________________
મોહના ડાળી – પાંખડા કાપશો તો કઈ નહિ વળે, મૂળ પર ઘા થવો જોઈએ. નરકના જીવો શાલ્મલી વૃક્ષ નીચે વિશ્રામ કરવા જાય ને ઉપરથી તલવાર જેવા પાંદડા પડે; કપાઈ મરે, વિશ્રામતોન મળે પણ... મોહતો પેલા શાલ્મલી વૃક્ષથી પણ ખતરનાક
તીવ્રમોહ અને તીવ્ર અજ્ઞાનના કારણે જ નિગોદના જીત્યાં પડેલા છે. નહિતો ત્યાં હિંસાદિમાંનું દેખાતું કોઈ પાપ નથી.
अइगरुओ मोहतरु, अणाइभवभावणाइ विषयमूलो ।
दुक्खं उम्मूलिज्जइ, अच्वंतं अप्पमत्तेहिं ।। લુણાવામાં વિશાળ વડલો. દીક્ષા વગેરે માટે કદી મંડપની જરૂર ન પડે. એવડલો તો સારો, પણ મોહનું વૃક્ષ ખતરનાક!
* જેને મોક્ષ જવાની ઇચ્છા નથી તેણે નિગોદમાં જવાની તૈયારી રાખવી પડે. બીજે ક્યાંય અનંતકાળ સુધી રહેવાની વ્યવસ્થા જ નથી. ત્રસકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ બે હજાર જ સાગરોપમ છે. એટલા સમયમાં સ્વસાધ્ય (મોક્ષ) સિદ્ધ ન થાય તો નિગોદ તૈયાર જ છે.
* વિષયની સ્પૃહા સંસારનું મૂળ છે. અપ્રમત્ત સાધક પણતે સ્પૃહાનું મુશ્કેલીથી ઉમૂલન કરી શકે છે. માટે જ આ ગુણ તો હોવો જ જોઈએ. સંસારથી વિરક્ત જ અપ્રમત્ત બની શકે, સાચા અર્થમાં સાધક બની શકે. અપ્રમત્ત સાધકને પણ મોહને મારવામાં મુશ્કેલી પડતી હોય તો સસ્પૃહની તો વાત જ ક્યાં કરવી? ભગવાન મહાવીરની સાધનાના ૧૨ વર્ષ યાદ કરો; એ મોહને મારવાનો ઉત્કૃષ્ટ પુરુષાર્થ હતો.
મોહનું મૂળ પણ મિથ્યાત્વ છે. તેનો જય સભ્યત્વથી થાય. મોહે સ્ત્રીને શસ્ત્ર બનાવ્યું છે. તે માટે ધન જોઈએ. આથી જ કંચન – કામિનીની દાસ આખી દુનિયા છે.
ઘનનો નહિ, જ્ઞાનનો રાગ જોઈએ, સ્ત્રીનો નહિ, પ્રભુનો રાગ જોઈએ, – એમ ભગવાન શીખવે છે.
જીવમૈત્રી અને પ્રભુ-ભક્તિની કળા અપનાવો એટલે મોહનું મૃત્યુ થતું દેખાશે. પ્રભુને હૃદયમાં વસાવવા એ જ મોહના મૃત્યુનો મુખ્ય ઉપાય છે. પ્રભુ સિવાય મોહ - મૃત્યુની કળા બીજે કશેથી નહિ મળે.
પ્રભુભક્તિ વિના પ્રભુનું વચન પણ (આગમો પણ) મોહ-વૃક્ષને ઉખેડી શકે નહિ, એમ હરિભદ્રસૂરિ કહે છે. વચનયોગ ત્રીજું સોપાન છે. તે પહેલા પ્રીતિ - ભક્તિ યોગ જોઈએ.
• કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org