________________
જાય. સાગરમાંથી જેમ રત્નો બહાર ન આવે.
૧૩) અવિષાદી :- પરલોકના કાર્યમાં ખેદ ન કરે. પરિષહોથી ઘેરાયેલા હોય તો પણ છકાયની હિંસા ન કરે, દોષ ન લગાડે. કોઈપણ કાર્યમાં કંટાળો ન લાવે. કર્મનિર્જરાના લાભને જ જુએ. ગ્રાહકોની ભીડ વખતે પણ વેપારી જેમ કંટાળે નહિ – સામે નફો દેખાય છે ને ?
મળ્યા કરતાં વધુ કામ કરવું પડે તો કંટાળો આવે ?
‘સેવાનો લાભ મને જ મળે. કોઈપણ કામ મને સોંપજો.' એવા અભિગ્રહધારી મુનિ પણ હોય છે. કમલ વિ. મ. એવા હતા.
સુરેન્દ્રનગરમાં (વિ. સં. ૨૦૧૪) ૫૫ ઠાણામાં સવારે એ જ જાય. તપસ્વી મણિપ્રભ વિ. પણ એવા જ. આહાર ખૂટે કે વધે બન્નેમાં તૈયાર.
૧૪) ઉપશમાદિ - લબ્ધિયુક્ત :- બીજાને પણ શાંત કરવાની શક્તિ. આ લબ્ધિ કહેવાય. પં. ભદ્રંકર વિ. મ. માં આ શક્તિ જોવા મળતી. ગમે તેવા ક્રોધીને શાંત કરી દેતા.
૧૫) ઉપકરણ લબ્ધિ :- સામગ્રી સામેથી મળે – એવું પુણ્ય હોય.
૧૬) સ્થિર લબ્ધિ :- દીક્ષા આપે તે સંયમમાં સ્થિર બની જાય. પૂ. કનક રૂ. મ. માં આવી લબ્ધિ જોવા મળેલી.
૧૭) પ્રવચનાર્થવકતા :- સૂત્ર – અર્થને કહેનાર.
–
૧૮) સ્વગુરુપ્રદત્તપદ :-- ગુરુ ન હોય તો દિગાચાર્ય દ્વારા પદ પામેલા હોય. આવા ગુરુ જ દીક્ષા આપવાના અધિકારી છે. કાળના દોષથી આવા ગુરુન મળે તો ૨-૪ ગુણ ન્યૂન – ગુરુ પણ ચાલે.
'एतादृशेन गुरुणा सम्यक् विधिना प्रव्रज्या दातव्या, न तु स्वपर्षद् वृद्धयाशया । 'पानकादिवाहको मे भविष्यति' इति आशयः न सम्यक् ।
આવા ગુરુએ સમ્યગ્ વિધિપૂર્વક દીક્ષા આપવી. પોતાનો પરિવાર વધારવાના આશયથી કે પાણી વગેરે લાવવામાં કામ લાગશે, એવા આશયથી દીક્ષા નહિ આપવી જોઈએ.
શિષ્યના અનુગ્રહ માટે જ (સ્વાર્થ માટે નહિ.) તથા તેનો હું સહાયક બનીશ તો મારા કર્મોનો પણ ક્ષય થશે, એ જ આશયથી દીક્ષા આપે.
૪૮
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org