે મૌનપૂર્વક જિનાલય તરફ જવું. દેરાસરના મુખ્ય પ્રવેશદ્વારે પ્રવેશ કરતાં પહેલી નિસ્સીહિ ત્રણ વાર બોલવી. • નિજી વિધિ જિનપૂજા વિધિ ક્રમાનુસારી મધ્યાહ્નકાળ - પૂજા • સ્વાર્થમય સંસારથી છૂટવા નિ:સ્વાર્થ પ્રભુજીના શરણે પહુંચવા મનને ભાવિત કરવું. સ્નાન મંત્ર બોલવા પૂર્વક યોગ્ય દિશા સન્મુખ બેસી જયણા પૂર્વક સ્નાન કરવું. વસ્ત્રમંત્ર ના ઉચ્ચાર પૂર્વક ધૂપથીવાસિત અતિ સ્વચ્છ વસ્ત્ર, સ્વચ્છ ગરમશાલ પર ઉભા રહી ધારણ કરવાં. દ્રવ્યશુદ્ધિમંત્રથી પવિત્રિત ન્યાય સંપન્ન વૈભવથી પ્રાપ્ત અષ્ટ પ્રકારી પૂજાની સામગ્રી નાભિથી ઉપર રહે, તેમ ગ્રહણ કરવી. મૂળનાયક ભગવાનનાં દર્શન કરી ‘નમો જિણાણું' કહીને સુખડ ઘરમાં આવવું. ઓરસીયા-સુખડ-વાટકીઓને ધૂપ થી સુવાસિત કરવા. અષ્ટ-પડ-મુખકોશ બાંધ્યા પછી જ કેશર-ચંદન ઘસવા ઓરસીયા નો સ્પર્શ કરવો. • કેશર-અંબર-કસ્તુરી-ચંદન મિશ્રિત એક વાટકી અને કપૂર-ચંદન ની એક વાટકી ઘસવી. તિલક કરવા નાનકડી વાટકી કે સ્વચ્છ હથેલીમાં કેશર મિશ્રિત ચંદન લઈને મસ્તકાદિમાં તિલક કરવું. For Prival · · · પૂજા માટે ઉપયોગી સઘળીયે સામગ્રી હાથમાં લઈને મૂળનાયક પ્રભુજી સમક્ષ જઈ ‘ નમો જિણાણં' બોલવું. મૂળનાયક પ્રભુજીની જમણી તરફથી જયણાપૂર્વક સામગ્રી સાથે રાખીને ત્રણ પ્રદક્ષિણા આપવી. . પ્રભુજી સન્મુખ અર્ધ-અવનત થઈ યોગ-મુદ્રામાં ભાવવાહી સ્તુતિઓ મંદસ્વરે બોલવી. • પ્રભુજી ન દેખાય તેવા સ્થાને પૂર્ણ અષ્ટપડ મુખકોશ બાંધી સ્વચ્છ જલથી બન્ને હાથ ધોવા. શરીર-વસ્ત્ર કે અન્ય કોઈનો સ્પર્શ ન થાય, તેમ કાળજીપૂર્વક પૂજાની સામગ્રી સાથે ગભારા પાસે આવવું. ગભારામાં જમણા પગે પ્રવેશતાં અડધા નમીને બીજી નિસ્સીહિ ત્રણ વાર બોલવી. પૂજાની સામગ્રી-બન્ને હથેળી અને મુખકોશ વસ્ત્રને ધૂપથી સુવાસિત કરવાં. હાર, મૃદુ-કોમળ હાથે પ્રભુજી પર રહેલાં વાસી પુષ્પ, મુગટ, કુંડલ, બાજુબંધ, ચાંદીનું ખોખુ આદિ ઉતારવાં. છતાં રહી ગયેલ નિર્માલ્યને દૂર કરવા કોમળ હાથે મોરપીંછી ફેરવવી. પબાસણમાં એકત્રિત થયેલ નિર્માલ્યને દૂર કરવા સ્વચ્છપૂંજણીનો ઉપયોગ કરવો. • ગભારાના ભૂમિતલને સાફ કરવા લોખંડના તારવગરની સાવરણી (ઝાડું)નો ઉપયોગ જયણાપૂર્વક કરવો. શુદ્ધ-પાણીની કુંડીમાંથી કળશ ભરીને ચંદનાદિ ભીનું કરવું, પછી ભીના પોતાથી કેશર દૂર કરવું. ૧૧૩ anal brano
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy