________________
સોમ, ૨૬-૭-૯૯, અ. સુ. ૧3
પાંચદ્વારો - પાંચ વસ્તુ તરીકે બતાવ્યા છે. માટે આ ગ્રન્થનું નામ “પંચવસ્તુક' છે. ચારઅનુયોગમાં અહીં ચરણ-કરણાનુયોગપ્રધાનરૂપે છે. ચારેય અનુયોગ આપણા આધ્યાત્મિક જીવનને પરિપુષ્ટ બનાવે.
૧) દ્રવ્યાનુયોગ સમ્યગદર્શન નિર્મળ કરે
દ્રવ્ય -ગુણ પર્યાય જાણવાથી આત્માદિ પદાર્થો વિષે નિઃશંક અને સ્થિરબનાય છે. આત્માદિ પદાર્થો, જણાવવા માટે કે કીર્તિ માટે શીખ્યા, પણ પોતામાટે જરાય ન શીખ્યા. આ દીપક સભ્યત્વ કહેવાય. અભવ્ય જેવા રહ્યા આપણે.
ભેદજ્ઞાન પામવા માટે આ તત્ત્વજ્ઞાન શીખવાનું છે.
જીવોનું સ્વરૂપ જાણવાથી તેનું સાધમ્ય જણાય છે ને તેથી સર્વ જીવો સાથે મૈત્રી સધાય છે. એ માટે જ જીવવિચાર આદિ ભણવાના છે.
જીવોના ભેદ, કર્મ, ગતિ કે જાતિના કારણે પડે છે. ચેતનાની અપેક્ષાએ કોઈ ભેદ નથી. એટલે પહેલા જીવોની એક્તા પણ (અભેદ) મનમાં હોવી જ જોઈએ. હિન્દ મહાસાગર, અરબી મહાસાગર કે બંગાળનો અખાત વગેરે સાગરના ભેદો જાણતી વખતે એ વસ્તુ ખ્યાલમાં હોવી જોઈએ કે સાગરરૂપે બધા એક છે. માત્ર ભૌગોલિક સ્થિતિના કારણે નામ અલગ છે.
૨) ગણિતાનુયોગ જ્ઞાન માટે એકાગ્રતાથી જ્ઞાન વધે.
૭૨.
... કહે કલાપૂર્ણસૂરિy.org
Jain Education International
For Private & Personal Use Only