SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૩) ચરણકરણાનુયોગ ચારિત્ર માટે. ૪) કથાનુયોગ ત્રણેયનું ફળ છે. આથી જીવ વિરાધનાથી બચે. આરાધનામાં આગળ વધે. ઉત્તરાધ્યયન વગેરેમાં કથાનુયોગમાં છે. બીજું આવે તે ગૌણ. કોઈકમાં ચારેય અનુયોગ પણ હોય. આર્યરક્ષિત સૂરિજી દ્વારા આ વિભાગીકરણ થયું * “જેની પાસે દીક્ષા લઉ તેનું કહ્યું ન માનું, તેનો વિનયન કરું, તેનો દ્રોહ કરું તો શો મતલબ છે દીક્ષાનો?” ભવભીત દીક્ષાર્થી આ પ્રમાણે વિગેરે. * ગુણહીનને દીક્ષા આપતાં સ્વ-પરના બન્ને ભવ બગડે. વિનીત પુણ્યવાન, અવિનીત પુણ્યહીન હોય, સંપત્તિ હોય તેને ધનવાન કહેવાય. અહીં વિનયાદિગુણ એ આંતર સંપત્તિ છે. નવકારમાં “નમો’ની પ્રધાનતા છે તે વિનયદર્શક છે. અવિનીતને શિક્ષા આપો તો તમને જ વળગશેઃ ‘તમે કેવા છો?” તે બધું હું જાણું છું. રહેવા દો..” એને તમે હજાર ઉપાયે પણ સમજાવી નહીં શકો. વિનય વિના વિદ્યા – સમકિત ક્યાંથી? વિનીત કદી પોતાની ઈચ્છા મુજબ નહીં કરે. અવિનીત પોતાની મરજી મુજબ જ બધું કરે. અવિનીત વિહિત નહિ, અવિહિત અનુષ્ઠાન જ કરતો રહેશે. ક્યાંય ફરી આવે, કાંઇ પણ કરી આવે, ગોટાળા વાળી આવે, ગુરુને કાંઈ જણાવે જ નહિ. ગૌતમસ્વામીએ ૩૬ હજાર પ્રશ્નો પૂછ્યા, આપણે ગુરુને કાંઈન પૂછીએ. પૂછવા જેવું રહ્યું જ નથી ને! સર્વજ્ઞ થઈ ગયા...! અવિનીત ઉદ્ધતને વારંવાર ટોકો તો તેને આર્તધ્યાન થાય “જ્યારે જુઓ ત્યારે ટકટક.. બસ મને એકને જ જોયો છે ?' વિનીતને શિખામણ આપવાથી - ટકોરથી રાજી થાય. અશ્રદ્ધાળુ – અવિનીતને દુઃખ થાય. » ભીખ માંગીને ખાવું તેદુનિયામાં હલકામાં હલકો ધંધો છે. જો આપણે અહીં સંયમયોગનું પાલન ન કરીએ તો ભીખારી કરતાં પણ ગયા. ભીખારી તો હજાએ નમ્ર હોય. અહીં તો નમ્રતાય ગઈ. કેટલાક શ્રાવકો અવિનીતને કહેઃ “હું આચાર્ય મહારાજને કહી દઈશ.” કહીદોને. આચાર્ય મહારાજથી હું ડરતો નથી. આ તેનો જવાબ હોય. દશવૈકાલિકમાંનવમા વિનયઅધ્યયનમાં સૌથી વધુ ૪ ઉદેશા છે. ઉત્તરાધ્યયનમાં કહે કલાપૂર્ણસૂરિ .... ... ૭૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy