________________
બુધ, ૨૧-૭-૯૯, અષા. સુ. - ૯
* સ્વાધ્યાય યોગ ચિત્તની નિર્મળતા કરે, સ્વાધ્યાય કરે તેનું ચિત્ત અશાંત ન હોઈ શકે. સૂત્રોનો સ્વાધ્યાય એક પ્રકારની ભક્તિ જ છે. સૂત્રો કોણએ બનાવેલા છે ? પ્રભુ-ભક્તિથી જેમણે પ્રભુના વચનો હૃદયમાં સંગ્રહીત કર્યા છે તેવા પૂર્વાચાર્યોએ બનાવેલા છે. કોઈક સૂત્ર તો સ્તુતિરૂપે જ છે. આખું દંડક સ્તુતિરૂપે જ છે. થોસમિ મુળેહ મો મળ્યા ‘સ્તોષ્યામિ શ્રુજીત મો મળ્યાઃ' દંડકના પદો દ્વારા હું સ્તુતિ કરીશ. છે ભવ્યો ! તમે સાંભળો. દંડકનું આ મંગલાચરણ છે.
* મોક્ષનો ઈચ્છુક તે મુમુક્ષુ ! તે માટે સંસાર છોડવાની તૈયારીવાળો હોય. સાચી મુમુક્ષુતા ત્યારે કહેવાય, જ્યારે મોક્ષના ઉપાયોમાં સતત પ્રવૃત્તિશીલતા જોવા મળે. માત્ર મોક્ષનું રટણ ન ચાલે, રત્નત્રયીમાં પ્રવૃત્તિ જોઈએ.
* ભગવાન પ્રત્યે બહુમાન જગાડવાનું કામ ગુરુનું છે. અધ્યાત્મવેત્તા ગુરુ જ તમારા હૃદયમાં પ્રભુબહુમાન-ભાવ પેદા કરાવી શકે. અધ્યાત્મગીતા વાંચશો તો અધ્યાત્મવેત્તા કેવા હોય ? તે જાણી શકશો.
અધ્યાત્મગીતા પૂ. દેવચન્દ્રજીનો અદ્ભુત ગ્રંથ છે. અધ્યાત્મપ્રેમીઓ માટે સાચે જ ગીતા છે. ચોવીશીની જેમ આ પણ અમરકૃતિ છે. માત્ર ૪૯ શ્લોકો છે. એમાં સાત નયથી સિદ્ધ કોને કહેવાય ? તે સૌ પ્રથમ બતાવ્યું છે.
* ‘જિણે આતમા શુદ્ધતાએ પિછાણ્યો, તિણે લોક–અલોકનો ભાવ જાણ્યો. ‘માં બાળક઼ સો મળ્યું નાળજ્ઞ, સર્વાં નાળફ સો માં નાળŞ ।' આચારાંગસૂત્રના આ કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
૪૯
www.jainelibrary.org