________________
આસક્તિવાળા જીવો એકેન્દ્રિય બનીને આમ કરે.
આપણા માટે (સાધુમાટે)પરિગ્રહ ત્યાગ. ગૃહસ્થો માટે પરિગ્રહ પરિમાણ.
ખોખા ભરીને રાખીએ એ ઉપકરણ નહિ, અધિકરણ કહેવાય. જ્યારે જોઈએ ત્યારે મળે છે શા માટે ખોખા ભરવા? ઉપડે એટલી જ ઉપધિ રાખવી. વધુની જરૂર શી
આપણને જોઈને નવા પણ શીખશે, એ ભૂલતા નહિ.
ભચાઉમાં પૂ. કનકસૂરિજી મ. સાથે અમે હતા. ગચ્છાધિપતિ પાસે સ્ટોક રાખવો પડે; ઉપગ્રહ- ઉપકાર કરવા માટે.
અમૃતભાઈના પિતા ગોરધનભાઈએ કહ્યું તમારે આટલો પરિગ્રહ? “આ તો આચાર્ય ભગવંતના છે.” અમે કહ્યું પછી સમજ્યા. આચાર્ય મ. ને જરૂર પડે, પણ બીજા બધાને શી જરૂર? “પોટકાં આવ્યા કે નહિ? ખોવાઈ તો નથી ગયા ને?” પછી મન આવા જ વિચારોમાં
પરિ એટલે ચારે બાજુથી “ગ્રહ એટલે લેવું તે પરિગ્રહ “બાવો બેઠો જપે. જે આવે તે ખપે.” ખોખામાં ધ્યાન ન રાખીએ તો કેટલા જંતુઓ પડે? ખોખા વધે એટલે કબાટ જોઈએ. કબાટ ઓછા પડે એટલે ફ્લેટ જોઈએ. ક્યાં સુધી પહોંચ્યા! આપણે?
છતાં કહેવાઈએ અપરિગ્રહી! બોક્ષથી મોક્ષ મળશે, એવું તો નથી માની લીધું ને?
શિષ્યાદિ પર રાગ પણ પરિગ્રહ છે. મૂર્છા એ જ પરિગ્રહ છે. પાછલા દરવાજે પરિગ્રહ આવી ન જાય, તેનો ખ્યાલ રાખવાનો છે.
૧૦૮ માળની બિલ્ડીંગ, એકેક માળમાં ૧૦૦ ઓરડા. બધા પૂર્ણરૂપે હીરામોતીથી ભરેલા છે. બધો થઈને કેટલો માલ?
આપણા આત્માના અસંખ્ય પ્રદેશ છે. એકેક પ્રદેશમાં અનંત ગુણો છે. કેટલા ગુણો થશે?
આ ગુણો પ્રાપ્ત કરવા પ્રયત્ન કરો તો?
ભણવાનો - ગુણોનો લોભ સારો છે, તપનો, સ્વાધ્યાયનો, સેવાનો લોભસારો છે, પણ વસ્તુઓ ભેગી કરવાનો લોભ ખતરનાક છે. એનાથી બચવા જેવું છે.
..... કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only