________________
‘શૈલરાજ’ કહ્યો છે. પર્વત જેવો અક્કડ !
અભિમાન આવ્યું એટલે વિનય ગયો. વિનય ગયો એટલે જ્ઞાન ગયું. અભિમાન, જ્ઞાનમાં ભોગળ છે. દા.ત. સ્થૂલભદ્ર. ઘણા જ્ઞાનને ઘટાડવાનો ઉપાય છે, અભિમાન. અભિમાન કરો એટલે તમારું જ્ઞાન ઘટી જાય. જરાક પ્રભાવ બતાવવા ગયા સ્થૂલભદ્ર તો નવો પાઠ બંધ થઈ ગયો.
૨ વ્રત નમ્રતાદ્વારા જ્ઞાનની સમૃદ્ધિ આપે.
૩ વ્રત : નીતિમત્તા આપે. નીતિ ગઈ તો આચરણ શું રહ્યું ? ન્યાયપૂર્વકનું વર્તન વિશ્વસનીય બને છે.
ચોરીમાં સહયોગી માયા છે. ૩જો કષાય પણ માયા છે. વેપારી ભેળ – સંભેળ માયા વિના કરે છે ? કિંમત સાચા માલની લો, અને માલ નકલી પધરાવો, આમાં ચોરી અને માયા બન્ને ખરા કે નહિ ?
સરકાર ૪૨૦ મી કલમનો, છેતરપીંડીનો કાયદો લગાવે ને ?
૪-૫મું વ્રત અનાસક્તિ આપે છે. કંચન-કામિનીનો પણ લોભ હોય છે. અસલમાં ચાર જ મહાવ્રત છે. ૨૨ ભગવાનના કાળમાં અને મહાવિદેહમાં હંમેશ માટે ચાર મહાવ્રતો જ છે. આ તો આપણે વક્ર – જડ છીએ માટે ૪થું વ્રત અલગ લેવું પડ્યું છે.
જે વીર્ય આપણને અજન્મા બનાવવામાં સહાયક બને, ઉત્સાહ વધારે, તે દ્વારા આપણે આપણા જન્મ વધારીએ છીએ. કોઈને જન્મ આપવો એટલે પોતાના જન્મ
વધારવા.
‘‘વિરતિને પ્રણામ કરીને ઈન્દ્ર સભામાં બેસે મેરે પ્યારે ! એ વ્રત જગમાં દીવો.’’ બ્રહ્મચર્યનો મહિમા એમ વીર વિ. ગાય છે.
બ્રહ્મચર્યનું રક્ષણ નવ વાડથી કરવાનું.
બ્રહ્મ એટલે આત્મા. તેમાં ચરવું તે બ્રહ્મચર્ય
૪થું વ્રત આપણને આત્મામાં લીન બનાવે. જે તેનો ભંગ કરે તે આત્મામાં રમણ ન કરી
શકે.
પાચમું વ્રત અપરિગ્રહ. વિપક્ષમાં લોભ.
એકેન્દ્રિય જીવ પણ પરિગ્રહ સંજ્ઞાથી પોતાના મૂળીયા નિધાન પર ગોઠવે.
કહે કલાપૂર્ણસૂરિ .....
Jain Education International
For Private & Personal Use Only
૬૭
www.jainelibrary.org