SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ નમુક્કારસહિઅં થી તિવિહાર ઉપવાસ સુધીનાં પચ્ચક્ખાણ વિધિ મુજબ પારવાં જોઈએ. તેમાં ‘શ્રી ઈરિયાવહિય થી લોગસ્સસૂત્ર સુધી....' પછી ખમાસમણ આપીને ‘ઈચ્છાકારેણ સંસિ ભગવન્ ! ચૈત્યવંદન કરું ?' ઈચ્છું કહી જગચિંતામણિ થી પૂર્ણ જયવીયરાય! સૂત્ર સુધી બોલી ચૈત્યવંદન કરવું. પછી ખમાસમણ દઈને ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સજ્ઝાય કરું ?' ઈચ્છે, કહીને ગોદોહિંકા આસને (ગાય દોહવાની મુદ્રા) બેસીને શ્રી નવકારમંત્ર અને શ્રી મનહ જિણાણું (પૂ. સાધુ-સાધ્વીજીભ. માટે દશવૈકાલિકસૂત્રનું પ્રથમઅધ્યયન) બોલી ઉભા થઈ ખમાસમણ આપીને ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! મુહપત્તિ પડિલેહું ?' ઈચ્છે, કહી ૫૦ બોલથી મુહપત્તિ-શરીરની પડિલેહણા કરવી. પછી ફરીવાર ખમાસમણ આપીને ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ !' પચ્ચક્ખાણ પારું ? ‘યથાશક્તિ' બોલી સત્તર સંડાસા પૂર્વક ખમાસમણ આપીને ઉભા થઈ ને યોગમુદ્રામાં ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! પચ્ચક્ખાણ પાર્થ ?' ' તહત્તિ’ કહીને ઉભડક પગે નીચે ઘુંટણના આધારે બેસીને ચરવળો/રજોહરણ/જમીન પર જમણા હાથની મુઢિ વાળીને ડાબા હાથની હથેળીમાં મુહપત્તિ (બંધ કિનાર બહાર દેખાય તેમ) મુખની પાસે રાખીને શ્રી નવકારમંત્ર બોલીને પચ્ચક્ખાણ પારવાનું સૂત્ર પચ્ચકખાણ લીધા પ્રમાણે બોલવું. પૂજ્ય સાધુ-સાધ્વીજીભગવંતો અને પૌષધવ્રતધારી શ્રાવક-શ્રાવિકાગણ તેમજ શ્રી નવપદજીની ઓળી વિધિપૂર્વક આરાધન કરનાર આરાધકવર્ગ ઉપરોક્ત પચ્ચક્ખાણ પારવાની વિધિ કરતા હોય છે. તે સિવાય નિત્ય નવકારશી થી તિવિહાર ઉપવાસ આદિ તપ કરનાર આરાધક શ્રાવકશ્રાવિકાગણમાં પચ્ચક્ખાણ પારવાની વિધિ કરવાની વિસરાઈ ગયેલ છે, તે યોગ્ય નથી. તે માટે યથાશક્ય પ્રયત્ન કરવો જોઈએ. કદાચ રોજે નવકારશીમાં અનુકૂળતા ન રહે તો તેથી વિશેષ તપ કરવાના અવસરે પૌષધમાં ન હોય તો પણ પચ્ચક્ખાણ પારવાની વિધિનો આગ્રહ જરુર રાખવો જોઈએ. નવકારશીનું પચ્ચક્ખાણ કરનાર ભાગ્યશાળીએ દિવસ દરમ્યાન પૂર્ણ મુખશુદ્ધિ હોય ત્યારે યાદ રાખીને ‘મુસિહિઅં પચ્ચક્ખાણ' કરવું જોઈએ. તેમજ પહેલું બિયાસણું કરીને ઉઠતી વખતે અને તિવિહાર ઉપવાસમાં જ્યારે-જ્યારે પાણી વાપરવાનું (પીવાનું) થઈ ગયા પછી અચૂકપણે આ મુસિહિઅં પચ્ચક્ખાણ કરવું જોઈએ. હમેશાં ઓછામાં ઓછું નવકારશી અને વિહાર નું પચ્ચક્ખાણ કરવા સાથે મુખશુદ્ધિ હોય ત્યારે અચૂકપણે મુક્સિહિઅં પચ્ચક્ખાણ કરનાર મહાનુભાવને ૨૫ થી ૨૮ ઉપવાસ નો લાભ એક મહિને થતો હોય છે. તે લાભ ચૂકવા જેવો નથી. આયંબિલ, એકાસણું અને બીજી બિયાસણું કરીને ઉઠતી વખતે અચૂક પણે મહાનુભાવે તિવિહાર અને મુસિહિઅં નું પચ્ચક્ખાણ કરવું જોઈએ. ફરીવાર જ્યારે પાણી પીવાની જરુર જણાય ત્યારે મુ િવાળી શ્રી નવકારમંત્ર અને Jain Education International મુક્સિહિઅં પચ્ચક્ખાણનું પારવાનું સૂત્ર બોલીને પાણી વાપરી શકાય. કદાચ કોઈક આરાધક ને મુસહિએ પચ્ચક્ખાણ પારતાં ન આવડે તો જલ્દી ગુરુભગવંત પાસે શિખી લેવું. તે ન થાય ત્યાં સુધી તિવિહારનું પચ્ચક્ખાણ તો અવશ્ય કરવું જોઈએ. એકલઠાણ-ઠામચઉવિહાર આયંબિલ-એકાસણું કર્યા પછી અચૂકપણે ચઉવિહારનું પચ્ચક્ખાણ તે જ વખતે કરવું જોઈએ. સાંજે ગુરુસાક્ષીએ અને દેવસાક્ષીએ પણ ચવિહારનું જ પચ્ચક્ખાણ લેવું જોઈએ. એક સાથે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરેલ હોવાથી વિશિષ્ટ તપ (આયંબિલએકાસણ આદિ) હોવા છતાં ‘પાણહાર’ ના બદલે ‘ ચઉવિહાર' નું જ પચ્ચકખાણ લેવું. છ-અમ કે તેથી વધારે ઉપવાસના પચ્ચક્ખાણ એક સાથે લીધા હોય તો તેના બીજા દિવસે પાણી પીતાં પહેલાં ફરીવાર પચ્ચક્ખાણ લેવાના સૂત્ર અનુસાર 'પાણહાર પોરિસિં....' નું પચ્ચક્ખાણ અવશ્ય લેવું જોઈએ. વિહાર ઉપવાસ નું પચ્ચક્ખાણ લીધેલ હોય તો તે દિવર્સ સાંજે ગુરુસાક્ષીએ અને દેવસાક્ષીએ ફરીવાર પચ્ચક્ખાણ નું સ્મરણ કરવું જોઈએ. એક સાથે ઘણા ઉપવાસનું પચ્ચક્ખાણ એક જ દિવસમાં લીધા પછી કે મનમાં ફક્ત ધારણા કરી લીધા પછી બીજા - ત્રીજા આદિ દિવસોમાં ફરીવાર પચ્ચક્ખાણ ન લેવાથી ઉપવાસ નો લાભ મળતો નથી. પાણી મોઢાંમાં નાખ્યા પછી સવારનું કોઈપણ પચ્ચકખાણ ન લેવાય. હાલ, નવકારશી આદિ પચ્ચક્ખાણ માં કેટલીક અજ્ઞાનતા અને દેખાદેખીના કારણે પચ્ચકખાણ પારતી વખતે પાર્યા પછી તુરંત કોગળા કરવાની કે દાંતણ કરવાની કે થોડુંક પાણી પીવાની પ્રવૃત્તિ વિધિરૂપે ચાલુ થયેલ છે, તે ઉચિત નથી. પહેલા નંબરે તો પચ્ચક્ખાણ પારવાની વિધિ નો આગ્રહ રાખવો જરુરી છે. છતાં શક્ય ન હોય તો ત્રણવાર શ્રી નવકારમંત્ર મુાિળીને ગણવાથી પચ્ચક્ખાણ પારવાની પ્રથા પ્રચલિત છે. સૂર્યોદય પછી બે ઘડી (૪૮ મિનિટ) થાય ત્યારે નવકારશી પરચક્ખાણ આવે, તેમ સૂર્યાસ્ત પૂર્વે (પહેલાં) બે ઘડી (૪૮ મિનિટ) થાય ત્યારે ચારેય પ્રકારના આહારના ત્યાગ સ્વરૂપ વિહારનું પચ્ચક્ખાણ કરવાની પ્રથા જૈનશાસનમાં પ્રચલિત હતી અને અત્યારે પણ ચતુર્વિધ શ્રી સંઘમાં કેટલોક વર્ગ આ મુજબ સૂર્યાસ્ત પહેલાં બે ઘડીએ આહાર-પાણીનો ત્યાગ કરે છે, તે અનુકરણીય છે. કદાચ તે (બે ઘડી પહેલા પચ્ચક્ખાણ કરવું) શક્ય ન બને, તો બારે માસ ચઉવિહાર નું પચ્ચક્ખાણ સૂર્યાસ્ત પહેલાં કરી લેવું જોઈએ. રાત્રિભોજન નરકનું પ્રથમ દ્વાર છે. રાત્રે આહાર-પાણી કાંઈ પણ લેવાય નહિ અને અપાય નહિ. છતાં ધર્મમાં નવો પ્રવેશ કરનાર મહાનુભાવને કાંઈક લાભ મળે, તે આશયથી તિવિહારનું પચ્ચક્ખાણ અપાય છે. તેમાં પાણી કેટલું અને કેટલી વાર અને કેટલા વાગ્યા સુધી પીવાય, તે અંગે ઘણા For Private & Personal Use Only ૧૦૫ www.jainelibrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy