________________
* અપ્રમાદ એટલે જ્ઞાનદશામાં જાગૃતિ. આડા અવળા વિચારોમાં રહો, તો જાગતા છતાં પ્રમાદ છે. ભગવતીમાં ૮ પ્રકારનો પ્રમાદ કહ્યો છે. પછી ક્યારેક કહીશ. * અવિનય, આવેશ, માયા, છળ, કપટ આદિ કરવા એ મોહ છે. દોષને દોષ ન માનવો તે મિથ્યાત્વ છે. ૧૭ દોષને આ એકલું મિથ્યાત્વ પહોંચી વળે, ચડી જાય. એ હિંસાદિને પાપરૂપે ન જ સ્વીકારે. માટે જ મિથ્યાત્વ મહાપાપ છે.
* દીક્ષાર્થી મા-બાપ પાસે વિનય ન કરતો હોય તો અહીં પણ નહિ કરે. ગૃહસ્થના સામાન્ય નિયમોનું પાલન ન કરનારો અહીં આવીને લોકોત્તર નિયમો શી રીતે પાળી શકશે ? દીક્ષાર્થી. ‘ઘરમાં શું કરતો હતો’ તેની તપાસ કરવાથી આ વસ્તુનો ખ્યાલ આવે.
સાંચોરનો ભાઇ આધોઈ (સં. ૨૦૧૬) માં ભણવા આવ્યો. વણવીરને ઘેર જમવા ગયો. ત્યાં ધમાલ કરી આવ્યો. અમે કહી દીધું ઃ તારું અહીં કામ નથી. પછી બીજા સમુદયામાં દીક્ષા લીધી. અત્યારે એકલા ફરે છે.
ભવાભિનંદીને કદી દીક્ષા ન અપાય.
પ્રશ્ન ઃ ભલે એ ભવાભિનંદી હોય, પણ જિનવચનથી એ દોષ દૂર થઈ જશે... તો દીક્ષા આપવામાં શો વાંધો ?
ઉત્તર ઃ સંસાર રસિકને કદી જિનવચન નહિ ગમે. એ ધર્મ કરશે તો પણ સાંસારિક સિદ્ધિ માટે જ. ભારે કર્મી કિલષ્ટ પરેણામી જીવોને કદી જિનવચન ગળે ઉતરતું નથી. મેલા કપડામાં કદી કેસરીયો રંગ ચડે ? માટે એવી ભ્રાંતિમાં રહેતા જ નહિ.
ગાંધીધામના દેવજીભાઈમાં આ બધા જ ગુણો દેખાતા. વૈરાગ્ય, નમ્રતા, સરળતા, ક્ષમા, ભદ્રિકતા, દાક્ષિણ્ય વગેરે ગુણો દેખાય. જ્યારે ધર્મ પામ્યા નહોતા ત્યારે પણ કોઈને ખાલી હાથે પાછો મોકલતા નહિ. ક્યાંથી આવ્યા આ સદ્ગુણો ? પૂર્વજન્મના સંસ્કારો.
વસ્ત્રને ઉજળું કરીને રંગાય તેમ કોઈને ધર્મ – રંગથી રંગવો હોય તો એની વિષય – કષાયની મલિનતા દૂર કરવી જોઈએ.
જેને વિષયો વિષ્ટા જેવા, કષાયો કડવા ઝેર લાગે, તે જ દીક્ષાને યોગ્ય ગણાય. ભૂંડ વિષ્ઠાનો રાગ કદી ન છોડે. ભવાભિનંદી સંસારનો રાગ કદી નહિ છોડે. ભૂંડને પકડીને તમે દૂધપાક, મીઠાઈ વગેરે ખવડાવો તો પણ વિષ્ઠા નહિ છોડે. તેમ ભવાભિનંદીને ગમે તેટલું સમજાવો. અકાર્યને નહિ છોડે. તક મળતાં જ કરી લેશે. માટે ગુણસંપન્નને જ દીક્ષા આપવી. ૧૬માંથી કોઈપણ ગુણની અપેક્ષા રાખ્યા વિના દીક્ષા આપવામાં આવે તો સ્વ-પરનું ભયંકર અહિત થશે.
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
... ૭૧ www.jainelibrary.org